Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 191
________________ (૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨ મિથ્યાત્વ પદ ભેદવું તે અત્યંત કઠોર હોય છે. તેને ભેદવાના ઉપાય સત્પુરુષોનો સમાગમ અને આગમ છે. તેથી આ ચોથી દીક્ષા દૃષ્ટિવાળો જીવ સત્પુરુષની સત્સંગતિ અને તેમની આજ્ઞાનુસાર સત્શાસ્ત્રોનું સેવન કરીને બળવાન પુરુષાર્થ આદરી, આ દૃષ્ટિના અંતમાં તે મિથ્યાત્વને હણી પાંચમી દૃષ્ટિમાં આવી, આત્માના વેદ્ય સંવેદ્યપદને પ્રાપ્ત કરી લે છે. તે મિથ્યાત્વપદને જીતવાથી પછી ખોટા કુતર્કના તાનમાં તે તણાતો નથી. શાસ્ત્રો વાંચી કુતર્ક કરવા એ ઘણું ભયંકર છે. જે ખરો તત્ત્વનો શોષક હોય તે શ્રી ગુરુના ઉપદેશથી તત્ત્વ જાણી તે પ્રમાણે વર્તે; પણ જે સ્વચ્છંદી હોય તે નરક નિગોદના દુઃખને પામે છે. કુતર્કો કરતાં, પોતાનો તર્ક જ સાચો માને અને તેનો કદાગ્રહ થઈ જાય. પછી પોતાને સર્વજ્ઞ જેવો માને અને કલ્પિત મતની સ્થાપના કરે. એવા નિહ્નવ મહાવીર સ્વામીના વખતમાં પણ ઘણા થયા છે. પણ ૫૮૭ આ દૃષ્ટિવાળો જીવ કદાગ્રહોના ઝઘડા તજી સત્ય શોધ ભણી વળે છે; અર્થાત્ શ્રુતજ્ઞાન ભણવાનો, શીલ પાળવાનો, પરોપકાર કરવાનો કે સ્વરૂપમાં સ્થિર થવારૂપ સમાધિનો આગ્રહ રાખે છે. જેથી ખરી જ્ઞાનદશાને તે પામે છે. જ્યારે પોતાની બુદ્ધિએ સ્વચ્છંદે, દેખાદેખી ઇન્દ્રિયસુખ પ્રાપ્તિના લક્ષે જે ક્રિયા કરે તે ચારગતિરૂપ સંસારને પામે; પણ આગમમાં કહેલા આશયને સમજી જ્ઞાનીની આજ્ઞાના લક્ષપૂર્વક જે જ્ઞાન ક્રિયા કરે તેનું ફળ પરંપરાએ મોક્ષ આવે છે. જે કોઈ પણ પ્રકારના પૌદ્ગલિક સુખની ઇચ્છા વિના માત્ર જન્મમરણથી મુક્ત થવાની ઇચ્છાએ શુદ્ધભાવે અસંમોહ એટલે મોહરહિત ક્રિયા કરે તે ઇષ્ટ એવા મોક્ષફળને શીઘ્ર પામનાર થાય છે. સર્વજ્ઞને અનુસરનારા મહાત્માઓ પરમાર્થને સમજાવા માટે એક બીજાથી દેખાવમાં વિપરીત શબ્દોનો પ્રયોગ કરે તેમાં વિવેકીજનોને વાદવિવાદ હોતો નથી. જેમકે આત્મજ્ઞાની મહાત્માઓ કોઈને પરભવની શ્રદ્ધા દૃઢ કરાવવા નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા દ્રવ્યથી નિત્ય છે એમ કહે અને કોઈને વૈરાગ્ય પમાડવા પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ કહે, પણ તેમનો આશય મૂળ વસ્તુના ગુણધર્મોને જ જણાવવાનો હોવાથી, તે મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી. એમ જિનેશ્વર ભગવાનના સ્યાદ્વાદથી જોતાં કોઈ મતમાં વિરોધ આવતો નથી. માટે મહાત્માઓ સ્યાદ્વાદ તત્ત્વનું અવલંબન લઈ કોઈ પ્રકારના ઝઘડામાં પડતા નથી. તથા કોઈ પ્રકારનો અભિનિવેશ એટલે આગ્રહ કરી કીર્તિ એટલે માનાદિ મેળવવારૂપ કાદવમાં તે કળાતા નથી. પણ સર્વ જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માઘ્યસ્થ ભાવના ભાવી પ્રથમની ચાર દૃષ્ટિના ગુણો પ્રગટ કરી પાંચમી સ્થિરા દૃષ્ટિને તે પામે છે. તે સ્થિરાવૃષ્ટિ અમૃતના મેહ વરસવા જેવી તેને જણાય છે. ।।૧૫।। સ્થિરાષ્ટિમાં સૂક્ષ્મ બોધ છે, રત્ન-તેજ સમ સમજણમાં; રાચે મન ના વિષય-વિકારે, હતી ભ્રાન્તિ અણસમજણમાં; ઉદયબળે વર્તે કી પાપે, અરતિ-પશ્ચાત્તાપે રે સદા નિર્જરા નિશદિન તોયે, મોક્ષમાર્ગ તે માપે રે. ૧૬ અર્થ – પાંચમી સ્થિરાવૃષ્ટિઃ—આ પાંચમી સ્થિરાવૃષ્ટિમાં ગ્રંથિભેદ થવાથી વેદ્યસંવેદ્ય પદ એટલે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન થઈ સાક્ષાત્ આત્માનો અનુભવ થાય છે. તેથી વિપરીતતા એટલે ભ્રાંતિ નામનો દોષ દૂર થાય છે અને સુક્ષ્મબોધ નામનો ગુણ પ્રગટે છે. ચેતન, જડ પદાર્થના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન થવું તે સુક્ષ્મ બોધ છે, તે જ સમ્યજ્ઞાન છે. શ્રુતજ્ઞાનથી પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે. પ્રથમ તે

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207