________________
સજનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ૨માં કહ્યું કે સજ્જતો કદાચ એવા બળવાન ન હોય અને દુર્જનો કથંચિત્ બળવાન હોય તોપણ શિષ્ટ પુરુષ તે દુર્જનની પ્રશંસા કરે નહિ. હવે દુર્જનની પ્રકૃતિ કેવી છે? અને સર્જનની પ્રકૃતિ કેવી છે? તે બતાવતાં કહે છે – શ્લોક :दुर्जनस्य रसना सनातनी, सगतिं न परुषस्य मुञ्चति ।
सज्जनस्य तु सुधाऽतिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ।।३।। અન્વયાર્થ :
દુર્બનચ રસના-દુર્જનની રસના પરુષ સનાતની નિં-કઠોર શબ્દની સદા સંગતિને રમુગ્ધતિ મૂકતી નથી તુ વળી સજ્જનચ સજ્જનની રસના વેવન સુધાડતિશાયિન =કેવલ અમૃતથી અતિશાયી એવા કોમની વયનચ= કોમળ વચનની સંગતિને સદા મૂકતી નથી. ૩. શ્લોકાર્ચ -
દુર્જનની રસના કઠોર શબ્દની સંગતિને સદા મૂકતી નથી. વળી, સજ્જનની રસના કેવલ અમૃતથી અતિશાયી એવા કોમલ વચનની સંગતિને મૂકતી નથી. lal ભાવાર્થ :
દુર્જનનો સ્વભાવ હોય છે કે ગુણવાન પુરુષમાં પણ છિદ્રો શોધીને તેમના વિષયક હંમેશાં કઠોર વચનો કહે છે અર્થાત્ તેમની નિંદા કરનારાં વચનો કહે છે. સજ્જન પુરુષો સર્વ જીવો પ્રત્યે દયાળુ સ્વભાવવાળા હોય છે. તેઓ કોઈનું હિત થાય તેવાં અમૃત જેવાં વચનો સુંદર ભાષામાં કહે છે તથા કોઈનું અહિત થાય નહિ, કોઈનું ચિત્ત દુભાય નહિ, તેવા વચનપ્રયોગો કરે છે. II અવતરણિકા - ગરુડની ઉપમાથી સજ્જનનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org