Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ મૂકી ન શકાય. પોતે એક મિશન લઈને નીકળ્યા છે. તેમાં હરિજનપ્રશ્ન, ખેડૂતપ્રશ્નો, રાજદ્વારી પ્રશ્નો વગેરે આવવાના એટલે એનો વિચાર કરવાનો છે. આ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે મુંબઈમાં મુંબઈ પ્રાયોગિક સંઘની સ્થાપના, પોતાના ગુરુદેવની હાજરીમાં ચર્ચાયા પછી થઈ તેને ગણી શકાય. જે મુંબઈ નગરીથી ગુરુ અને શિષ્ય છૂટા પડ્યા હતા ત્યાં એ જ નગરમાં ૨૨ વર્ષ પછી ગુરુશિષ્ય એક જ પાટ ઉપર બેસે, અને કિ.ઘ. મશરૂવાળાના ગુરુ પૂ. કેદારનાથજી આ પ્રસંગને અધ્યાત્મ રીતે મૂલવે એ સંતબાલજીના ક્રાંતિકારી જીવનની એક અપૂર્વ સિદ્ધિ છે. તેમણે જૈન સમાજમાં ઇતિહાસ સર્જ્યો અને ગુરુએ પ્રસન્નતાનાં પુષ્પો વેરતાં કહ્યું : “સંતબાલ જૈન સાધુ નહીં, પણ જનસાધુ છે. જે અમે ન કરી શક્યા તે તેણે કરી બતાવ્યું છે.” મહારાષ્ટ્રની પ્રવાસયાત્રા જેટલી ઝડપી થઈ એટલી મિતાક્ષરી લખાઈ છે. તેમ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સંતો પ્રત્યેની ભક્તિ જણાઈ આવે છે. યાત્રાના આ દિવસો દરમિયાન અવારનવાર અમારે પણ પ્રવાસમાં ભળવાનું બનતું. તે કાળનાં સ્મરણચિત્રો આ પાનાં પરના લખાણ વાંચતાં તાજાં થાય છે. યાત્રાની આનંદમસ્તી કંઈક ઓર હોય છે. આ યાત્રામાંના કેટલાંક સંસ્મરણો મેં સંત પરમ હિતકારી'માં ઊતાર્યા છે. સારંગપુરના શુદ્ધિપ્રયોગની વિગતે માહિતી અંબુભાઈએ “શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રોમાં આલેખી છે. ગોરાસુની સ્ત્રી હત્યા પર શ્રી નવલભાઈ શાહે “રાત પણ રડી ઊઠી' નામે નવલકથા લખી છે. શિયાળના દવાખાનાના કમ્પાઉન્ડરનાં પત્ની તારાબહેનના અગ્નિસ્નાનથી ઊડેલા તણખા કાશીબહેનની આત્મકથા “મારી અભિનવ દીક્ષા'માં વિસ્તારથી આવે છે. આમ એક સંતપુરુષના પગલે – તેની પગદંડીએ કેટલાંય પાવન દશ્યો રચાતાં સમાજે જોયાં. તેમાંથી અહીં માત્ર સામાન્ય ખ્યાલ આપ્યો છે. ડાયરીલેખન પછી મુ. મણિભાઈ તેનું ફરી વાચન કરી શકે તેવી સ્થિતિ ન હોવાથી, તેમાં સરતચૂકથી રહી ગયેલ દોષોના નિમિત્તરૂપ આ સેવકને ગણી સૌ ક્ષમા કરશે એવી આશા છે. ૧૨ માર્ચ (મહાશિવરાત્રી), ૨૦૦૨ - મનુ પંડિત જીવનસૃતિ, મણિનગર, અમદાવાદ-૮. 10 સાધુતાની પગદંડી પુસ્તક-છઠું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 250