________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
૪૯૯
રત્ન શસ્ત્ર ગજ આદિની જી, પરીક્ષા ઉપયોગ.
દેશ-દેશી ભાષા લિપિ જી, રસિક કાવ્ય-રસ-ભોગ રે. ભવિજન અર્થ - રત્ન, શસ્ત્ર, હાથી આદિની પરીક્ષા કેમ કરવી, તેનો ઉપયોગ શું? દેશ દેશની ભાષા તથા લિપિ બતાવી, રસિક એવા ઉત્તમ શિક્ષા આપનાર કાવ્યોનો ઉપયોગ કરવો વગેરે જણાવ્યું. //૯૯ાા
તર્ક, વ્યાકરણ, ઔષથી જી, ચિત્ર-શિલ્પ-આકાર,
સર્વ લોક-વ્યાપારમાં જ કરે કુશળ પરિવાર રે. ભવિજન અર્થ - તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ઔષઘીના ગુણઘર્મ, ચિત્રકલા, શિલ્પકલા અને ભૂમિતિનું જ્ઞાન આપ્યું. સર્વ લૌકિક વ્યાપારમાં પરિવારને કુશળ કર્યો. ./૧૦૦ના
યુદ્ધ અનેક પ્રકારનાં જી, અર્થશાસ્ત્ર, નીતિ સાર,
સર્વ જન-હિત સાથતાં જી, યુક્તિ ને ઉપકાર રે. ભવિજન અર્થ - અનીતિ હટાવવા અનેક પ્રકારના યુદ્ધ, ગણિતશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તથા અનેક યુક્તિઓ અને ઉપકારોવડે સર્વ લોકોનું હિત કેમ કરવું વગેરે શીખવ્યું. /૧૦૧ના
મંત્રી-મિત્ર-ઘર-વીરનો જી, આદર ને સહકાર,
પવન વહાણ-શઢ ભરે છે, તેમ બને જયકાર રે. ભવિજન અર્થ - મંત્રી, મિત્ર, વૈર્યવાન કે વીરપુરુષનો આદર કરવાથી તેમજ સહકાર લેવાથી, જેમ વહાણના શઢમાં અનુકુળ પવન વાવાથી ઇચ્છિત સ્થાને પહોંચી શકાય છે તેમ સજ્જન પુરુષોના આદર સહકારથી ઇચ્છિત કાર્યમાં જય મેળવી શકાય છે. ૧૦૨ા.
સામ-દામ-દંડાદિની જી રાજનીતિનું જ્ઞાન,
સજ્જનરક્ષા, દુષ્ટને જી શિક્ષાદિનું દાન રે. ભવિજન અર્થ - સામ, દામ, દંડ, ભેદ આદિ રાજનીતિનું જ્ઞાન આપ્યું. સજ્જનની રક્ષા કરવી અને દુષ્ટને શિક્ષા આદિ કેમ કરવી વગેરેની સમજણ આપી. ૧૦૩ાા
પ્રજાઘન-ભંડારની જી, આવક-જાવક સ્પષ્ટ,
યોગ્ય કર ઉઘરાણીથી જી, ટળે સર્વજન-કષ્ટ રે. ભવિજન અર્થ - રાજાના ભંડારમાં પ્રજાનું ઘન છે. માટે તેની આવક જાવકનો હિસાબ સ્પષ્ટ રાખવો. તેમજ કર પણ યોગ્ય ઉઘરાવવા કે જેથી સર્વ પ્રજા સુખી થાય. /૧૦૪ો.
ચાર-પુરુષની માહિતી જી, દે જન-મતનો ખ્યાલ,
જાતે જન-મન-રંજને જી, રાજા પ્રગતિ-પાલ રે. ભવિજન અર્થ - ચાર-પુરુષ એટલે બાતમી મેળવનાર એવા પુરુષો રાખવા કે જેથી લોકોના મતનો અભિપ્રાય ખ્યાલમાં આવે. જાતે પણ પ્રજાને મળે અને તેમના મનરંજન થાય તેમ વર્તે તથા તેમની પ્રગતિ માટે શું શું કરવાની જરૂર છે એમ રાજા વિચારીને પ્રગતિ કરે તથા તેમનું સારી રીતે પાલન થાય તેમ વર્તે. એમ શિક્ષા આપી. ૧૦પા