Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 202
________________ ૫૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ગણે જે કાયા ને વચન નિજ તે સર્વ ભૂલતા, અનાદિ આ ભૂલે, ભવ-વન વિષે જીવ રૃલતા. ૧૬ અર્થ:- કલમથી લખેલાં અક્ષરો સર્વ જડથી ઉત્પન્ન થયેલાં છે. તે પુદગલના બનેલા અક્ષરો મારા બની શકે નહીં. કેમકે હું તો સદા પરમ આનંદ રસમય એવા ચૈતન્યમાં રહેવાના સ્વભાવવાળો છું. અજ્ઞાનવશ જગતના જીવો આ કાયા અને વચનને પોતાના માને છે; તે સર્વ જીવો માર્ગ ભૂલેલા છે. તેથી અનાદિકાળની આ ભૂલના કારણે જીવો સંસારરૂપી વનમાં રઝળ્યા કરે છે. કહેલું જ્ઞાનીનું મુખર જન મુખે કહી જતા, રહે ના જો ઉરે, અમીરસ બને છે વમનતા; જમેલા પકવાશે શૂળ સમ ઊઠે ચૂંક અપચે, પચે ના જો શિક્ષા, ભ્રમણ નિજ હાથે બૅરિ રચે. ૧૭ અર્થ – જ્ઞાની પુરુષના કહેલા વચનોને કોઈ મુખર એટલે વાચાળ પ્રાણી માત્ર મુખથી કહી જાય; પણ તેને હૃદયમાં ઊતરે નહીં તો તે અમૃતરસ જેવા જ્ઞાની પુરુષના વચનો, તેના માટે વમન એટલે ઊલટી જેવા દુઃખકારક બને છે. જેમ જમેલા પાંચ પકવાન્ન પણ જો પચે નહીં તો પેટમાં શળ જેવી ચૂંક ઊભી કરે: તેમ ભગવાનની કહેલી શિક્ષા જો પચે નહીં અર્થાત્ જીવનમાં ઊતરે નહીં, પણ તેથી જો ઊલટું અભિમાન વઘારે, તો તે જીવ પોતાના હાથે જ પોતાના આત્માનું ભૂરિ એટલે પુષ્કળ પરિભ્રમણ ઊભું કરે છે. જવા એવી ભૂલો, સુગુરુ શિર રાખો સુ-નર, હો! ગુરુની આજ્ઞાનું મરણ સુઘી આરાઘન રહો! ગુરુંમાં ખામી તો, કથન પણ તેનું વિષમ લે, કહે તે દેવોયે, વિતથ સમજો, સત્ય ન મલે. ૧૮ અર્થ :- હવે એવી ભૂલો જવા માટે, જો તમે ઉત્તમ આત્માર્થી બનવા ઇચ્છતા હો તો આત્મજ્ઞાની એવા સદ્ગુરુ ભગવંતને માથે રાખો. તથા તે શ્રી ગુરુની આજ્ઞાનું મરણની છેલ્લી ઘડી સુધી આરાઘન કરતા રહો. પણ જો ગુરુ કરવામાં ખામી રહી ગઈ અર્થાત્ કુગુરુને સદ્ગુરુ માની લીઘા તો તેનું કથન પણ વિષમતા એટલે સમભાવરહિત રાગદ્વેષવાળું હશે. તેથી આપણા રાગદ્વેષનો નાશ થશે નહીં અને બધા જન્મમરણ ઊભા જ રહેશે. એમ સર્વજ્ઞ વીતરાગ શ્રી તીર્થંકર દેવો પણ કહે છે. માટે કુગુરુના કથનને વિતથ એટલે અસત્ય જાણો; તેમની પાસેથી સત્ય મોક્ષમાર્ગ કદી મળી શકશે નહીં. વેઠ કરી આ વેઠીએ, નિજ હિત કાજે સર્વ, લૅટંલૂટ લો લાભ સૌ, કરશો કોઈ ન ગર્વ. અર્થ - વેઠીએ એટલે વગર દામના સેવકે, આ વગર દામની વેઠ એટલે વેતરું, તે સર્વ પોતાના આત્મહિતને અર્થે કરેલ છે. તેનો સો ભવ્યો લૂટંલૂટ લાભ લેજો; પણ એ તત્ત્વ જાણવાનું કોઈ અભિમાન કરશો નહીં. એમ અંતમાં જણાવીને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ લઘુતા સહ, મુમુક્ષુઓ પ્રત્યેનો વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો છે, તે એમના અંતરમાં રહેલી મુમુક્ષુઓ પ્રત્યેની લાગણીનું સૂચન કરે છે. આ પ્રજ્ઞાવબોઘ’ વિષેની આગાહી સંવત્ ૧૯૫૫માં પરમકૃપાળુદેવે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના પાન

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207