________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
મારા હાથમાંથી જતાં રહેશે. ॥૩૭॥
સુંદર સુર કે ઇન્દ્રની જી, રક્ષાના કરનાર, ગંઘાતા સ્ત્રીગર્ભમાં જી, કૃમિ સહ જઈ વસનાર. ğવ, જોને
અર્થ :– આ સુંદર દેવતાઓ કે ઇન્દ્રની રક્ષા કરનાર દેવો પણ સ્ત્રીના ગંઘાતા ગર્ભમાં ઉત્પન્ન થઈ કૃમિઓની સાથે જઈ વસે છે. ।।૩૮।।
વસમી કેદ વિષે વસી જી, દુ:ખે નીકળનાર,
માંસલસ્તન-ય પી જીવે જી, મળ-મૂત્રે સુનાર. વ, જોને
અર્થ :– આ નૌ મહિનાની વસમી એટલે કપરી ગર્ભકેદમાં વસી ત્યાંથી જેતરડીના તારને કાણામાંથી ખેંચે તેમ દુઃખપૂર્વક બહાર નીકળી, માંસના બનેલ સ્તનનું દુધ પીને જીવે છે તેમજ બાળવયમાં અજ્ઞાનવશ મળમૂત્રમાં સૂઈ રહે છે. ।।૩૯ના
‘હાડ-માંસ-રુધિરમાં જી, ઇચ્છું હું ના વાસ,
ચંદનતરુ તેથી ભલું જી, નરતન મસાણ ખાસ.' જીવ, જોનેમરનાર દેવ વિચારે છે કેઃ—
અર્થ :— આવા હાડ, માંસ કે રુધિર એટલે લોહીના બનેલા શરીરમાં હું વાસ કરવા ઇચ્છતો નથી. તેથી તો સુગંધમય એવા ચંદનના વૃક્ષમાં નિવાસ કરવો સારો. આ મનુષ્ય શરીર તો મુખ્યત્વે મસાણના મડદા જેવું છે. ।।૪૦।।
એમ આર્ત્ત-નિદાનથી જી, સુર તરુવર પણ થાય,
સુધર્મ-વિમુખ કુમાર્ગથી જી, ભવવનમાં ભટકાય. જીવ, જોને
૫૦૯
અર્થ :– એમ આર્તધ્યાનપૂર્વક નિદાન બુદ્ધિ કરવાથી દેવ ચંદનના વૃક્ષમાં ઉત્પન્ન થઈ એકેન્દ્રિય પણ બની જાય છે. એમ સઘર્મથી વિમુખ બનેલા મિથ્યાત્વી દેવો અજ્ઞાનવશ અનંતકાળ સુધી સંસારરૂપી વનમાં ભટક્યા કરે છે. ।।૪૧।।
(૬) લોક-ભાવના
જીવાજીવ વડે ભર્યાં જી, ચૌદ રજ્જાભર લોક,
અનંત આકાશે રહ્યો જી, જીએ જ્ઞાન-આલોક. જીંવ, જોને
હવે ચૌદ રાજલોકનું સ્વરૂપ જણાવે છે :
અર્થ :— ચૌદ રાભર એટલે ચૌદ રજ્જુ પ્રમાણ આ લોક છે. મધ્યલોક એક રજ્જુ પ્રમાણ છે; તેથી આ ચૌદ ગણો છે. આ લોક અનંત આકાશ દ્રવ્યના મધ્યમાં રહેલો છે. એમાં જીવ અજીવ તત્ત્વો ભરપૂર ભરેલા છે, એમ જ્ઞાનના આલોક એટલે પ્રકાશથી ભગવંતોએ જોઈ જણાવ્યું છે. ૪૨।।
છયે દ્રવ્યથી પૂર્ણ છે જી, કોઈ નહીં પરિણમે તે કાળથી જી, કોઈ નહીં
કરનાર,
ઘરનાર. જીવ, જોને
અર્થ :– આ લોકાકાશ છયે દ્રવ્યથી પૂર્ણ ભરેલો છે. એને કોઈ બનાવનાર નથી. છએ દ્રવ્યનું પરિણમન એટલે સમયે સમયે પલટવાપણું તે કાળ દ્રવ્યથી થાય છે. આ લોકને કોઈ ઈશ્વર આદિએ ઘરી