________________
૪૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માતાના ગર્ભમાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા. માતા પણ પ્રભુ અવતરવાથી બહુ હર્ષ પામ્યા. //૬૩ી
પ્રભાતે વિદ્વાનની જી, બુદ્ધિ વઘતી જેમ,
ગર્ભ-પ્રભાવે માતની જી, શોભા વથતી તેમ રે. ભવિજન અર્થ - પ્રાતઃકાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી માતાનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. I૬૪.
શીતળ જળ હિમ-સંગથી જી, અતિશય શીતળ થાય,
વિશ્વ-વત્સલ અતિ બને જી ગર્ભયોગથી માય રે. ભવિજન અર્થ :- બરફના સંગે જેમ શીતળ જળ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી માતા મરુદેવા અઘિક વિશ્વવત્સલ બન્યા. II૬પાા
ચૈત્ર વદિની આઠમે જી, જન્મ ઋષભ જિણંદ,
કેપતા જી, આવે સૌ સુર-વૃંદ રે. ભવિજન અર્થ :- ચૈત્ર વદિ આઠમના દિવસે અર્ધ રાત્રે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા ત્યારે શ્રી ઋષભ પ્રભુનો જન્મ થયો. તે વખતે ઇન્દ્રોના આસન કંપાયમાન થવાથી સૌ ઇન્દ્રો દેવતાઓના સમૂહ સાથે ત્યાં આવી પહોંચ્યા. ભગવાન ઋષભદેવનો આ તેરમો ભવ છે. ૬૬ાા
સ્નાત્ર મહોત્સવ મેરુએ જી પ્રભુને આણી થાય,
જગ-ઉદ્ધારક જન્મિયા જી માની સૌ મલકાય રે. ભવિજન અર્થ - પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જઈ એક હજાર આઠ કલશોવડે સુગંધિત જળથી નવરાવી, સ્નાત્ર મહોત્સવ કર્યો. જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ જન્મ્યા છે એમ માની સૌ આનંદ પામ્યા. ૬૭ળા
ભક્તિ ઉલ્લાસે કરી જી, સ્વર્ગે સૌ સુંર જાય,
નાભિ નરેશ વઘામણી જી, સુણી ઘણા હરખાય રે. ભવિજન અર્થ :- ભગવાનની ભક્તિ ઉલ્લાસપૂર્વક કરી સર્વ દેવતાઓ સ્વર્ગે ગયા. પછી નાભિરાજાને પ્રભુ જન્મની વધામણી આપી. તે સાંભળી તેઓ પણ ઘણા હર્ષિત થયા. I૬૮
પ્રભુ-સંગે દેવો રમે જી, ઘરી અનેક સ્વરૂપ,
ફેંકડા બન કો બોલતા જી, ઘરે મોરનું રૂપ રે. ભવિજન અર્થ - પ્રભુની સાથે દેવો પણ અનેક રૂપ ઘારણ કરી રમવા લાગ્યા. કોઈ કૂકડા થઈ બોલવા લાગ્યા. કોઈએ મોરનું રૂપ ઘારણ કર્યું. ૧૯
વાનર બની હસાવતા જી, લે શશ-શિશુ-આકાર,
પોપટ બની પ્રશંસતા જી, કરી કોયલ-ટુહૂંકાર રે. ભવિજન અર્થ :- કોઈ વાનર બની હસાવવા લાગ્યા. કોઈએ સસલાના બચ્ચાનો આકાર ધારણ કર્યો. કોઈ પોપટ બની પ્રભુની પ્રશંસા કરવા લાગ્યા કે પ્રભુ તમે જીવો, જીવો, આનંદ પામો. કોઈ કોયલ બની મીઠી ટુહૂંકાર કરવા લાગી. I૭૦ાા