________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૭
અર્થ - કામભોગના પરિચયો જીવને તત્કાળ સુખરૂપ લાગે છે, જેમ દદુ એટલે દાદરને વલૂરવાથી એટલે ખંજવાળવાથી તે ક્ષણ માત્ર સુખરૂપ લાગે છે. પણ તે ભાગ છોલાઈ જતાં પરિણામે એટલે તેના ફળમાં દુઃખ બહુ વધી જાય છે. આ કામભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન હોવાથી તે આત્માના દિવ્ય ગુણોનો નાશ કરે છે. II૪૯થા.
કામ નરકનો દૂત છે, પાપ-તરુને પોષે રે,
ભવ-ખાડે પાડે, અરે! મદન મદાદિ દોષે રે. પ્રભુ અર્થ :- આ કામવાસના જીવને નરકમાં લઈ જવા માટે દૂત સમાન છે. પાપરૂપી વૃક્ષને પોષણ આપનાર છે. અરે! આ મદન એટલે કામદેવ તે અહંકાર આદિ દોષો ઉત્પન્ન કરી જીવને સંસારરૂપી ખાડામાં પાડે છે. તથા આ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરી તે પ્રાણીના અર્થ, ઘર્મ અને મોક્ષનો નાશ કરે છે. I૫૦મા
મૃગ વીણા-સ્વર સુણતાં, મરણ-શરણ આરાધે રે,
સ્ત્રી-દર્શન કે સ્પર્શથી, નર અનર્થને સાથે રે. પ્રભુ અર્થ - મૃગ એટલે હરણને સંગીત બહુ પ્રિય હોવાથી તે વીણાના સ્વરમાં આસક્ત બને છે. ત્યારે શિકારી તેને પકડી લે છે અને તે મરણને શરણ થાય છે. તેમ વિષવેલી સમાન સ્ત્રીનું દર્શન કે સ્પર્શન મનુષ્યમાં અત્યંત મોહભાવ ઉત્પન્ન કરે છે. તેથી તે અનેક અનર્થકારી પાપની પરંપરાને સાથે છે. સ્ત્રીએ કામરૂપી પારઘીની જાળ છે; તે હરણની માફક પુરુષોને મોહરૂપી જાળમાં ફસાવે છે. I૫૧ાા
હાસ્ય-સખા સ્ત્રી-સુખ ને ખાન-પાન ઉત્તેજે રે,
સ્વામીને આત્મા ગણી, હિત-શિક્ષા ના દે તે રે. પ્રભુ અર્થ - જે ખુશામતીઆ મશ્કરા મિત્રો છે તે, સ્ત્રીવિલાસમાં સુખ છે, ખાવાપીવામાં સુખ છે, તેને જ માત્ર ઉત્તેજન આપે છે. પણ પોતાના સ્વામીને આત્મા ગણી તેમનું પરલોકમાં હિત કેમ થશે તેવી શિક્ષા આપતા નથી. પરા.
મોહ ખુશામતથી વધે, તેવો સંગ ન સારો રે,
કેળ કને કંથાર તો, દે દુઃખો વિચારો રે. પ્રભુ અર્થ :- સ્ત્રીકથા કરવાથી કે ગીત, નૃત્ય, હાસ્યાદિ વચનોવડે ખુશામત કરવાથી માત્ર મોહ વધે છે. તેવા પુરુષોનો સંગ કરવો સારો નથી. જેમ કેળના ઝાડ પાસે કંથરનું કાંટાવાળું ઝાડ હોય તો તેને દુઃખ જ આપે; તેમ કુસંગથી કુળવાન પુરુષોનો પણ ઉદ્ધાર થતો નથી. //પ૩u.
વૃક્ષ જેમ છાયા વિના, વર સર વારિ વિનાનું રે,
પુષ્ય સુગંઘ વિના વને, મંદિર દેવ વિનાનું રે. પ્રભુ અર્થ - જેમ છાયા વિનાનું વૃક્ષ શોભતું નથી. વર સર એટલે શ્રેષ્ઠ સરોવર પણ વારિ એટલે પાણી વિના શોભા પામતું નથી. વનમાં રહેલ સુગંઘ વગરનું પુષ્પ શોભતું નથી. તેમ દેવની મૂર્તિ વિનાનું મંદિર પણ શોભા પામતું નથી. //પ૪ો.
રજની ચંદ્ર વિના વળી, મંત્રી-મદદ વિણ રાજા રે, સા સમકિતના વિના, અશસ્ત્ર સૈનિક સાજા રે. પ્રભુ