________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૨-૩
3
પણ બળ ત્રિ નુ વળ્યુંતે-શું વર્ણન કરાય છે ? અર્થાત્ અંધકારના બળની પ્રશંસા કરાતી નથી. ।।૨।।
શ્લોકાર્થ :
અહીં=જગતમાં, જો સજ્જન હોતે છતે=જો સજ્જન અબલિષ્ઠ હોતે છતે, કથંચિત્ બલી એવો દુર્જન બળ બતાવે (છતાં) સૂર્ય નહિ હોતે છતે જે હોય=જે અંધકાર હોય તે અંધકારનું પણ બળ શું વર્ણન કરાય છે ? અર્થાત્ તે અંધકારના બળની પ્રશંસા કરાતી નથી. IIII
* ‘તમસોઽપિ’માં ‘પિ'થી એ કહેવું છે કે પ્રકાશનું બળ તો વર્ણન કરાય પરંતુ શું અંધકારનું બળ પણ વર્ણન કરાય ? અર્થાત્ કરાય નહિ.
ભાવાર્થ :
આ જગતમાં સજ્જનો હોય, છતાં તેઓ બહુ તપતા પુણ્યવાળા ન હોય અને કથંચિત્ બલવાન એવો દુર્જન પોતાનું બળ બતાવે, જેથી સજ્જનો લોકમાં ગ્રાહ્ય ન બને અને બલવાન એવા દુર્જનનાં વચનો લોકમાં ગ્રાહ્ય બને, તોપણ જેના હૈયામાં “આ સજ્જન છે” એવો નિર્ણય છે, તે પુરુષ બલી એવા દુર્જનનાં ગુણગાનો કરે નહિ. કેમ ગુણગાનો કરે નહિ ? તેમાં યુક્તિ આપે છે.
જેમ સૂર્ય ન હોય ત્યારે જે અંધકાર પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તેવા અંધકારના પણ બલની ક્યારેય પ્રશંસા કરાય ? અર્થાત્ કરાય નહિ. તેમ સૂર્યના જેવા પ્રકૃષ્ટ તપતા પુણ્યવાળા સજ્જનો ન હોય ત્યારે અંધકારના બળ જેવા દુર્જનોનું બળ વર્તે છે, તોપણ જે શિષ્ટ પુરુષ છે તે ક્યારેય દુર્જનોના બળને જોઈને તેમની પ્રશંસા કરે નહિ અને તેમના વચનને ગ્રહણ કરીને સજ્જનોને દોષવાળા સ્વીકારે નહિ; કેમ કે “સજ્જન” એ પ્રકારના દિવ્યમંત્રથી ખલની વિષશક્તિઓ હણાયેલી છે, એ પ્રમાણે પૂર્વગાથા સાથે સંબંધ છે.II૨ા અવતરણિકા :
શ્લોક-૧માં કહેલ કે જેઓને સજ્જન પ્રત્યેનો પક્ષપાત છે, તેઓ “આ સજ્જન છે” તેવો નિર્ણય થયા પછી ખલની ઉક્તિઓથી પણ તે સજ્જનને દૂષિત કરતા નથી. કેમ દૂષિત કરતા નથી ? તે સ્પષ્ટ કરવા માટે ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org