Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 187
________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ ૫૮૩ તથા પાંચ કવડીને અઢાર ફુલથી કુમારપાળે કરેલ ભગવાનની પૂજા, અથવા શાલિભદ્રના પૂર્વભવમાં આપેલ ખીરના દાનની કથા તથા ઘન્યમુનિના તપની કથા અથવા સુદર્શન શેઠના શીલની કથા વગેરે સાંભળીને તેને રોમાંચ થાય છે. અથવા ભીલે જ્ઞાનીની આજ્ઞાથી કાગડાનું માંસ ત્યાગવાથી શ્રેણિક રાજા બની સમ્યગ્દર્શન પામ્યો એવી કથા વગેરેના શ્રવણમાં અત્યંત ઉલ્લાસભાવ આવવાથી તેના હૃદયમાં પ્રતિદિન ઘર્મનેહ વધતો જાય છે. આવા ભાવો પ્રથમ દ્રષ્ટિવાળાને હોય છે. ૧૧ાા તારાષ્ટિ પ્રેમ જગાવે, યોગ-કથામાં લીન કરે, નિયમ ઘરે નિજ દોષો દેખે, ગુણીજન-ગુણો ઉર ઘરે; આગ્રહ શાસ્ત્ર તણો ત, માને શિષ્ટ શિખામણ સજ્જનની, ભવ-ભય જાગે, નિજ હઠ ત્યાગે, સવિનય છાપ સુવર્તનની. ૧૨ અર્થ - પહેલી દ્રષ્ટિમાં સપુરુષનો યોગ તથા બોઘ મળવાથી જીવને સત્ પ્રત્યે પ્રેમ જાગે છે અને સમજણની વૃદ્ધિ થઈ તે બીજી તારા દ્રષ્ટિમાં આવે છે. બીજી તારાદ્રષ્ટિ :–અહીં બોઘનું બળ વૃદ્ધિ પામે છે અને પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વઘારે વાર ટકે છે. આ દ્રષ્ટિમાં આવેલ મુમુક્ષુને સમ્યગ્દર્શન પ્રાપ્તિની યોગ કથા તથા મહાપુરુષોએ કરેલા અજબ પુરુષાર્થની કથા સાંભળવી બહુ ગમે છે. તે જીવ ભવભીરુ હોવાથી અનુચિત આચરણ અથવા કોઈ પ્રકારે પાપમાં પ્રવૃત્તિ કરતો નથી. પણ સદ્ગુરુ જેમ કહે તેમ કરવા તે તત્પર હોય છે. આ દ્રષ્ટિમાં વર્તતા જીવને નિયમ નામનું યોગનું અંગ પ્રગટે છે. તેથી શૌચ (પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરધ્યાન નામના સદ્વર્તનમાં વર્તવારૂપ મુખ્યપણે પાંચ નિયમોને તે ઘારણ કરે છે. આ દ્રષ્ટિવાળાને ઉદ્વેગ એટલે શુભક્રિયા કરવામાં અરુચિ નામનો દોષ દૂર થાય છે. અને સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છ પદ વગેરે તત્ત્વ સમજવાની તીવ્ર ઇચ્છારૂપ જિજ્ઞાસા નામનો ગુણ પ્રગટે છે. તારા દૃષ્ટિવાળો જીવ વીસ દોહામાં કહ્યું તેમ પોતાના દોષ જુએ છે. પોતામાં ગુણ હોવા છતાં તેમાં ઉણપ જુએ અને ગુણીજનોના ગુણોને દેખી વિનયપૂર્વક પોતાના હૃદયમાં તે ઘારણ કરે છે. શાસ્ત્રો ઘણા છે, તેનો પાર નથી. તે સમજવા જેટલી બુદ્ધિ પણ મારામાં નથી. વળી આ કાળમાં આયુષ્ય ઓછા તેથી શાસ્ત્રો જાણવાનો આગ્રહ છોડી આતપુરુષ જ્ઞાની કહે તેને જ તે પ્રમાણભૂત માને છે. શિષ્ટ એટલે વિદ્વાન આત્માનુભવી જ્ઞાની પુરુષો જે શિખામણ આપે તેને જ શ્રદ્ધાપૂર્વક માન્ય કરી તે પ્રમાણે વર્તન કરે છે. આ દ્રષ્ટિવાળાને સંસારનો ભય લાગે છે કે રખેને સંસાર વધી ન જાય. સંસારના કહેવાતા સુખને પણ તે દુ:ખની ખાણ માને છે. અને સદા જાગૃત રહે છે. સદ્ગુરુ મળ્યા પહેલા જે જે આગ્રહો ગ્રહ્યા હતા તેને ત્યાગે છે. સ્વચ્છેદે જે વાંચ્યું કે નિર્ણય કરી રાખ્યા હતા તેની હઠને છોડે છે અને સદ્ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી પોતાનો સ્વચ્છેદ મૂકી તેમની આજ્ઞા પ્રમાણે સુવર્તન કરે છે. તેના સુવિનયની છાપ પોતાના આત્માને જ કલ્યાણકારક નીવડે છે. તેમજ બીજા ઉપર પણ છાપ પડે છે. |૧૨ાા છાણાના અગ્નિ સમ છૂપો બોઘ ટકે છે તારામાં, બલાદ્રષ્ટિમાં કાષ્ઠઅગ્નિ સમ, બળવાળો વાગ્ધારામાં;

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207