Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 181
________________ (૧૦૬) હિતાર્થી પ્રશ્નો ભાગ-૧ ૫ ૭૭ બાહ્યયોગમાં મીઠાશ માની વર્તે ત્યાં ન વિચાર વસે, આકર્ષણ એ ઓછું કરતાં, સદગુરુ-બોઘ ઉરે સ્પર્શે. ૨૧ અર્થ - બાહ્ય વસ્તુઓને તજવા માટે અંતર્યાગ કરવો એમ કહ્યું નથી. પણ અંતરથી ત્યાગવા માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવો એ ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તો પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.” (વ.પૃ.૪૫૨) વસ્તુનો બાહ્યથી ત્યાગ કરી તેમાં મીઠાશ માની એટલે તેમાંજ કૃતકૃત્યતા માની જીવ વર્તે તો ત્યાં આત્મવિચારને અવકાશ નથી. તે માટે અંતર્ભાગના લક્ષ વગરનું બાહ્ય ત્યાગનું આકર્ષણ ઓછું કરી પ્રથમ સત્સંગ કરે તો સદ્ગુરુનો બોધ તેના હૃદયમાં સ્પર્શે. “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગવેષવો; તેમજ ઉપાસવો.” (વ.પૃ.૩૯૩) //ર૧|| વિષયાદિ તો તુચ્છ મનાશે અંતર્યાગ પછી બનશે, સદ્ગુરુ-ચરણે સ્થિર થશે મન, ભક્તિ-માર્ગે ગમન થશે; પરિષહ આદિ આવી પડતાં પણ નહિ મન ભક્તિ તજશે, પ્રભુ, પ્રભુ” લય લાગે ત્યારે આત્મા સહજપણે ભજશે. ૨૨ અર્થ :- સદ્ગુરુનો બોઘ હૃદયમાં ઉતારવાથી પાંચ ઇન્દ્રિયના વિષયો તુચ્છ લાગશે અને ખરો અંતર્યાગ પ્રગટશે. પછી સગુરુની આજ્ઞામાં મન સ્થિર થશે અને ભક્તિમાર્ગે આગળ વધશે. પરિષહ એટલે દુઃખના પ્રસંગો આદિ આવી પડતાં પણ તેનું મન પ્રભુ ભક્તિને છોડશે નહીં. અને આગળ વઘતાં જ્યારે “પ્રભુ, પ્રભુ” ની લય લાગશે ત્યારે આત્મા પોતાના સહજાત્મસ્વરૂપને પામશે. રજા કોઈક વાર વિચારે આવી વાતો તેથી ન કામ થશે, અનાદિના અભ્યાસ તણું બળ પ્રયત્ન પોચે નહિ ઘટશે; પણ દિન દિન ફરી ફરી સંભારે, વારંવાર વિચાર કરે, તો ઊંઘો અભ્યાસ તજી ઑવ સુલભ ભક્તિમાર્ગ વરે. ૨૩ અર્થ - કોઈક વાર સપુરુષના વચનોનો વિચાર કરવાથી કામ થશે નહીં. પંચવિષયાદિના અનાદિકાળના અભ્યાસનું બળ જો પ્રયત્ન પોચો હશે તો ઘટશે નહીં. પણ દિન દિન પ્રત્યે ફરી ફરી સપુરુષના બોઘને સંભારી વારંવાર વિચાર કરશે તો ઘર કુટુંબાદિ પ્રત્યેનો અનાદિનો ઊંઘો અભ્યાસ તજી પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ કરવારૂપ સુલભ ભક્તિમાર્ગ તેને સિદ્ધ થશે. “જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) ૨૩ાા વિપરીતતામાં જે જે માને છે તે વિપરીત પરિણમતું, માટે જ્ઞાનીના આશ્રયથી, બોઘે સાચું પણ ગમતું;

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207