Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 167
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૩ એક દિવસ આદર્શ ભુવનમાં, પૂર્ણ શરીર શણગારી, ભરતેશ્વર નિજ રૂપ નિહાળે, સમજણની બલિહારી રે. પ્રભુજી અર્થ – એક દિવસ આદર્શ એટલે અરિસા ભુવનમાં શરીરનો પૂર્ણ શણગાર સજી ભરતેશ્વરે પોતાનું રૂપ નિહાળ્યું. તે જોતાં જ વિચાર જન્મ્યો તે ભરતરાજાની સમજણની બલિહારી સૂચવે છે. ||૩ળા મયૂર કળા કરી નીચું જોતાં, તુચ્છ પિચ્છ સમ સરતી અંગુલીથી રત્ન-મુદ્રિકા, કાર્ય અપૂર્વ સેંચવતી રે. પ્રભુજી અર્થ :- જેમ મોર કળા કરી નાચ કરતો હોય ત્યારે તુચ્છ એવું એક પીંછુ સરી પડે તેમ ભરતેશ્વરની આંગળીમાંથી રત્નની મુદ્રિકા એટલે વીંટી સરી પડી. તે અપૂર્વ એવા આત્મકાર્યને સૂચવનારી સિદ્ધ થઈ. ૩૮ાા. ચંદ્ર-કલા ચંદ્રિકા વિના, દીસે દિવસે જેવી, દર્પણમાં અંગુલી દેખી, ભરતે અશોભે એવી રે. પ્રભુજી અર્થ - જેમ ચંદ્રની કલાઓ ચંદ્રિકા એટલે ચાંદની વિના, દિવસમાં શોભા પામે નહીં, તેમ ભરતરાજાએ મુદ્રિકા વિનાની આંગળીને દર્પણમાં અશોભ્યમાન દીઠી. ૩૯ો. કારણ શોથી નીચે જોતાં પતિત મુદ્રિકા દેખે, વિચાર-માળા ત્યાં ઊભરાતી, સમજણ લાવે લેખે રે. પ્રભુજી અર્થ :- અહો! આ આંગળી શોભા રહિત કેમ છે? તેનું કારણ શોથી નીચે જોતા મુદ્રિકાને પડેલી દીઠી. તે જોઈને વિચારની હારમાળા એક પછી એક ઊભરાવા લાગી. તેના ફળસ્વરૂપે ભરતેશ્વરે પોતાની સમ્યક્રસમજણને લેખે લગાડી દીધી. ૪૦. અદભુત વિચાર-પ્રેરક થઈ તે : “અશોભ્યતા છે શાની? પ્રમાણભેંત કરી સમજ આજે, વીંટી શાની નિશાની રે?” પ્રભુજી અર્થ - તે મુદ્રિકા અદ્ભુત વિચારને પ્રેરણા આપનાર સિદ્ધ થઈ. આ આંગળીની અસુંદરતા ખરેખર શાને લઈને છે? તેનું પ્રમાણ શોથી આ વાતને જેમ છે તેમ આજે સમજુ કે આ વીંટી શાની નિશાની છે? એનાવડે હાથ શોભે છે કે કોઈ બીજી રીતે? I૪૧ના એમ વિચારી અન્ય અંગુલી, વીંટી રહિત કરે છે, તે પણ તેવી અડવી લાગે, અશોભે હાથ ઠરે છે રે. પ્રભુજી અર્થ :- એમ વિચારી ભરતેશ્વરે બીજી આંગળીને પણ વીંટીરહિત કરી કે તે પણ તેવી જ અડવી જણાઈ અર્થાતુ હાથ અશોભ્યમાન ઠર્યો. ૪રા મણિ વિનાના ફણી સમા કર દેખી, મુકુટ ઉતારે, કલશ વિના દેવાલય જેવી શરીર શોભા ઘારે રે. પ્રભુજી અર્થ - મણિ વિના સર્પની ફણા જેવા હાથ અશોભમાન જોઈ, ભરતેશ્વરે મસ્તક ઉપરથી માણિક્યનો મુકુટ ઉતાર્યો કે જેમ કલશ વિના દેવાલય શોભે નહીં. તેમ મુકુટ વિના શરીર શોભારહિત જણાયું. [૪૩.

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207