Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 188
________________ ૫૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વિચારણા જાગે છે એથી, શ્રવણ-ભાવ વળી વઘતો રે, વ્યસની સમ સંકટ ના લેખે, દ્રઢ આસન-જય કરતો રે. ૧૩ અર્થ - ગોમય એટલે ગાયના છાણનો અગ્નિ ગુપ્ત રીતે લાગ્યા કરે તેમ આ તારા નામની બીજી દ્રષ્ટિમાં બોઘનું બળ પહેલી દ્રષ્ટિ કરતાં કંઈક વધારે વાર ટકે છે; અને ભવ્યાત્મા પોતાનું આત્મકાર્ય ગુપચુપ કર્યા કરે છે. ત્રીજી બલાદ્રષ્ટિ – હવે ત્રીજી બલા નામની દ્રષ્ટિમાં વાઘારા એટલે સત્પરુષની વાણીની ઘારાનું બળ કાષ્ટઅગ્નિ સમાન હોય છે. જેમ કાષ્ટ એટલે લાકડાનો અગ્નિ બળી રહે છતાં પાછળ અગ્નિ રહે તે કામ આવે છે. તેમ ઉપદેશનું નિમિત્ત ન હોય તો પણ પહેલા સાંભળેલું યાદ આવે છે. અને સતુની માન્યતા એટલે શ્રદ્ધા દ્રઢ થતી જાય છે. સત્સંગમાં ન હોય, અન્ય કાર્ય કરતા હોય તો પણ મુમુક્ષતા ટકી રહે છે. તથા સંસારના કાર્યો પ્રત્યે વૈરાગ્યભાવ જાગૃત રહે છે. સપુરુષના બોઘથી ઉત્તમ નવીન સુવિચારણા જાગે છે. તેથી આ દ્રષ્ટિવાળાને સુશ્રુષા નામનો ગુણ પ્રગટે છે. તેથી સત્પરુષનો બોઘ સાંભળવાની વારંવાર પ્રબળ ઇચ્છા રહ્યા કરે છે કે ફરી મને ક્યારે બોઘ સાંભળવાનો યોગ મળશે. અને પુરુષાર્થ કરીને પણ તેવું નિમિત્ત શોધીને મેળવે છે. તે બોઘ સાંભળવાની ઇચ્છા કેવી પ્રબળ હોય છે તેનું અત્રે દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ નીરોગી યુવાન પોતાની સ્ત્રી સાથે બધી સુખ સામગ્રી સહિત બેઠો હોય અને કોઈ દેવતાઈ સંગીત સંભળાય તો તે સર્વ મૂકીને તે સાંભળવા જાય. તેને તે વિશેષ પ્રિય લાગે છે. તેમ આ દ્રષ્ટિવાળાને ભલે રાજકુમાર જેવું સુખ હોય તો પણ ચેન ન પડે અને તત્ત્વ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી ત્યાં જાય અને શ્રીગુરુનો સારી રીતે વિનય કરે એવો તે સુવિનીત બની જાય છે. વળી શ્રવણ-ભાવ એટલે સાંભળવાની ઇચ્છા દિનોદિન વઘતી જાય છે. તે કેવી રીતે? તો કે આ દ્રષ્ટિવાળાને બોઘ સાંભળવાની પ્રબળ ઇચ્છા હોવાથી, બોઘનો પ્રવાહ કૂવામાંથી આવતી પાણીની સેર જેવું કામ કરે છે. કુવાની શેરમાંથી જેમ નવું નવું પાણી આવ્યા કરે તેમ બોઘ શ્રવણની ઇચ્છાથી તેને નવી નવી વિચારધારાઓ આવ્યા કરે છે. બોઘ સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે થલ કૂપ એટલે પાણી વિનાના ખાલી ખાડા જેવું નકામું છે; અર્થાત્ શુશ્રુષા ગુણ એટલે સાંભળવાની ઇચ્છા વગરનું શાસ્ત્ર શ્રવણ તે નવીન વિચારણા ઉત્પન્ન કરી શકે નહીં. તેથી તે નકામું છે. જ્યારે શુશ્રુષા ગુણ એવો છે કે સાંભળવાની ઇચ્છા હોવા છતાં સાંભળવાનું ન મળે તો પણ તેને લાભનું કારણ થાય છે. પુરુષના વચન પ્રત્યે બહુમાન રુચિ અને તે વચનોનું મનમાં પ્રામાણિકપણું રહેવાથી તેના સહેજે કર્મના આવરણ ઘટે છે, બોઘપ્રાપ્તિના અંતરાય ટળે છે અને વિના સાંભળ્યું પણ તેની કાર્યસિદ્ધિ થાય છે. તે પર એક દ્રષ્ટાંત જણાવે છે. જેમ કોઈ માણસ રાજાની પાસે આવી ફરિયાદ કરી જાય, ત્યારે રાજા સુતા હોય, ઉંઘતા હોય તેથી કંઈ સાંભળે નહીં. પણ પેલો માણસ રાજાને ફરિયાદ કરી આવ્યો એમ જાણી તેનું મહત્ત્વ વધી જાય અને પ્રતિપક્ષી પણ ડરી જઈ ઘરમેળે જ ઝઘડો પતાવી દે. તેમ માત્ર બોઘ સાંભળવાની ખરી ભાવનાથી પણ જીવની કાર્યસિદ્ધિ થાય છે. બોઘ સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય અને સાંભળવાનું મળે તો તેનું મન બહુ રીઝે અને તન ઉલ્લસે એવો ઉમંગ આવે છે. તે એકતાન સ્થિર થઈને બોઘ સાંભળે અથવા વાંચે તેથી થોડામાં તે બહુ સમજે છે.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207