________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૬૩
અર્થ - હવે સ્વયંબુદ્ધ મંત્રી કહે : તમારા આ બધા વિચારો સંબંઘ વગરના છે. આવી ક્ષણભંગુરપણાની તમારી બુદ્ધિ કેટલીવાર સુધી ટકી રહે? કોઈ પણ પદાર્થનો કેવળ એટલે સર્વથા નાશ નથી. માત્ર તેની પર્યાય એટલે અવસ્થા પલટાય છે, પણ દ્રવ્ય હમેશાં ધૃવરૂપે વિદ્યમાન રહે છે. આટલા
ગાય ખાય જે ઘાસ તે, દૂઘરૃપે વળી દેખો રે,
માખણ દૂઘ-દહીં વડે, ઘીરૂપે વળી પેખો રે. પ્રભુ અર્થ - જેમકે ગાય ઘાસ ખાય છે. તે ઘાસના પરમાણુઓનું દુઘરૂપે પરિવર્તન થયું. પછી દુઘનું દહીંરૂપે, દહીંનું માખણરૂપે અને માખણનું ઘીરૂપે પલટાવાપણું થયું. ૮૮ાા.
દ્રવ્ય માત્ર પલટાય, જો; કેવળ નાશ ન પામે રે,
કેવળ નાશ ગયે, બઘા વ્યવહારો ય વિરામે રે - પ્રભુ અર્થ :- એમ પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટાય છે; પણ તે દ્રવ્ય સર્વથા નાશ પામતું નથી. જો પ્રતિ ક્ષણે તેનો કેવળ નાશ ગણીએ તો લેણદેણના બઘાં વ્યવહારો વિરામ પામે અર્થાત અટકી જાય. દા.
પિતા-પુત્ર સંબંઘ શો? વંધ્યા-સુત સમ દેખો રે,
ગગન-કુસુમ સમ ઘર્મ એ; કારણ-કાર્યો લેખો રે. પ્રભુ અર્થ - જો બધું ક્ષણિક હોય તો પિતા પુત્રનો સંબંઘ ક્યાં રહ્યો? તે તો વંધ્યાના પુત્ર સમાન થઈ ગયો. કેમકે મૂળ પિતાનો જીવ કે પુત્રનો જીવ હતો તે તો બીજી જ ક્ષણે વિનાશ પામી ગયો અને બેય નવા જીવ આવી ગયા. તેથી અહીં ક્ષણભંગુરતાનો સિદ્ધાંત બંધબેસતો નથી. એવા મતવાળાનો ઘર્મ પણ ગગન-કુસુમ સમાન એટલે આકાશના ફૂલ સમાન બની ગયો. જેમ આકાશને ફૂલ હોય નહીં તેમ આ ઘર્મનું અસ્તિત્વ પણ દરેક વસ્તુની ક્ષણભંગુરતાના સિદ્ધાંતને કારણે નાશ પામી ગયું. કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ ઘર્મનું અસ્તિત્વ જ જ્યારે નાશ પામી ગયું. ત્યારે મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિ થવી તે અસંભવ બની ગઈ. ૯૦ના
ક્ષણિક કેમ ન વાસના? જો ક્ષણિક સૌ માનો રે,
ક્ષણમાં નાશ થનારને, મોહ ન હોય કશાનો રે. પ્રભુ અર્થ :- જો બધું તમે ક્ષણિક માનો છો તો જે વાસના ચિત્તમાં રહે છે તેને કેમ ક્ષણિક માનતા નથી. આત્મા નામનો પદાર્થ જો ક્ષણમાં નાશ પામે છે, તો પછી તેને કોઈ પણ પદાર્થનો મોહ કેવી રીતે હોઈ શકે? ૯૧ાા.
વાદ કરો, નાણું શીરો, સ્મૃતિ વિષે સૌ માંડો રે;
સ્મૃતિ ઘટે ના ક્ષણિકને, લગ્ન કરો કે રાંડો રે.” પ્રભુ અર્થ - કોઈની સાથે વાદ એટલે ચર્ચા કરવી કે નાણું ઘીરવું કે લેણદેણને સ્મૃતિમાં રાખવી, એ ક્ષણિકવાદમાં કેમ ઘટી શકે? કેમકે ચર્ચા કરનારા, નાણું લેનારા કે ધીરનારા અથવા સ્મૃતિમાં રાખનારા બઘા ક્ષણભંગુર સિદ્ધાંતના કારણે બદલાઈ ગયા. પૂર્વે હતા તે રહ્યાં નહીં. જેમ એક ક્ષણમાં લગ્ન થયું અને બીજી ક્ષણમાં આત્મા ક્ષણિક હોવાથી તેનું મરણ થયું તો તે પ્રસંગ લગ્નનો થયો કે રંડાપો આવ્યો એ વિષે શું સમજવું? II૯રા