Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
મહાવિદેહે રે ચક્રવર્તી થશે, થશે અહીં મહાવીર
તીર્થંકર તે રે ચોવીસમાં થઈ, સિદ્ધપદ લેશે સ્થિર.” જાગો
અર્થ :— વળી મહાવિદેહ ક્ષેત્રે ચક્રવર્તી થશે. તેમજ અહીં ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીસમા
--
તીર્થંકર થઈ સ્થિર એવા સિદ્ધિપદને પામશે. ।।૯।।
આજ્ઞા લઈને રે મરીચિ નંદવા, વંતા વદતાં રાયઃ
“પ્રભુ કહે કે રે મહાવીર નામના, તમે થશો જિનરાય. જાગો
અર્થ :– પ્રભુની આજ્ઞા લઈ ભરતેશ્વર મરીચિને વાંઠવા ગયા. તે વંદન કરતા એમ બોલ્યા : પ્રભુ ઋષભદેવ એમ કહે છે કે તમે મહાવીર નામના જિનરાજ થશો. ।।૩।।
મહાવિદેઠે રે ચક્રવર્તી થો, આદિ નારાયણ આપ,
તીર્થંકરની રે શક્તિ ગણી નમું, વરશો પૂજ્ય પ્રતાપ”. જાગો
૫૫૩
અર્થ :- મહાવિદેહ ક્ષેત્રમાં તમે ચક્રવર્તી થશો. તથા ભરતક્ષેત્રમાં પ્રથમ નારાયણ એટલે વાસુદેવ થશો. તીર્થંકર થઈ પૂજ્યતાને પામશો એવા તમારા પ્રતાપ અને શક્તિને માન આપી હું તમને નમન કરું છું. ૫૯૪૫
જાય અયોઘ્યા રે ભરત Ăપાલ તે; મરીચિ અતિ મલકાય,
નાચે, કૂદે રે કુલમા પોષતાં, સમ્યક્ ભાવો ભુલાય – જાગો
અર્થ :- પછી ભરત રાજા અયોધ્યામાં ગયા. પણ મરીચિ પોતાને મળનારી એવી ઉચ્ચ પદવીઓને સ્મરી બહુ મલકાયો. તે પોતાન ઇક્ષ્વાકુ કુળમદને પોષણ આપતો સમ્યક્ ભાવોને ભૂલી જઈ ખૂબ નાચ્યો, કૂદ્યો અને કહેવા લાગ્યો. ।।૫।।
“આદિ દાઠા, પ્રથમ ચક્રી પિતા, હું ચક્રી વાસુદેવ,
તીર્થંકરની રે પદી ય આવશે, અહો! દેવાધિદેવ.” જાગો
અર્થ :— મારા દાદા આદિ એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ, મારા પિતાશ્રી ભરતેશ્વર તે પહેલા ચક્રવર્તી, હું ચક્રી અને વાસુદેવ થઈશ. વળી અહો! દેવાધિદેવ તીર્થંકરની પણ મને પદવી પ્રાપ્ત થશે. અમારુ ઈક્ષ્વાકું કુળ કેટલું ઊંચુ છે. ।।૬।।
એમ મઢે તે ૐ ચઢીને બાંધતા, કર્માં લાંબાં અપાર,
ગિરિથી ગંગા રે પી ઉદધ્ધિ જતાં શતમુખ બનતી, વિચાર. જાગો
અર્થ :– એમ મરીચિએ મદમાં ચઢીને અપાર લાંબા કાળના કર્મો બાંધી દીધા. જેમ ગિરી ઉપરથી ગંગા નદી નીચે પડીને ઉદધિ એટલે સમુદ્રમાં ભળતાં તેના સેંકડો મુખ બની જાય તેમ મરીચિના સેંકડો ભવ વધી ગયા. ૧૯૬૫
ભરતે સ્વપ્રે રે મેરુગિરિ ડોલનો દીઠો અચાનક એમ,
પૂછે પ્રભાતે ૨ે પુરોહિત-રત્નને : “આવ્યું સ્વપ્ન આ કેમ ?’’ જાગો
અર્થ :– ભરતેશ્વરે સ્વપ્નામાં અચાનક મેરુપર્વતને ડોલતો દીઠો. પ્રભાતમાં રત્ન જેવા પુરોહિતને પૂછ્યું કે મને આવું સ્વપ્ન કેમ આવ્યું? ।।૮।।

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207