________________
૫ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નાભિ કુલકર પુત્રને જી, નૃપ-પદ દે સાક્ષાત,
ઉત્સવ ઇન્દ્રાદિ કરે છે, ગમી પ્રજાને વાત રે. ભવિજન અર્થ - નાભિકુલકરે હવે પુત્ર ઋષભદેવને સાક્ષાત્ રાજ્યપદ આપ્યું. તે સમયે ઇન્દ્રાદિ દેવોએ ઉત્સવ કર્યો. તેમજ પ્રજાને પણ આ કાર્ય બહુ ઇષ્ટ લાગ્યું. ||૧૦૬ાા
કલ્પવૃક્ષ ફળ દે નહીં જી, જાણે પડ્યો દુકાળ,
ઋષભ નરેશ બચાવતા જી, લે સૌની સંભાળ રે - ભવિજન અર્થ - હવે ત્રીજો આરો પૂરો થવાનો હોવાથી કલ્પવૃક્ષ પણ ફળ દેતા નથી. જાણે દુકાળ પડી ગયો. ત્યારે રાજા શ્રી ઋષભદેવ દુકાળમાંથી બચાવી સૌની સંભાળ લેવા લાગ્યા. ૧૦૭ના
ખાદ્ય વનસ્પતિ દાખવે છે, શીખવે ઘંઘા સર્વ,
ઘડતાં, વણતાં શીખવે છે, રસોઈ-શાસ્ત્ર અપૂર્વ રે. ભવિજન અર્થ :- ખાવા યોગ્ય વનસ્પતિ કઈ છે તે બતાવે, બઘા ઘંઘા શીખવે, ઘડતાં કે વણતાં શીખવે, પૂર્વે કોઈવાર જાણેલું નથી એવું રસોઈશાસ્ત્ર પણ યુગલિકોને જણાવે છે. ૧૦૮
ખોટ કલ્પતરુની પૂંરે જી, શિક્ષા પ્રભુની સાર,
વિદેહક્ષેત્ર સમ આ બન્યું જી, ભરતક્ષેત્ર સુખકાર રે. ભવિજન અર્થ - પ્રભુની સારરૂપ શિક્ષા કલ્પતરુની ખોટ પૂરી કરે છે. માટે પ્રભુ જન્મવાથી આ ભરતક્ષેત્ર પણ વિદેહક્ષેત્રની જેમ સુખને આપવાવાળું થયું. /૧૦૯ાા
સુશિક્ષિત સઘળા બને છ પૂંછી પૂંછી વારંવાર,
ક્ષેત્રાદિક વહેંચી દીઘાં જી, વર્તે આજ્ઞાઘાર રે. ભવિજન અર્થ :- વારંવાર પૂછપરછ કરવાથી સઘળા સુશિક્ષિત બની ગયા. ક્ષેત્ર જમીન આદિ પોતપોતાને વહેંચી દીધા. બઘા પ્રભુની આજ્ઞાનુસાર વર્તવા લાગ્યા. {/૧૧૦ના
કાળાં વાદળ દેખીને જી, પ્રભુ પાસે તે જાય,
ભય પામી પૂછે “કહો જી, અવાજ શાના થાય રે?” ભવિજન અર્થ - આકાશમાં કાળાં વાદળા જોઈને પ્રભુ પાસે જઈ ભય પામી પૂછવા લાગ્યા કે આ શું છે? તથા આ અવાજ શાનો થાય છે? તે આપ જણાવો. /૧૧૧ાા
વર્ણન મેઘ તણું કરે છે : “દે જળ, પાકે અન્ન,”
ખેતીની દે સૂચના જી, શીખવે થઈ પ્રસન્ન રે. ભવિજન અર્થ :- જવાબમાં પ્રભુએ કહ્યું : આ વાદળા છે. એથી વરસાદ વરસશે તથા અવાજ પણ આ વાદળાની ગડગડાટનો છે અથવા વીજળીનો છે તેથી ગભરાવવું નહીં. વરસાદ જળને આપશે. તેથી અન્ન પાકશે. આ ખેતી કરવાનો સમય છે તેની સૂચના આપી. તથા પ્રસન્નતાપૂર્વક ખેતીની કળા લોકોને શીખવી. ૧૧રા