________________
४७७
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નાવ ડૂબે અતિ ભારથી, ખરી તેમ જ હિંસા-ભાર રે, ખરી.
નરક-સમુદ્ર જીવને - ખરીડુબાડે, વિચાર રે. ખરી હવે પંચ મહાવ્રત વિષે વાત કરે છે :
અર્થ :- જેમ અતિ ભારથી વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે. તેમ હિંસા કરવાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. માટે કદી પણ હિંસા કરવી નહીં. એ વાત દ્રઢપણે વિચારવા યોગ્ય છે. ૬૩.
તૃણ ઊડે વંટોળીએ - ખરી. જીવ અસત્યે તેમ રે; ખરી.
ભમે ભવે ચિરકાળ રે! ખરી. જૂઠ ન દેતી ક્ષેમ રે. ખરી અર્થ:- જેમ વાના વંટોળીઆથી તરણા ઊડે તેમ જીવ અસત્ય બોલવાથી આ સંસારમાં ચિરકાળ ભમે છે. તે જૂઠ તેને કદી પણ ક્ષેમ એટલે સુખશાંતિ આપનાર થતું નથી. II૬૪.
સ્પર્શ કૌચનો દુઃખ દે - ખરી. તેમ અદત્તાદાન રે, ખરી.
પરઘન-દારા પ્રીતિ દે- ખરી. ચિંતા ચિતા સમાન રે. ખરી અર્થ – જેમ કૌચ એટલે કૂચના કાંટાનો સ્પર્શ કરવાથી તે કરડ્યા કરે, દુઃખ આપે તેમ અદત્તાદાન એટલે ચોરી કરી પરથન હરણ કરવાથી ક્યારેય પણ સુખ થતું નથી. પરઘન કે પરદારા એટલે પરસ્ત્રી પ્રત્યેની પ્રીતિની ચિંતા જીવને ચિતા સમાન બાળનાર થાય છે. ૬પા
મૈથુન મન્મથ-દાસને - ખરી. નરકે ઢસડી જાય રે; ખરી.
જેમ જમાદારો વડે - ખરી કેદી જન ઢસડાય રે. ખરી અર્થ - મૈથુન એટલે અબ્રહ્મ સેવનાર એવા મન્મથ એટલે કામદેવના દાસને તે રાંકની પેઠે ગળેથી પકડી નરકમાં ઢસડી જાય છે. જેમ જમાદારો એટલે પોલિસવડે કેદી જન જેલમાં ઢસડાય છે તેમ. કા.
પરિગ્રહ-કુગ્રહે સહે - ખરી. ભારે દુઃખો સર્વ રે; ખરી,
કાદવમાં કરીવર કળે - ખરી. તેમ રસાદિ-ગર્વ રે. ખરી અર્થ - પરિગ્રહરૂપી કુગ્રહવડે જીવ ચારે બાજુથી પકડાઈ જઈ સર્વ પ્રકારના ભારે દુઃખોને સહન કરે છે. કરીવર એટલે મોટો હાથી જેમ કાદવમાં કળી જાય તેમ પ્રાણી રસગારવ, રિદ્ધિગારવ અને સાતાગારવવડે આ સંસારરૂપી કાદવમાં કળી જાય છે. ૬૭.
દેશે પણ પાપો તજે-ખરી. તે વ્રત લે કલ્યાણ રે.” ખરી.
સમકિત સહ નિર્નામિકા-ખરી. અણુવ્રતો લે, જાણ રે. ખરી અર્થ :- દેશે એટલે અંશે પણ જે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ પાંચ પાપોને તજે તે દેશવ્રતી શ્રાવક કલ્યાણને પામે છે. આ પ્રમાણે ચારગતિનું દુઃખમય સ્વરૂપ જાણી નિર્નામિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. જેથી મુનિશ્વર પાસે તેણીએ સમકિત સહિત પાંચ અણુવ્રતોને ધારણ કર્યા. ૬૮.
વંદન કરી પાછી ફરી - ખરી. ભારો લઈને જાય રે; ખરી
બહુ દિન ઘર્મ ઘરી હવે - ખરી. અનશન-ઘારી થાય રે. ખરી અર્થ - પછી મુનિશ્વરને વંદન કરી પોતાને કૃતાર્થ માનતી તે ભારો લઈ ઘર તરફ પાછી ફરી. ઘણા દિવસ સુધી તપાદિ ઘર્મ ક્રિયા કરી અંતે અનશનવ્રત ઘારણ કર્યું. કલા