________________
(૯૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૫
અર્થ :— એક દિવસ એકાંતમાં તે બુદ્ધિમાન, પરાક્રમી તથા તત્ત્વજ્ઞ વિદ્યાઘરપતિ રાજા શતબલ વિચારવા લાગ્યા કે અહો! આ કાયા તો સ્વાભાવિકરૂપે અશુચિમય પદાર્થોની જ ભરેલી છે. તેના ઉપર રહેલાં આ વસ્ત્ર, આભૂષણ અને ચામડી જીવને મોહ કરાવી મનને ભ્રમમાં નાખે છે. ।।૩૮।। અંતે પોત પ્રકાશતી કપટી નરના જેવી રે, વિષ્ટા-મૂત્ર-કહાદિથી વાનગી દેખી લેવી ૨, પ્રભુ
અર્થ :— – અંતે આ કાથા પોતાનું પોત પ્રકાશે છે. કપટી એવા દુર્જન જેવી આ કાયા છે. અનેક પ્રકારે એની સંભાળ લેવા છતાં જો એકવાર એની સંભાળ ન લે તો તત્કાળ તે દુષ્ટ પુરુષની જેમ વિકૃતિને પામે છે. “દુર્જન, દેહ સ્વભાવ બરાબર, રીઝે તો ચાટે અને ખીજે તો કાટે.’’ આ કાયામાં શું ભરેલું છે? જે ‘કુવામાં હોય તે હવાડામાં આવે.' તેમ વિષ્ઠા, મૂત્ર, કફ આદિ શરીરમાં ભરેલા છે તો બહાર આવે છે. બહાર પડેલા વિષ્ઠા, મૂત્ર, કફ વગેરેને જોઈ મન દુભાય છે, જ્યારે એ જ વસ્તુ શરીરની અંદર રહેલી છે તો એવા શ૨ી૨ને જોઈ મન કેમ દુભાતું નથી? ।।૩૯।।
ચામડી દૂર કરી જાઓ, હાડમાંસનો માળો રે, મોહ પમાડે ચામડી, ચામડીઆ-ભૂલ ભાળો રે. પ્રભુ
અર્થ :– માખીની પાખ જેવી આ ચામડીને દૂર કરી જુઓ તો અંદર હાડમાંસનો માળો જ લાગશે.
-
માત્ર આ ઉપરની ચામડી જીવને મોહ પમાડે છે, જેમ ચામડીઓ ચમાર ચામડું જુએ, તેમ મોહવશ આ જીવ પણ વ્યક્તિનું ચામડું જુએ છે. પણ ચામડીના નીચે શું ભરેલું છે તેનો વિચાર કરતો નથી. એ જ એની ભૂલ છે. હવે તે ભૂલને લક્ષમાં લેવી જોઈએ. ૫૪ના
વૃક્ષ-કોટ૨ે જઈ વસે વીંછી આદિ પ્રાણી રે,
તેમ જરાવસ્થા વિષે રોગ વસે લે જાણી રે. પ્રભુ
અર્થ :— જીર્ણ થયેલા વૃક્ષના કોટર એટલે બખોલમાં જેમ વીંછી, સાપ આદિ ઝેરી પ્રાણીઓ જઈ વસે છે તેમ જજીર્ણ થયેલ શરીરની વૃદ્ધાવસ્થારૂપ બખોલમાં અનેક રોગો આવી વસે છે તે ઘ્યાનમાં રાખવા યોગ્ય છે. ||૪||
ભોગ ભુજંગ-ફણા સમા, સ્વપ્ન સમા સંયોગો રે, ક્રોધ-લોભ-કામાગ્નિમાં કાષ્ઠ સમા વિયોગો રે. પ્રભુ
અર્થ :— આ પાંચ ઇન્દ્રિયના ભોગો તે ભુજંગ એટલે સાપની ફ્સા સમાન દુઃખદાયી છે. બઘા સંયોગો સ્વપ્ન સમાન નાશવંત છે. શરીરમાં રહેલો આ આત્મા તે ક્રોધ, લોભ તથા કામાગ્નિમાં કાષ્ઠ એટલે લાકડાં સમાન બની તેમાં હોમાય છે; અને તે તે પદાર્થોના વિયોગને પામે છે. વિષયોમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાં કીડાની પેઠે પડયા રહે છે પણ કાંઈ વિરાગને પામતા નથી. ।।૪૨।। અંઘ સમો જીંવ ના એ, પગ પાસેનો કૂવો રે,
તેમ મરણ-ભય ના ગણું; ગયા કેટલા, જ્જુઓ રે. પ્રભુ
અર્થ :— દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, આંઘળા જેવો છે. જેમ આંધળો પાસે રહેલા કૂવાને જોતો નથી. તેમ વિષય લંપટી જીવ મરણના ભયને ગણતો નથી. પૂર્વે એવા મરણો