Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ (૯૨) વિભાવ ४०७ અશુદ્ધતામાં પણ ચિંતવતાં શુદ્ધપણું સમજાશે, નીચેના દૃષ્ટાંતે વિચારો, શુદ્ધિ સાબિત થાશે. ૭ અર્થ - સ્વગુણને છોડી પરગુણરૂપે જ્યારે જીવ પરિણમે ત્યારે કર્મબંઘન થાય છે. એવું જે પરિણમન થવું તે આત્માની અશુદ્ધિ છે. કેમકે ત્યાં પદાર્થ પોતાના મૂળ સ્વભાવની શુદ્ધતા તજીને અશુદ્ધરૂપે પરિણમે છે. આત્માની અશુદ્ધતામાં પણ તેના મૂળ સ્વભાવને ચિંતવતા તેનું શુદ્ધપણું સમજવામાં આવશે. નીચેની ગાથામાં તેના દ્રષ્ટાંતો આપ્યા છે તે વિચારો તો તમને પણ આત્મામાં મૂળ સ્વરૂપે રહેલી શુદ્ધતાની ખાત્રી થશે. શા. ચાંદી આદિ સાથે ભળી સોનું ભિન્ન ભિન્ન રૅપ ઘારે, અન્ય ભેળને અવગણ સોની ર્કીમતી કનક વિચારે; સુવર્ણ વર્ણ અનેક ઘરે પણ શુદ્ધ સુવર્ણ દ્રષ્ટિ દેતાં, ભાસે ભેળ શૂન્યવત્, દેખે તેમ સુદ્રષ્ટિ. ૮ અર્થ :- ચાંદી આદિ દ્રવ્યો સાથે ભળી સોનું અનેક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. પણ સોની સોનાને કસોટી પર કસી તેની પરીક્ષા કરતાં સમયે તે અન્ય ચાંદીના ભેળને અવગણી અર્થાત્ મનમાં તેને બાદ કરી કનક એટલે સોનાની કિંમત આંકે છે. સોનું, ચાંદી આદિના ભેળસેળને કારણે અનેક રંગ ઘરે છે પણ સોનીની શુદ્ધ સુવર્ણ ઉપર માત્ર દ્રષ્ટિ હોવાથી તેને ચાંદી આદિના ભેળસેળ શૂન્યવત્ ભાસે છે. તેમ સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓની દ્રષ્ટિ સુવર્ણ જેવા પોતાના શુદ્ધ આત્મા ઉપર હોવાથી તેમને આ કર્મોના ભેળસેળથી ઉત્પન્ન થતી શરીર આદિ વસ્તુઓ તુચ્છ અથવા શૂન્યવત્ ભાસે છે. દા. ક્ષીર-નીરમાંથી ક્ષીર પીતા રાજહંસ ઉર ઘારો, તેમ કર્મસંયોગે તોયે આત્મા શુદ્ધ વિચારો; સાધ્ય અર્થ અવિરોઘ રીતથી બતાવતાં દ્રષ્ટાંતો વિચારવાં હિતકારી સર્વે, બ્લવી વિભાવવાતો. ૯ અર્થ :- ક્ષીર એટલે દૂઘ અને નીર એટલે પાણી. દૂઘ અને પાણી ભેગા હોવા છતાં રાજહંસ તેમાંથી દૂઘ પી જાય છે અને પાણીને રહેવા દે છે. તેમ આત્મા કર્મના સંયોગે ભલે આ દેહમાં રહેલો છે પણ મૂળ સ્વરૂપે જોતાં તો તે શુદ્ધ છે એમ વિચારો. સાધ્ય એટલે સિદ્ધ કરવાયોગ એવા અર્થ એટલે આત્મ પ્રયોજનને અવિરોઘ રીતે બતાવનાર સર્વે દ્રષ્ટાંતોને વિચારવાં તે આત્મપ્રાપ્તિ માટે હિતકારી છે. તે વિચારી વિભાવની વાતોને ભૂલી સ્વભાવ સન્મુખ રહેવાથી જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે તે દ્રષ્ટાંતો જણાવે છે - હા પદ્મપત્ર જલમગ્ન છતાંયે જલથી ભિન્ન ગણાય, અસ્પૃશ્ય જલથી રહેવાનો તેમાં ગુણ જણાયે; સંસારી જીંવ તેમ શરીરે મગ્ન છતાં છે ત્યારો, જીંવ-પુગલના સ્વભાવ જાદા, ત્રણે કાળ ઉર ઘારો. ૧૦ અર્થ - પદ્મપત્ર એટલે કમળ જલમાં રહેલું હોવા છતાં તે જલથી જુદું ગણાય છે, કારણ તે જલને કદી સ્પર્શ કરતું નથી, અસ્પૃશ્ય રહેવાનો તેનો આ ગુણ છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 207