________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૬૯
=
અર્થ :— હવે સદાચારના ઘરરૂપ એવો હરિશ્ચંદ્ર સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ઘર્મની સ્તુતિ કરતો રાજ્યનું વિધિવત્ પાલન કરવા લાગ્યો. તેણે એકવાર પોતાના સુબુદ્ધિ નામના શ્રાવ–બાળમિત્રને એવી આજ્ઞા કરી કે તારે હમેશાં જ્ઞાની પુરુષનો સંગ કરી તેમનો ધર્મોપદેશ મને સમજાવવો. એમ સાંભળી સુબુદ્ધિમંત્રીનો ઉમંગ વધી ગયો. કેમકે ઉત્તમ પુરુષોને એવી અનુકૂળ આજ્ઞા તેમના ઉત્સાહને પ્રેરનારી હોય છે. પાપથી ભય પામેલો એવો હરિશ્ચંદ્ર પણ મિત્ર સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર વૃઢ શ્રદ્ધા રાખવા વાગ્યો. ।।૧૬।
પુર બહાર ઉદ્યાનમાં - ખરી૰ શીલંઘર મુનિ-રાય રે, ખરી કેવળજ્ઞાન વર્યા સુણી - ખરી સુબુદ્ધિ નૃપ-સઠ જાય રે. ખરી
અર્થ :— નગરની બહાર ઉદ્યાનમાં શ્રી શીલંઘર નામના મુનિરાજ કેવળજ્ઞાનને પામવાથી દેવતાઓ
--
તેમનું પૂજન કરવા જતાં હતા. તે જોઈ રાજા હરિશ્ચંદ્ર સુબુદ્ધિમંત્રી સાથે અશ્વારૂઢ થઈ ત્યાં આવ્યો. ।।૧૭।।
નમસ્કાર કરી બેય તે – ખરી બેઠા સુણવા બોઘ રે. ખરીસુણી દેશના વીનવે - ખરી હરિશ્ચંદ્ર થી મોદ રે : ખરી ઃ
અર્થ :– ત્યાં કેવળી ભગવાનને નમસ્કાર કરી રાજા અને મંત્રી બેય તેમનો બોધ શ્રવણ કરવા ભક્તિપૂર્વક બેઠા. તેમની અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનારી એવી દેશના સાંભળીને હરિશ્ચંદ્ર રાજા આનંદ પામી વિનયપૂર્વક ભગવંતને પૂછવા લાગ્યા. ।।૧૮।।
‘પ્રભુ, મુજ પિતાની ગતિ – ખરી॰ સુણવા થાય વિચાર રે.’ ખરી કહે કેવળી : ‘તે ગયા – ખરી॰ સાતમી નરકે, ઘાર રે.’ખરી
અર્થ – હે ભગવંત! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા તે જાણવા ઇચ્છું છું. ત્યારે કેવળી
=
ભગવંતે કહ્યું : ‘તારા પિતા સાતમી નરકે ગયેલા છે; તેના જેવાને બીજું સ્થાન ન હોય.’ ।।૧૯।।
રાય વૈરાગ્ય પામિયા, ખરી દઈ પુત્રને રાજ્ય રે – ખરી કરે મંત્રીને : 'હું ગ્રહું - ખરી. દીક્ષા શિવ-સુખ-સાજ રે. ખરી
અર્થ :— પિતાની આવી ભયંકર ગતિ સાંભળી રાજા વૈરાગ્ય પામ્યો. ઘેર આવી પુત્રને રાજ્ય સોંપી મંત્રી સુબુદ્ધિને કહેવા લાગ્યો કે હું હવે મોક્ષસુખ પ્રાપ્તિના સાધનરૂપ એવી દીક્ષાને ગ્રહણ કરીશ. ।।૨ા
મુજ સમ દેજો પુત્રને - ખરી ધર્મ-બોધ સુખકાર રે.' ખરી કહે મંત્રી : ‘હું આપની – ખરી સાથે વ્રત ઘરનાર રે. ખરી
અર્થ – રાજા કહે : હૈ સુબુદ્ધિ! મારી જેમ હવે પુત્રને પણ સુખને કરવાવાળો એવો ઘર્મનો બોધ આપજો. ત્યારે મંત્રી કહે : હું પણ આપની સાથે પંચ મહાવ્રત ધારણ કરું છું. ।।૨૧।।
મુજ સમ નૂતન રૃપને - ખરી મુજ સુત દેશે બોધ રે.' ખરી બન્ને કર્મો ટાળુને
ખરી પામ્યા. અનંત બોધ રે. ખરી
-
અર્થ :– મારી જેમ નવા ૨ાજાને મારો પુત્ર ધર્મનો બોધ આપશે. એમ કહી બન્નેએ દીક્ષા ગ્રહણ કરી, સર્વે કર્મોને ટાળી અનંત સુખરૂપ એવા મોક્ષને પામ્યા. ।।૨૨।।