________________
| ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની “સજ્જનસ્તુતિદ્વાચિંશિકા'ના
શબ્દશઃ વિવેચન વેળાએ સંકલના
એકત્રીસમી બત્રીશીમાં મુક્તિનું સ્વરૂપ બતાવ્યું. તે મુક્તિને પ્રાપ્ત કરવા માટે જેઓ સર્વશે કહેલા યોગમાર્ગમાં સમ્યગુ ઉદ્યમ કરે છે, તેઓ સજ્જન પુરુષો છે. તે સજ્જન પુરુષોની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
‘સર્જન’ એ પ્રકારનો ત્રણ વર્ણવાળો શબ્દ બતાવે છે કે આ પુરુષ જગતમાં સર્વજ્ઞના વચન અનુસાર યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર સજ્જન પુરુષ છે. તેથી કોઈ ખલપુરુષ તેઓના દોષોનું ઉલ્કાવન કરે તો પણ તે દોષોથી તે ઉત્તમ પુરુષમાં શંકા થતી નથી.
વળી, સજ્જનો કેવા હોય છે તે બતાવવા માટે શ્લોક-૪માં સજ્જનને ગરુડની ઉપમા આપી છે. તેથી પણ એ નક્કી થાય છે કે સજ્જનોના હૈયામાં સદા પુરુષોત્તમ એવા તીર્થકરોનું સ્થાન છે, અને તેઓ હંમેશાં દીર્ધદષ્ટિથી તત્ત્વને જોનારા હોય છે, પરંતુ ક્યારેય વિસંવાદી વચનો બોલનારા હોતા નથી.
વળી, સજ્જનો ઉત્તમ પુરુષોના ગુણોને ગ્રહણ કરવાના યત્નવાળા હોય છે, જ્યારે ખલપુરુષો ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓની બુદ્ધિ હંમેશાં પૂર્વના મહાપુરુષોનાં દૂષણો કાઢવામાં પ્રવર્તે છે.
વળી, સજ્જન પુરુષો પૂર્વના મહાપુરુષોના ગ્રંથોને ભણીને પોતાના તે વચનોના સ્મરણ અર્થે અને યોગ્ય જીવોના ઉપકાર અર્થે નવી રચના કરે છે; પરંતુ જેઓ ધર્મ કરવાની મતિવાળા છે, છતાં જેઓની વક્ર બુદ્ધિ છે, તેઓ કહે છે કે આગમ વિદ્યમાન હોવા છતાં આ ગ્રંથોની રચના કરવી ઉચિત નથી. ખલના તે પ્રકારના વચનથી લોકોને ભ્રમ ન થાય માટે પૂ. હરિભદ્રસૂરિજીના વચનને ગ્રહણ કરીને ગ્રંથકારશ્રીએ તેનો ઉત્તર આપતાં કહ્યું કે આગમરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આ અમારી રચના છે, પરંતુ અમે કંઈક નવું કહીએ છીએ, એ પ્રકારના મદથી આ ગ્રંથરચના નથી.
વળી, ખલપુરુષો કહે છે કે “નવા ગ્રંથની રચનાથી તો પૂર્વ પૂર્વ સૂરિઓની હીલના થાય છે, કેમ કે તેઓના ગ્રંથોને છોડીને તમારા ગ્રંથોથી તમારું મહત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org