Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :– મીઠાની ખારી કાંકરી તે માત્ર લવણરસવાળી હોવા છતાં પણ તે અનેક પ્રકારના શાકમાં ભળીને ભિન્ન ભિન્ન પ્રકારના રસ દેવાવાળી થાય છે. તેમ જીવ પણ પૌદ્ગલિક કાર્યણ વર્ગણાઓના યોગે અનેક રાગદ્વેષમય વિકારોને ધારણ કરે છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપના રસનો આસ્વાદ લેવા માટે નિશ્ચયનયથી આત્માનું જે મૂળ સજાત્મસ્વરૂપ છે તેનો વિચાર કરો. ।।૧૭।। ૪૧૦ શુદ્ધિ, અશુદ્ધિ સાપેક્ષિત પદ, તે જ સ્વભાવ, વિભાવો; એકાન્તે નિશ્ચયનય મિથ્યા, એ પણ ઉરમાં લાવો. સદ્ભૂત નિશ્ચયનય હિતકારી, દિવસ સમાન ગણાયે; રાત્રિ વિના સંભવ નહિ દિનનો, તેથી અન્ય નય ન્યાયે. ૧૮ અર્થ :— આત્માને શુદ્ધ કે અશુદ્ધ કહેવો તે અપેક્ષા સહિત છે. આત્માની શુદ્ધ અવસ્થા તે તેનો સ્વભાવ છે અને અશુદ્ધતા તે તેનો વિભાવિક ભાવ છે. એકાન્તે નિશ્ચયનયથી આત્માને શુદ્ધ માનવો તે પણ મિથ્યા છે. કેમકે “કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ?’’ એ વાતને હૃદયમાં લાવી વિચારવી જોઈએ. વાસ્તવિક રીતે નિશ્ચયનય આત્માના મૂળ સ્વરૂપને બતાવનાર હોવાથી કલ્યાણકારી છે, તેને દિવસ સમાન જાણો. પણ રાત્રિ વિના જેમ દિવસનો સંભવ નથી. તેમ બીજા વ્યવહારનય આદિને પણ યથાયોગ્ય સ્થાને ન્યાય આપવો યોગ્ય છે. અર્થાત્ “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય.’’ નિશ્ચયનયમય આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખી વ્યવહારરૂપ ધર્મક્રિયામાં પ્રવર્તવું યોગ્ય છે. વ્યવહાર ધર્મ વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ નથી. માટે આત્માના શુદ્ધ સ્વભાવને પામવા વિભાવરૂપ રાગદ્વેષાદિભાવોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ; જેથી શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ આત્મા સર્વ કાળ સુખશાંતિને પામી, મોક્ષમાં જઈ વિરાજમાન થાય. ।।૧૮। આત્મામાંથી વિભાવભાવો ગયા વિના સત્ય સુખનો રસાસ્વાદ આવે નહીં. સિદ્ઘ અવસ્થામાં ભગવંતો સદા આત્માના અનંતસુખમાં વિરાજમાન છે. તે સત્યસુખને પામવા માટે પ્રથમ સમ્યક્દર્શન જોઈએ. તે મેળવવા આત્મજ્ઞાની ગુરુને સર્વસ્વ માની તેની આજ્ઞામાં વર્તવું જોઈએ. તો આત્મસુખના રસાસ્વાદની જીવને પ્રાપ્તિ થાય. વળી સદ્ગુરુની આજ્ઞામાં વર્તવા માટે આરંભપરિગ્રહનું અલ્પત્વ કરી સત્સંગ કરવો જોઈએ, વગેરે ઉપાયોની આ પાઠમાં સ્પષ્ટતા કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે :— (૯૩) રસાસ્વાદ (ભુજંગમયાન છંદ) * રસાસ્વાદની જે અખંડિત ઘારા, સદા સેવતા શ્રી ગુરુ રાજ મારા; નમું પ્રેમથી તેમના પાદમાં છે, કૃપા એ કૃપાળુ કરો એમ માગું, ૧ અર્થ :– આત્માના અનુભવરસનું આસ્વાદન એટલે વેદન કરવું તે રસાસ્વાદ. એવા રસાસ્વાદનુંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 207