________________
(૭) આત્મ-ભાવના
૪૩૭ તથા સૂર્યના તેજથી તે ઘેલું બને છે, અર્થાત્ કમળ બિડાયેલું હોય તો પણ સૂર્યના તેજથી તે ખીલી ઊઠે છે. માટીના વાસણ ભલે જુદા આકારે હોય તો પણ દરેક વાસણ માટીના જ બનેલા છે. તેમ આત્મા કર્મના સંયોગે અનેક પર્યાય પામે તો પણ તે સદા આત્મારૂપે જ અનન્ય રહે છે; બીજા રૂપે થતો નથી. //પા.
આદ્યત-મધ્યે કર્દી માર્ટી વિના, રહે નહીં, દ્રષ્ટિ ગણો નવી ના;
વારિધિ મોજાંથી જણાય ક્ષુબ્ધ, અનિલ-યોગે, ન વિચાર-સિદ્ધ; ૬ અર્થ - આદિ, અંત કે મધ્યમાં તે વાસણ માટીરૂપે જ રહે છે. માટી વિના વાસણનું અસ્તિત્વ રહે નહીં. આ કોઈ નવી દ્રષ્ટિ એટલે નવીન વાત નથી પણ અનાદિથી એમ જ છે.
વારિધિ એટલે સમુદ્ર, તે મોજાંથી ક્ષુબ્ધ એટલે ખળખળાટવાળો જણાય પણ તે અનિલ એટલે પવનના યોગથી છે. એ વાત વિચારથી સિદ્ધ ન થાય તો જળની બીજી સ્થિતિનો વિચાર કરીએ. IIકા
ગોળે રહેલું જળ શાંત નિત્ય, સહાય વિના સ્વરૃપે રહે તે;
આકાર સોનું ઘરતું ઘણાયે, ન કોઈ આકાર રૂપે સદાયે. ૭ અર્થ - ગોળામાં રહેલું જળ હમેશાં શાંત રહે છે. કોઈની સહાય વિના સદા સ્વરૂપમાં રહે છે; ખળખળાટ કરતું નથી. તેમ આત્મા પણ કર્મના અભાવે પોતાના સહજ સ્વરૂપમાં રહે છે. સોનું અનેક આકારને ઘારણ કરે છે. તે કોઈ એક આકારરૂપે હમેશાં રહેતું નથી. શા
સામાન્યતા સર્વ વિષે જ સાચી, રહો ને તત્કાળ-રૂપે ય રાચી;
વિરોઘી અગ્નિ-જળના સ્વભાવો, ઊના જળ એક, ન ચિત્ત લાવો. ૮ અર્થ:- સોનાની સર્વ પર્યાયોમાં, સોનાની સામાન્યતા એટલે હોવાપણું તો છે જ, એ વાત સાવ સાચી છે. પણ સોનાની કોઈ તત્કાળ પર્યાય જોઈ તે પર્યાયને જ વસ્તુનું સ્વરૂપ ન માનો. તેમ આત્મા મનુષ્યાદિ કોઈ પણ પર્યાયમાં હોય પણ તે પર્યાયને જ આત્મા ન માનો. અગ્નિ અને જળના સ્વભાવો વિરોધી છે. તેથી ઊનું જળ જોઈને આ તો ગરમ જ છે એમ એકાંતે ન માનો. દા.
પાણી પડે ઉષ્ણ છતાં ય લાળા બુઝાઈ જાતા નજરે નિહાળ્યા;
તેવી રીતે સર્વ વિશેષણો એ; સદાય આત્મા સ્વરૃપે ગણ્યો છે. ૯ અર્થ - કેમકે ઉષ્ણ એટલે ગરમપાણીની ઘાર પણ જો લાળા એટલે અંગારા (દેવતા) ઉપર પડે તો તે બુઝાઈ જાય છે, એમ નજરે જોયું છે. કેમકે પાણી સંયોગે ગરમ હોવા છતાં પણ તે સ્વભાવથી તો શીતળ જ છે. તેવી રીતે સર્વ વિશેષણોથી યુક્ત એટલે ક્રોધાત્મા, માનાત્મા, માયાવાળો આત્મા, કે લોભવાળો આત્મા વગેરે કર્મને આધીન દેખાવા છતાં પણ તે સદા પોતાના સ્વરૂપમાં રહે છે. સ્વસ્વરૂપનો તે કદી ત્યાગ કરતો નથી. Iો.
જેવા થવું હોય, સદાય તેવો, વિચાર-અભ્યાસ અનન્ય સેવો;
દેહાદિ-ચિંતા-ફળ દેહ ભાળો, સ્વરૂપ-સંગે પરમાત્મતા લ્યો. ૧૦ અર્થ:- જેવા થવું હોય તેવો સદૈવ વિચારરૂપ અભ્યાસ અનન્ય એટલે તે મય થઈને સેવો. દેહ, કુટુંબાદિમાં તે મય થઈ ચિંતા કરવાનું ફળ નવા દેહ ઘારણ કરવાનું થશે અને આત્મામાં આત્મબુદ્ધિ થઈ સ્વરૂપ તન્મયતાનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ આવશે.