________________
૪૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ:- જેમ ખેલતા અવસર આવ્યું “સર'નું એટલે હુકમનું પતું નાખવાનું હોય તેમ વય પરિપક્વ થઈ જાય અર્થાત્ વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે ઘર્મનું આરાઘન અવશ્ય કરીશું. ૧૦૭થી
મળે મિત્ર બહુ દિવસે, તેમ યુવાવય આવી રે,
ઘટતો આદર આપવો, યોગ્ય ભાવ ઉર લાવી રે. પ્રભુ અર્થ :- જેમ ઘણા દિવસે મિત્રનો મેળાપ થાય તેમ આ યુવાવય આવી છે તો તેને ઘટતો આદર આપવો જોઈએ અર્થાત્ તેનો ઉપયોગ કરવો જોઈએ અને ઘર્મ આરાઘવા યોગ્ય છે એવો ભાવ પણ હૃદયમાં રાખવો જોઈએ. /૧૦૮ાા
વણા વાગતી હોય ત્યાં, વેદોચ્ચાર ન છાજે રે,
તેમ તમે ઘો બોઘ તે, લાગે મુજને આજે રે. પ્રભુ અર્થ – જ્યારે ગાનતાન અર્થે વીણા વાગતી હોય તે વખતે વેદોચ્ચાર એટલે ઘર્મનો ઉપદેશ કરવો તે શોભાને પામતો નથી; તેમ આજે અયોગ્ય અવસરે યુવાવયમાં ઘર્મનો બોઘ કરો છો તે પણ મને તેવો લાગે છે. ૧૦૯ાા
સુઘર્મ-ફળ સુર-લોક તે, લાગે સંશયવાળું રે, પ્રત્યક્ષ સુખ નિષેઘતા આપે શું હિત ભાળ્યું રે?”
પ્રભુ પરમ ઉપકારી રે. અર્થ – વળી મહારાજા કહે : સઘર્મનું ફળ દેવલોક છે તે મને સંદેહવાળું લાગે છે. તથા પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલ આ સુખનો તમે નિષેઘ કરો છો, તો તેમાં તમે મારું એમાં શું હિત ભાળ્યું ? એ વાતનો સ્પષ્ટતાથી ખુલાસો કરો. ૧૧૦ના
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૨ (રાગ-દર્શન તારા વૃષ્ટિમાં, મનમોહન મેરે)
સ્વયંબુદ્ધ મંત્રી કહે: “ખરી વાત સુણાવું,” નમી નૃપ સન્મુખ રે; “ખરી વાત સુણાવું; સત્ય ઘર્મનાં ફળ વિષે, ખરી વાત સુણાવું;
શંકા ટાળે સુખ રે, ખરી વાત સુણાવું, અર્થ :- રાજાના વચનો સાંભળી સ્વયંબુદ્ધ મંત્રી અંજલિ જોડી કહેવા લાગ્યાઃ રાજ! સત્ય ઘર્મના ફળ વિષેની શંકા ટળવાથી સુખ થશે એ વિષે હું આપને ખરી વાત સુણાવું છું. તે આપ સાંભળો. ૧ાા