________________
સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬ શ્લોકાર્થ :
સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણગ્રહણમાં નિવેશ પામે છે, ખલની બુદ્ધિ દૂષણમાં=વિદ્વાનોને દૂષણ આપવામાં, નિવેશ પામે છે. ચક્રવાક પક્ષીની દૃષ્ટિ સૂર્યની ધૃતિમાં સંગને કરે છે. ઘુવડ પક્ષીની દૃષ્ટિ અંધકારમાં સંગને કરે છે. ૫]
ભાવાર્થ :
વિદ્વાન પુરુષોના ગુણો સૂર્યના પ્રકાશ જેવા તત્ત્વને બતાવનારા છે, અને જેમ ચક્રવાક પક્ષીની દૃષ્ટિ સૂર્યની ઘુતિના સંગને કરે છે અર્થાત્ સૂર્યની કાંતિમાં ચક્રવાક પક્ષી ખીલી ઊઠે છે, તેમ સજ્જન પુરુષો તત્ત્વને પ્રકાશ કરનારા એવા વિદ્વાન પુરુષોના ગુણોમાં બુદ્ધિને સ્થાપન કરે છે, જેથી વિદ્વાનોના ગુણોના ગ્રહણથી સજ્જનોના ગુણોની વૃદ્ધિ થાય છે. વળી, જેમ ઘુવડ અંધકારના સંગને કરે છે, તેમ ઘુવડ જેવા ખલ પુરુષો વિદ્વાનોના ગુણોનો ત્યાગ કરીને તેઓમાં દૂષણ જોવા માટે યત્ન કરે છે, તેથી પોતાના આત્માનો વિનાશ કરે 9.11411
અવતરણિકા :
વળી, દુર્જનો સજ્જનોને ઉપકાર કરે છે, તેમ બતાવીને દુર્જનની દુર્જનતા પણ સજ્જનો માટે ઉપકારી છે, તે બતાવતાં કહે છે –
શ્લોક ઃ
दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्तिसम्भवात् । व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ||६|| અન્વયાર્થ :
રૂ.=અહીં=સંસારમાં, ટુર્નનૈ:=દુર્જન વડે સતામુપયિા=સજ્જનો ઉપર ઉપકાર કરાય છે; તદ્રુોવિનયીર્તિસમ્ભવા=કેમ કે તેમના વચનના વિજયથી કીર્તિનો સંભવ છે=દુર્જનોના આક્ષેપકારી વચનોને સજ્જન પુરુષો સમભાવથી સહન કરીને જે વિજય કરે છે તેનાથી સજ્જન પુરુષોની કીર્તિનો સંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org