________________
४६८
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - રાજાનું આવું આસ્તિક્ય વચન સાંભળી, પ્રસન્ન થઈને સ્વયંબુદ્ધ મંત્રીએ ફરીથી રાજાના પૂર્વજોની વંશકથા કહેવાની શરૂઆત કરી. હે મહારાજ ! પૂર્વે આપના વંશમાં કુરુચંદ્ર નામે રાજા થયો હતો. તે યમરાજા જેવો નિર્દયી, પાપી અને ભયંકર હતો. તેને કુરુમતી નામની સ્ત્રીથી હરિશ્ચંદ્ર નામે એક પુત્ર થયો હતો. લા.
કુરુચંદ્રને રોગથી- ખરીપીડા જાગી અપાર રે- ખરી.
ભોજન કડવાં લાગતાં, ખરી. મૃદુ શય્યા શૂળ-સાર રે. ખરી અર્થ - કુચંદ્ર રાજાને પૂર્વ ઉપાર્જિત પાપના ફળમાં ભયંકર રોગ ઉત્પન્ન થઈ શરીરમાં અપાર પીડા થવા લાગી. ભોજન કડવાં લાગવા લાગ્યા અને કોમળ શય્યા પણ શૂળ જેવી ભાસવા લાગી. /૧૦ના
કાને ભણકારા થતા- ખરીફ્લેશકારી સદાય રે; ખરી,
વાત ગમે ના કોઈની, ખરી. સુખ સ્વપ્નેય ન થાય રે. ખરી અર્થ :- નરકના આયુષ્યનો બંઘ થવાથી તેના કાનમાં સદાય ક્લેશકારી ભણકારા થવા લાગ્યા. સ્ત્રી પુત્રાદિની વાત પ્રત્યે અણગમો થયો. સુંદર ગાયનો ગઘેડાના સ્વર જેવા લાગવા લાગ્યા. ભૌતિક સુખો સ્વપ્નમાં પણ તેને સુખ આપનાર થયા નહીં. પુણ્યનો વિચ્છેદ થાય ત્યારે સર્વ વિપરીત થાય છે. (૧૧).
દાહજ્વરે નિશદિન બળે- ખરીઅધિક ઔષથે થાય રે; ખરી.
માકણ મસળી નાખતાં- ખરીશીતળ લોહી જણાય રે. ખરી અર્થ - અંતે અંગારાની જેમ દાહજ્વરથી નિશદિન બળવા લાગ્યો. ઔષઘ કરવાથી તે પીડા વિશેષ વૃદ્ધિ પામી. એક વાર તેણે માકણને મસળી નાખ્યું. તેનું લોહી તેને શીતળ જણાયું. તેથી તે રૌદ્રધ્યાન પરિણામવાળો થયો. |૧રા
કહ્યું પુત્રને : લોહીનો - ખરી. કુંડ કરી ન્હવરાવ રે;” ખરી,
લાલ લાખના રંગથી - ખરી. પાણી કરી કહ્યું, ‘ન્હાવ રે.” ખરી. અર્થ :- કુચંદ્ર પોતાના પુત્ર હરીચંદ્રને કહેવા લાગ્યો : મને લોહીનો કુંડ ભરીને ન્હવરાવ. પુત્ર દયાળુ હોવાથી લાખના લાલરંગથી કુંડ ભરી પિતાને કહ્યું : હવે તમે ન્હાવો. ૧૩.
સ્નાન કરે આનંદથી, ખરી. પાણી ગયું મુખમાંય રે, ખરી,
કપટ જાણીને ક્રોથથી - ખરી. નિજ સુત હણવા થાય રે. ખરી અર્થ - કુચંદ્ર આનંદથી તેમાં સ્નાન કર્યું. પણ પાણી મુખમાં જતાં લાખનો સ્વાદ જાણી આ બધું કપટ કર્યું છે; તેથી ક્રોઘમાં આવી જઈ પોતાના પુત્રને હણવા માટે તે દોડ્યો. ૧૪.
ઠોકર લાગ્યાથી પડ્યો, ખરી. નિજ શસ્ત્ર જ હણાય રે, ખરી.
હરિશ્ચંદ્રને લાગિયું - ખરી. કુમાર્ગ શત્રુ ગણાય રે. ખરી અર્થ :- દોડતા દોડતાં તે ઠોકર વાગવાથી પડી ગયો, અને પોતાના જ હાથમાં રહેલા શસ્ત્રથી હણાઈ જઈ મૃત્યુ પામ્યો. તે વખતે હરિશ્ચંદ્રને એમ લાગ્યું કે કુમાર્ગ છે તે ખરેખર શત્રુ સમાન છે. /૧૫ના
કહે સુબુદ્ધિમંત્રીને ઃ ખરી. “કરી જ્ઞાર્નીનો સંગ રે, ખરી, તારે મને સમજાવવો'- ખરી. વઘે સુબુદ્ધિ-ઉમંગ રે. ખરી