Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 177
________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭૩ પુનર્જન્મની સિદ્ધિ સહજે અથવા યોગાભ્યાસ વડે, સદ્ગુરુ-શાસ્ત્ર શ્રદ્ધા આવ્ય, સાત્ત્વિકતા તેવી સાંપડે; સાત્ત્વિકતા તેવી આ કાળે દુર્લભ, તેથી ન નિઃશંકા, ત્રિવિઘ તાપની મૂછ ઝાઝી, નહિ સત્સંગતિ-ઉત્કંઠા. ૯ અર્થ - પૂર્વના આરાઘનથી કોઈને પુનર્જન્મની સિદ્ધિ સહજે થાય છે અથવા યોગાભ્યાસવડે પણ થાય છે. વૈજનાથ યોગાભ્યાસના અભ્યાસી હતા. “એમણે કહેલું કે પરમકૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે “એમણે તમને મિથ્યા કહ્યું નથી” (૨૧૨) વૈજનાથ શ્વાસોચ્છવાસ રોકતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાના ભવ જાણી શકતા. પૂર્વભવમાં કૃપાળુદેવ નેપાળમાં રાજકુમાર હતા, એમ કહેલું.” (બો.૨ પૃ.૩૦૩) સગુરુના બોઘેલા શાસ્ત્રોમાં શ્રદ્ધા આવવાથી પણ તેવી અંતરાત્મામાં સાત્વિકતા સાંપડે છે કે જેથી પુનર્જન્મની જીવને શ્રદ્ધા થાય. પણ તેવી સાત્વિકતા એટલે ભાવોની નિર્મળતા આ કળિકાળમાં આવવી દુર્લભ છે. તેથી જીવ પરભવ વિષે નિઃશંક થઈ શકતો નથી. તેમજ આ પંચમકાળમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધતાપની મૂછ વિશેષ હોવાથી તથા સત્સંગ કરવાની વિશેષ ઉત્કંઠી ન હોવાથી આત્મામાં એવી પવિત્રતા પ્રગટતી નથી. લો સ્વમાન ને વિપરીત માન્યતા પરભવ-પ્રતીતિ ખાળી દે, જિજ્ઞાસું જીવો એ વાતો અતિ ઉત્સાહે ટાળી દે; નિઃશંક પ્રતીતિ પરભવની જો ઊપજે ઑવને કોઈ રીતે, આત્મહિત કરવા પ્રેરાશે, દીર્ઘદ્રષ્ટિથી તે પ્રીતે. ૧૦ અર્થ :- પોતાનું અભિમાન અને પદાર્થનું વિપરીત શ્રદ્ધાન, એ પરભવ પ્રત્યે થતી શ્રદ્ધાને ખાળે છે અર્થાત રોકે છે. પણ જિજ્ઞાસુ જીવો તો અતિ ઉત્સાહથી સદ્ગુરુના બોઘબળે આત્મા છે, તે નિત્ય છે વગેરે જાણી, પરભવ પ્રત્યેની વિપરીત માન્યતાને ટાળી દે છે. જો કોઈ રીતે પણ જીવને પરભવની નિઃશંક પ્રતીતિ ઊપજે તો તેની દીર્ઘદ્રષ્ટિ થશે, કે જો હું આ ભવમાં પાપ કરીશ તો પરભવમાં મારી દુર્ગતિ થશે. એમ વિચાર આવવાથી તે આ ભવમાં પ્રેમપૂર્વક આત્મહિત કરવા માટે પ્રેરાશે. ૧૦ના એમ વિચારી અનુમાનાદિ પ્રમાણથી સુશો સાથે પરભવ-સિદ્ધિ બુદ્ધિબળથી, જિજ્ઞાસું તે આરાશે; જાતિ-વૈર જીવોમાં દેખો, વિચિત્ર રૃપ-ગુણ-સંપત્તિ, પરભવને જો ના માનો તો કયા કારણે ઉત્પત્તિ? ૧૧ અર્થ :- જેને આત્મહિત કરવું છે, એવા સુજ્ઞ પુરુષો તો પોતાના બુદ્ધિબળે અનુમાન પ્રમાણથી આગમ પ્રમાણથી કે ઉપમાન (દ્રષ્ટાંત) પ્રમાણથી પરભવની સિદ્ધિ કરે છે. પછી જિજ્ઞાસ જીવો પરભવ સુઘારવા માટે સદ્ગુરુની આજ્ઞાનું આરાઘન કરે છે. જાતિ વૈર સાપ અને નોળિયામાં કે મોર અને સાપમાં કે બિલાડી અને ઉંદરમાં પ્રત્યક્ષ જોઈએ પૂર્વ સંસ્કાર ન માનીએ તો શું માનવું? તેમજ લાખો મનુષ્યો હોવા છતાં તેમના રૂપ જુદા, ગુણોમાં તફાવત તથા ઘનસંપત્તિમાં કે શરીર સંપત્તિમાં પણ વિચિત્રપણું જોવામાં આવે છે. જેમકે કોઈ

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207