Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ છે. આધ્યાત્મિકતાને રહેવાનું સ્થળ નીતિ છે. સમાજ જીવનને સાથે રાખીને જીવવાની રીત હોવી જોઈએ ! ગાંધીજીએ આધ્યાત્મિકતાના પ્રયોગો બતાવ્યા છે. હું તે પ્રમાણે ચાલવા ગામડાંને સ્વાવલંબી બનવા તે ઉપાડી લેવા વિનંતી કરું છું.” આ પ્રવાસના ગાળામાં તેમણે નાના-મોટા ડઝનબંધ ઉપવાસ કર્યા છે – શુદ્ધિ માટે સમાજની અને પોતાની કોઈનું ખૂન થયું, કોઈ સળગીને પ્રાણ ત્યાગ કરે છે, કોઈએ સગી આંખે પીશાચી કૃત્ય જોયું પણ સત્ય કહેવાની હિંમત નથી કરતાં. બળાત્કાર, ચારિત્ર્યહનન, ચોરી જેવા અનેક પ્રસંગોએ પોતાની જાતને તેમણે તપસ્યામાં મૂકી છે. આ બધા પાછળ તેમની આત્મજાગૃતિ કેટલી છે તેનો એક પ્રસંગ મલાડમાં એક જૈન સાધુના મિલન વખતનો નોંધાયેલ છે. મહારાજશ્રીએ કહ્યું: “તમારા વિશે આર્થિક બાબતોની વાતો થાય છે. તમે માતાજી નિમિત્તે પૈસા ભેગા કરો છો. આ વાત જો સાચી હોય તો ખુલાસો થવો જોઈએ.” સંવાદદાતાએ પોતાને નાનાલાલભાઈ નહીં, નાનાલાલ મહારાજ કહેવાનો આગ્રહ રાખ્યો અને ક્રોધ વધી જતાં : પૈસા ઊઘરાવું છું, ઊઘરાવું છું, ઊઘરાવું છું. તમારી પાસે આવું ત્યારે ના પાડજો !” પોતે શુદ્ધ હોય તો જ બીજાને સૂચવી શકે. હકીકત સાચી હોવા છતાં સામી વ્યક્તિને ક્રોધ આવ્યો, તેમાં પોતે નિમિત્ત બન્યા. કહેવા લાગ્યા : “મારા વચનથી સામી વ્યક્તિને ક્રોધ થયો એટલી મારી ખામી.” બીજો પ્રસંગ સમયપાલનની ચુસ્તતાનો. મોટા ઉપાશ્રયમાં રાત્રે દસ વાગ્યા સુધી રહેવાની મર્યાદા હતી પરંતુ એક દિવસ ચર્ચામાં થોડી મિનિટો વધી ગઈ. ચર્ચાનો વિષય છોડીને જઈ શકાય તેમ નહોતું. કોઈ તેમને ટકોર કરનાર નહોતું તેમ છતાં બીજે દિવસે એ વચનભંગ માટે પ્રાયશ્ચિત્ત લીધું. પોતાના સાથીઓના ઘડતર ખાતર પોતે કસોટીમાં મુકાય છે એવા પ્રસંગોમાં મીરાંબહેનનાં બે-ત્રણ દષ્ટાંત પણ આવે છે. તેમના ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ ભાલમાંથી પસાર થાય છે ત્યારે મીરાંબહેનને પોતાના સહપ્રવાસી તરીકે જોડાવા નિમંત્રે છે. જૈન સાધુઓ વિહારમાં સ્ત્રીઓને રાખી શકતા નથી, પણ આ તેમના ગુરુદેવની ક્રાંતિ હતી. આ ડાયરીમાં ઘાટકોપરની જે ઐતિહાસિક ઘટના - તેમનો નિવાસ કયા ઉપાશ્રયમાં રાખવો, તે અંગે શરૂઆતમાં બહુ જ વિગતથી દર્શાવ્યું છે. લોકશાહી ઢબે સૌનું માન સચવાય તે રીતે સમાધાન થયા પછી પ્રશ્ન આવે છે કે – મીરાંબહેન અહીં કાંતી નહીં શકે ત્યારે મહારાજશ્રીને ખુલાસો કરવો પડે છે કે આવી શરતો સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 250