________________
૫૭૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અલ્પ પરિચય વિષયાદિનો કરી, સત્ય પરિચય સાથે,
દોષ ટળી, દ્રઢ ભક્તિ જાગ્યે જ્ઞાનદશા ર્જીવ આરાશે. ૨૪ અર્થ - અનાદિથી દેહમાં આત્મબુદ્ધિરૂપ વિપરીતતા છે. તેથી દેહને કેમ સુખ ઊપજે તેવું જ વિપરીત વર્તન થાય છે. પણ જ્ઞાની પુરુષનો જીવ આશ્રય કરે, તેમનું શરણ લે તો તેમના બોઘથી આત્મા વગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પણ તેને ગમવા લાગશે. તે માટે હવે પાંચ ઇન્દ્રિયના વિષયાદિનો અલ્પ પરિચય કરી સત્પરુષના બોઘનો પરિચય વધારે તો અનુક્રમે બધા દોષો ટળી જઈ, સપુરુષ પ્રત્યે દ્રઢ ભક્તિ જાગૃત થઈ, જ્ઞાનદશાને પામી જીવન્મુક્ત થાય.
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દૃઢ થાય; તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.” (વ.પૃ.૪૫૪) (૨૪)
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો
ભાગ-૨ (રાગ–ઉપરનો ચાલુ-દ્રષ્ટિ આઠમી સાર સમાધિ,)
“ “દુર્લભ નરભવ!” “ભક્તિ કરવી” આપ કહો છો ઉત્તમ જો, કેમ જગત-ઑવ કરતા નથી સૌ, ગણી સરસ ને સુંગમ તો?” સગુરુ કરુણા આણી વાણી, દઈ દ્રષ્ટાંત હવે વદતા :
“રત્ન મનોહર રસ્તામાં જો, ખુલ્લું છે જ્યાં જન ફરતા. ૧ અર્થ - જિજ્ઞાસુ શ્રીગુરુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! નરભવ દુર્લભ છે! માટે ભગવાનના શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરીને તે સ્વરૂપ પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ જ કરવા યોગ્ય ઉત્તમ કાર્ય છે એમ આપ કહો છો; તો જગતના સર્વ જીવો ભક્તિને જ સરસ અને સુગમ આરાઘનાની પદ્ધતિ જાણી કેમ કરતા નથી? તેના જવાબમાં સગુરુ ભગવંત કરુણા લાવી દ્રષ્ટાંત સાથે આ વાતનો ખુલાસો કરે છે. એક મનોહર રત્ન, જ્યાં લોકો ફરે છે ત્યાં રસ્તામાં ખુલ્લું પડ્યું છે. તેના
મદિરા-મદથી મસ્ત બનીને ટોળું મોટું ત્યાં આવે, તડકે રત્ન ચળકતું ભાળી, ભડકે, મણિધર મન લાવે; મસ્તી કરતા કોઈ ગયા વહી, કોઈ કાચઑપ જાણે રે! આંખો મીંચી અંઘ-રમતમાં કોઈ અન્યને તાણે રે!૨