________________
૪૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કેટલાય થઈ ગયા છતા જીવને આ વાત હજા ગળે ઊતરતી નથી. તે ખરેખર વિચારવા જેવું છે. આવા
વિષય-વિષ વ્યાપી જતાં, હિત-વિચાર ન આવે રે,
ઘર્મ-મોક્ષ જીંવ વીસરે, કામ-અર્થ મન લાવે રે. પ્રભુ અર્થ :- પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિષ વ્યાપી જવાથી આત્મા મૂચ્છ પામી જાય છે. તેથી પોતાના હિતનો વિચાર તેને આવી શકતો નથી. તે ઘર્મ અને મોક્ષ પુરુષાર્થને વિસરી જઈ પાપરૂપ એવા કામ, અને તેને માટે અર્થ એટલે ઘન કમાવવાના પુરુષાર્થમાં જ મનને લગાવી નિશદિન મંડ્યો રહે છે. ૪૪
નરભવ સફળ કરું હવે, રાજ્ય-ભાર આ છોડી રે,
પુત્રોત્સવ-ફળ આ ગણું, વત્સલતા સૌ તોડી રે.” પ્રભુત્વ અર્થ - હવે હું આ રાજ્યભારને છોડી, દુર્લભ માનવદેહમાં સÈવગુરુથર્મનો યોગ મળવાથી તેને સફળ કરું, એમ શતબલ રાજા વિચાર કરે છે. પુત્ર મળ્યાનું ફળ સંસાર ત્યાગ છે; એમ માની હવે સર્વ કુટુંબ આદિ પ્રત્યેની વત્સલતાનો ત્યાગ કરું. II૪પા
અભિષેક કરી, પુત્રને નૃપ-પદવી શુભ દીઘી રે,
શમ-સામ્રાજ્ય વઘારવા પોતે દીક્ષા લીધી રે. પ્રભુ અર્થ:- પુત્ર મહાબળકુમારનો રાજ્યાભિષેક કરી તેને રાજાની શુભ પદવી આપી. ન્યાયનીતિયુક્ત રાજ્ય હોવાથી તે સમયમાં રાજાની પદવી શુભ ગણી શકાય. પછી પિતા શતબળ રાજાએ પોતાના આત્માનું કષાયશમનરૂપ શમનું સામ્રાજ્ય વઘારવા માટે આચાર્યના ચરણ સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. II૪૬ના
મહાબળ નૃપ યોવને, પૂર્ણચંદ્ર સમ શોભે રે,
સભા વિષે મંત્રી વદે, વંદન કરી અક્ષોભે રે- પ્રભુ અર્થ - હવે મહાબળરાજા યૌવનવયમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભવા લાગ્યા. સ્વછંદથી વિષયક્રીડામાં આસક્ત થવાથી તેમને મન રાત્રિ દિવસ સરખા લાગવા લાગ્યા. એક દિવસ રાજસભામાં
સ્વયંબુદ્ધ, સંભિન્નમતિ, શતમતિ અને મહામતિ એ ચાર મુખ્યમંત્રીઓ બેઠા હતા. ત્યારે સ્વામીભક્ત સમ્યકુદ્રષ્ટિ એવો સ્વયંબુદ્ધ મંત્રી વિચારવા લાગ્યો કે અહો! અમે જોતાં છતાં આ વિષયવિનોદમાં વ્યગ્ર બનેલા અમારા સ્વામીનો જન્મ વૃથા જાય છે, દુષ્ટ ઘોડાઓની જેમ ઇન્દ્રિયોથી હરણ થાય છે; તેની ઉપેક્ષા કરનારા એવા અમને ધિક્કાર છે! એમ વિચારી સર્વ બુદ્ધિમતોમાં અગ્રણી એવો સ્વયંબુદ્ધ મંત્રી રાજાને વંદન કરી અક્ષોભ એટલે સ્થિરમનથી નીચે પ્રમાણે કહેવા લાગ્યો. //૪૭થા
“અગ્નિ સમ તૃષ્ણા વઘે વિષયભોગ ફૅપ કાઠે રે,
દુર્જન, વિષ, વિષયો, અહિ નાખે જીવને કષ્ટ ૨. પ્રભુ અર્થ - હે રાજન! આ વિષય ભોગરૂપ લાકડા નાખવાથી, તૃષ્ણારૂપી અગ્નિ વિશેષ વૃદ્ધિ પામે છે. તેમ આ સંસારને વિષે વિષયસુખથી ક્યારેય પણ જીવ નૃતિ પામતો નથી. દુર્જન, વિષ, ઇન્દ્રિયના વિષયો કે અહિ એટલે સર્પ આદિ ઝેરી પ્રાણીઓનો સંગ જીવને કષ્ટમાં જ નાખે છે. II૪૮ાા
કામ-પરિચય-પ્રિયતા, દદું-સુખ વલૂર્વે રે, પરિણામે દુઃખ-વૃદ્ધિ દે, આત્મ-દિવ્યતા ચૂરે રે. પ્રભુ