________________
(૧૦૨) શ્રી ત્રિકષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૧૯
અને નિદ્રા એ પંદર પ્રકારના પ્રમાદથી મારું ચિત્ત કદી ક્ષોભ પામે નહીં એવી કૃપા કરજો. પાપા
સ્વાધ્યાયે દિવસો જજો જી, જ્ઞાન-દર્શનાથીન,
ચારિત્રે હો સ્થિરતા જી, સમાધિ-મરણે લીન. જીંવ, જોને. અર્થ - મારા બધા દિવસો પુરુષના કહેલા વચનામૃતોના સ્વાધ્યાયમાં વ્યતીત થજો. કારણ સ્વાધ્યાય એ મોટું અંતરંગ તપ છે. સ્વાધ્યાયમાં એકાગ્રતા થવાથી જગત ભુલાઈ જઈ કષાયની મંદતા થાય છે; તેથી આત્મામાં શાંતિ ઊપજે છે. માટે સત્પરુષનાં આપેલ સમ્યકજ્ઞાનને મેળવી, તે પ્રમાણે સમ્યક શ્રદ્ધાને આધીન રહી આત્મામાં રમણતા કરવારૂપ ચારિત્રદશામાં મારી સ્થિરતા હોજો, તથા સમાધિમરણ સાધવા માટે તેને યોગ્ય પુરુષાર્થમાં જ હું સદા લીન રહું એવી મારી અભિલાષા છે, એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ૧૯૬ાા
ઑવો જૅવો વૈરાગ્યથી જી, બોધિ-સમાધિ સમેત,
ભવજળ-તારક ઘારજો જી, સ્મરણ ચિત્તે સચેત. છંવ, જોને અર્થ - હે ભવ્યાત્માઓ! તમે વૈરાગ્યભાવ રાખી, રત્નત્રયરૂપ બોધિ અને આત્માના ભાવોની સ્થિરતારૂપ સમાધિ સહિત જીવન જીવો. તથા સંસારસમુદ્રથી તારનાર એવા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રને સદા ચિત્તમાં જાગૃત રાખો. જેથી આત્મા સમભાવમાં આવી શાશ્વત સુખશાંતિને પામે. II૯૭ળા
ભવ-વૈરાગ્ય ભીંના પ્રભુ જી, ગણ લૌકાન્તિક દેવ,
બ્રહ્મલોકથી આવીને જી, સ્તવે દેવાધિદેવ જીંવ, જોને. અર્થ - એમ બાર ભાવનાઓને ભાવતા ભગવાનનું મન સંસાર ઉપર વૈરાગ્યથી ભીનું થયેલું જાણીને પાંચમા બ્રહ્મદેવલોકથી લૌકાન્તિક દેવો ભગવાન પાસે આવી પહોંચ્યા. નીચે પ્રમાણે દેવોના પણ દેવ એવા શ્રી ઋષભદેવને વિનયપૂર્વક સ્તવવા લાગ્યા અર્થાત્ એમના ગુણગાન કરવા લાગ્યા. ૯૮.
“સર્વ વ્યવસ્થા લોકની જી, વર્તાવી જે રીત,
ઘર્મ-તીર્થ વર્તાવવા જી, અવસર આ તે રીત. જીંવ, જોને. અર્થ :- હે પ્રભુ! જે રીતે આપે લોકની સર્વ વ્યવસ્થા કરી તેમ ઘર્મતીર્થ સ્થાપવાનો હવે અવસર આવ્યો છે. ૧૯૯ાા.
જે અર્થે જન્મ્યા, પ્રભું છે, તેનો આવ્યો લાગ;
કર્મો ગૃહસ્થ-વાસનાં જી પૂર્ણ થયાં, વીતરાગ.” જીંવ, જોને. અર્થ - હે પ્રભુ! જગત જીવોને મુક્તિનો માર્ગ બતાવી તેમના ઉદ્ધાર માટે આપનો જન્મ થયો છે; તેનો હવે લાગ આવ્યો છે. હે વીતરાગ! ગૃહસ્થાવાસના નિકાચિત ભોગાવલી કમોં હવે આપના પૂર્ણ થયા છે. માટે હે નાથ! હવે ઘર્મતીર્થ પ્રવર્તાવો. ૧૦૦ના
કરી પ્રેરણા તે ગયા જી, પ્રભુ બોલાવે પુત્ર,
કહે ભરતને: સુજ્ઞ છો જી, સંભાળો સૌ તંત્ર. જીંવ, જોને અર્થ - ઉપર પ્રમાણે પ્રભુને પ્રેરણા કરીને લૌકાંતિક દેવો બ્રહ્મદેવલોકમાં પાછા ચાલ્યા ગયા. પછી સૌથી મોટા પુત્ર ભરતને બોલાવી શ્રી ઋષભદેવ કહેવા લાગ્યા : તમે સુજ્ઞ છો, સારી રીતે બધી