Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 1
________________ ૪૦૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ગુરુ, સદ્નાન, જ્ઞાનીમાં કરાવે એકતા સાચી, સ્વરૂપે સ્થિરતા દેતું, મનાવે થર્મ, એ કૂંચી. ૨૬ = રી અર્થ :- સદ્ગુરુ અધવા તેમનું બોધેલું સમ્યજ્ઞાન તે જ્ઞાનીપુરુષના સ્વરૂપમાં સાચી એકતા કરાવે છે અર્થાત્ જ્ઞાનીપુરુષનાં આત્માનું સ્વરૂપ અને મારા આત્માનું સ્વરૂપ નિશ્ચયનયે એક રૂપે જ છે. તે સમ્યજ્ઞાન કાળાંતરે સ્વસ્વરૂપમાં સ્થિરતા આપે છે, અને આત્મધર્મમાં શ્રદ્ધા કરાવે છે. માટે સદ્ગુરુ કે તેના વચનામૃત એ આત્મથન મેળવવા માટે કૂંચી સમાન છે, “સમ્યક્ત્તાનથી સમ્યક્દર્શન થાય છે.’૧.૬.૮૧૯) ।।૨૬। ઉઘાડે કર્મરૂપ તાળાં, અનાદિથી વસાતાં જે; જવા કે ના અોમાર્ગે, વળાવો ઠેઠનો આ છે. ૨૭ અર્થ :– સમ્યગ્દર્શન અનાદિકાળથી વસાયેલા કર્મરૂપી તાળાને ઉઘાડે છે. વળી અધોગતિના માર્ગે જવા દે નહીં એવો આ ઠેઠ મોક્ષ સુધીનો વળાવો છે. “આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે.’” (વ.પૂ.૭૩) ‘“જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય; કેટલાય તાળ ઉઘડી જાય.” (પૃ.૩૩) ||૨૭|| ગ્રહો જો હાથ તેનો તો, જરૂર મોક્ષે જવું પડશે, ચહ્નો કે ના ચહો તોયે, બધાંયે કર્મ-તુષ છડશે. ૨૮ અર્થ :• સમ્યક્દર્શન જો એકવાર કરી લીધું તો જરૂર મોક્ષે જવું પડશે. પછી તમે ઇચ્છો કે ન ઇચ્છો તો પન્ન બધાએ કર્મરૂપી તુષ એટલે ફોતરા ખરી જશે. “સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે ઃ—'મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હોય તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષ પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ઘારણ કરે તોપણ અર્થપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે’! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૪૩) ।।૨૮।। ન સારું સ્વર્ગ એ વિના, સુદર્શન સહ નરકવાસો ભલો જ્ઞાની જનો માને; સુણી આ એ જ ઉપાસો. ૨૯ અર્થ :– સમ્યક્દર્શન વિના સ્વર્ગમાં જવું સારું નહીં. કારણ ત્યાં જઈ મોહમાં ફસાઈ જઈ જીવ પાછો હલકી ગતિમાં જઈ પડશે. જ્યારે સમ્યક્દર્શન સાથે નરકાવાસને પણ જ્ઞાની જનો ભલો માને છે. કેમકે નરકમાં હમેશાં દુઃખ હોવાથી સમ્યક્દર્શન છૂટી જતું નથી. માટે સમ્યક્દર્શનની પ્રાપ્તિ અર્થે ગુરુ આન્નાએ દેહથી ભિન્ન એવા આત્માની ભાવના ભાવી આત્મભાવને જ દૃઢ કર્યા કરો. ।।૨૯।। કરુણા, મૈત્રી, સમતાર્દિ, સુદર્શન સહિત ફળદાતા, વિના તેના ન છુટકારો, મીંડાં સૌ એકડો જાતાં. ૩૦ અર્થ : • મૈત્રી, પ્રમોદ, કરુણા અને સમતા એટલે માધ્યસ્ય એ ચાર ભાવનાઓ કલ્યાણમય અને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 207