________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૯૭
ઇન્દ્રિયના સુખો ખરેખર વિશેષ ભોગતૃષ્ણાને વઘારી દુઃખરૂપી દાવાનલમાં જીવને હોમનાર છે. ૮૪
અભિપ્રાય પ્રભુનો સુણી જી, વદતા નાભિરાય :
“સુરનર સૌના પૂજ્ય છોજી, તમે કહ્યું તે ન્યાય રે. ભગવદ્ અર્થ :- પ્રભુનો આવો અભિપ્રાય સાંભળી નાભિરાજા બોલ્યા : તમે સર્વ દેવ અને મનુષ્યોના પૂજ્યપુરુષ છો. તમે કહ્યું તે જ સંપૂર્ણ ન્યાયયુક્ત છે. ૮૫ા.
નર-જન્મ નહિ રમ્ય તે જી, ઇચ્છે સુખ કે દુઃખ;
માથે મરણ વિચારતાં જી, ચઢે ન નજરે સુખ રે. ભગવન્ટ અર્થ - મનુષ્ય જન્મમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો રમ્ય એટલે સુંદર નથી. જે આ ઇન્દ્રિયોના સુખને ઇચ્છે તે દુઃખને પામે છે. માથે મરણ રહ્યું છે, એક દિવસ મરી જવાનું છે એમ વિચારતાં આ ઇન્દ્રિયો સુખરૂપ લાગે નહીં. કારણ ઇન્દ્રિય વિષયોમાં કરેલી આસક્તિ તેને ભવોભવ રાગ કરાવી ચાર ગતિમાં જ રઝળાવનારી છે. ૧૮૬ાા.
શરીર અશુચિ-ખાણ છે જી, અસાર છે સંસાર,
ઇન્દ્રિય-સુખ ના સુખ છે જી, તોપણ કરો વિચાર રે. ભગવદ્ અર્થ :- આ શરીર અપવિત્ર વસ્તુઓની ખાણ છે. “ખાણ મૂત્રને મળની.” આ સંસાર અસાર છે. એમાં કોઈ સાર નથી. ઇન્દ્રિયોનું સુખ તે ખરું સુખ નથી. તો પણ લોક વ્યવહાર કે કુળપરંપરાને ખાતર વિચાર કરો. II૮શા.
આગ્રહ મારો માનીને જી, આપ કરો સ્વીકાર,
કન્યા-યુગલ સુલોચના જી,” શરમાતા કુમાર રે. ભવિજન અર્થ - પિતા નાભિરાજા કહે : આ મારો આગ્રહ માનીને આપ સુંદર નેત્રવાળી તથા સુંદર લક્ષણોથી યુક્ત એવી સુશીલ બે કન્યાનો સ્વીકાર કરો. તે સાંભળીને ઋષભકુમાર બોલ્યા વિના શરમીંદા બન્યા. ||૮૮ાાં
નીચું મુખ કરી રહ્યા છે, તે અવધિ-વિચાર,
ચરણ-મોહ અવશેષ છે જી, હજીં દુલધ્ય અસાર રે. ભવિજન અર્થ :- પ્રભુએ નીચું મુખ રાખી અવધિજ્ઞાનથી વિચાર કરી જોયું તો હજી ચારિત્રમોહના અવશેષ બાકી છે. તેથી અસાર એવો સંસાર પણ મારે માટે હજી દુર્લધ્ય છે, અર્થાત્ ગૃહવાસની ઉપાધિ ભોગવી પછી પાર ઊતરી શકાય એવો છે. ૮૯મા
અંતરંગને ઓળખી જી, મંત્રી પાસે જાય,
કચ્છ-મહાકચ્છશની જી, કુંવરી યોગ્ય ગણાય રે. ભવિજન અર્થ - નાભિરાજા ઋષભકુમારના અંતરંગને ઓળખી મંત્રી પાસે જઈ કહેવા લાગ્યા : કચ્છ મહાકચ્છની બે કુંવરીઓ આપણા કુમારને યોગ્ય છે. ૯૦ના
માગું કરવા મોકલે છે, પછી મંત્રીને રાય, સુરપતિ ઉત્સવ આદરે જી, સુરનર સૌ હરખાય રે. ભવિજન