________________
૪૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - અહિંસાધર્મને ભૂલી, અવિચારી જીવો એવું માની રિબાતા જીવોના વઘમાં પ્રેરાય છે. તેને માર્યાથી તે જીવને સુખ થશે એમ માત્ર તેની કલ્પના છે. તેને બદલે એવા જીવોને દુઃખના સમયમાં મંત્ર સંભળાવવામાં આવે તો આ ભવે શાંતિ થાય અને ભવિષ્યમાં પણ ઉત્તમ ગતિને પામે. જેમ ભરૂચમાં સમળીને મરતી વખતે મહાત્માએ મંત્ર સંભળાવવાથી તે લંકામાં રાજકુંવરી થઈ હતી. પછી જાતિસ્મરણજ્ઞાન થવાથી ભરૂચમાં આવી તે સ્થાને મોટું જિન મંદિર બંધાવ્યું; તે આજે પણ સમળી-વિહાર નામે પ્રખ્યાત છે.
નરક-કૅપે જીંવ જો પડે, અધિક દુઃખી થાય,
અજ્ઞાની જીંવને અરે! ક્યાંથી તે સમજાય? ૩૩ અર્થ - રીબાતાં પશુને મારવાથી જો રૌદ્રધ્યાનથી તેનું મરણ થાય તો તે નરકરૂપી કૂવામાં પડી વઘારે દુઃખી થાય. પણ અજ્ઞાની એવા જીવને અરે ! આ વાત ક્યાંથી સમજાય?
તરસી પાડી કૂંપ-તટે જીંભ કાઢી રિબાય,
ડોસી જળ ભરવા ગઈ, આણી હૃદય દયા ય- ૩૪ અર્થ - એક તરસથી પીડિત પાડી કુવાનાં કિનારે જીભ કાઢી રિબાતી હતી. ત્યાં એક ડોશી જળ ભરવા ગઈ. કૂવા ઉપર પાડીને જોઈ તેના હૃદયમાં દયા આવી.
પાડી પાડી કૂપમાં ઘક્કો દઈ, હરખાય;
અજ્ઞાનીની એ દયા, પ્રાણ-હરણ-ઉપાય. ૩૫ અર્થ :- દયા આવવાથી તે ડોસીમાએ પાડીને ઘક્કો દઈ કૂવામાં નાખી. પછી રાજી થવા લાગી કે હવે બિચારી ઘરાઈને પાણી પીશે. પણ તે પાડી પાછી કૂવામાંથી બહાર કેમ નીકળી શકશે તેનું તેને ભાન નથી. એમ અજ્ઞાનીની દયા તે જીવના પ્રાણ હરણ કરવાનો ઉપાય બની ગઈ. માટે હમેશાં સમ્યકજ્ઞાનને સ્યાદ્વાદપૂર્વક સમજી અહિંસા ઘર્મનું સ્વચ્છેદ મૂકીને જ્ઞાની કહે તેમ પાલન કરવું જોઈએ. જેથી જીવને શાશ્વત સુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય.
પૂર્વાપર વિરુદ્ધ જે મિથ્યા વચન-વિચાર,
માન્યાથી મુક્તિ નથી; સદ્ગુરુ-આશ્રય સાર. ૩૬ અર્થ - પૂર્વાપર એટલે આગળ પાછળ જેમાં વિરોઘ આવે એવાં મિથ્યામતવાદીઓના વચન વિચારો છે. તે માન્ય કરવાથી જીવનો મોક્ષ નથી. માટે એક આત્મજ્ઞાની સદ્ગુરુનો આશ્રય ગ્રહણ કરવો એ જ જગતમાં સારરૂપ છે. જેથી આ ભવ-પરભવ બન્ને સુઘરી જીવ શાશ્વત સુખ શાંતિને સર્વકાળને માટે પામી શકે.
સ્વચંછદ મૂકી ગુરુ આજ્ઞાએ જીવ અહિંસા ઘર્મને પાળે તો ક્રમે કરી સર્વ દોષો ક્ષય થાય. પણ આજ્ઞા પાલનમાં અલ્પ પણ શિથિલતા એટલે પ્રમાદ સેવે તો મહા દોષના જન્મ થાય છે. શિથિલતા એ પ્રમાદને લઈને છે. પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. અલ્પ પ્રમાદથી કેવા કેવા દોષો ઉત્પન્ન થઈ શકે એનો ચિતાર અનેક દ્રષ્ટાંતો સાથે આ પાઠમાં આપવામાં આવે છે :