________________
૪૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આવા ઉત્તમ સુપાત્રમાં ભાવભક્તિ સહિત દાન થતા ઘનશેઠ સાર્થવાહ બોધિ-બીજ એટલે સમકિતને પામ્યા. તે સમયે હૃદયમાં અપૂર્વ ભક્તિ ઉલ્લસવાથી તેમનું ગાત્ર એટલે શરીર રોમાંચિત થઈ ગયું. લા
કહે: “કૃતાર્થ કર્યો મને”; મુનિને નમી વળાવે રે;
મુનિ જતાં નિજ સ્થાનકે, “થર્મલાભ!” સુણાવે રે. પ્રભુ અર્થ - પછી શેઠ આનંદિત થઈ મુનિને કહેવા લાગ્યા : આજે મને આપે કૃતાર્થ કર્યો. હું ઘન્ય બની ગયો. એમ કહી મુનિને પ્રણામ કરી વળાવ્યા. મુનિ પણ “ઘર્મલાભ” કહી પોતાના સ્થાનકે ગયા. ||૧૦ના
રાત્રે શેઠ ફરી ગયા, મુનિને વંદી, બેસે રે;
મુનિવર કરુણા આણીને, ઘર્મતત્ત્વ ઉપદેશે રે. પ્રભુ અર્થ :- રાત્રે શેઠ ફરી મુનિ પાસે જઈ પ્રણામ કરીને બેઠા. મુનિઓમાં શ્રેષ્ઠ એવા આચાર્ય પણ કરુણા આણી ઘર્મતત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યા. /૧૧ના
ઉત્તમ મંગલ ઘર્મ આ : સંયમ-તપ-અહિંસા રે,
સદા ઘરો મન ઘર્મમાં; સુર પણ કરે પ્રશંસા રે. પ્રભુ અર્થ - ઘર્મ એ ઉત્કૃષ્ટ માંગલિક એટલે આત્માનું હિત કરનાર છે. તે ઘર્મ સંયમ, તપ અને અહિંસામય છે. એવા ઘર્મમાં મનને સદા ઘરી રાખો. દેવો પણ એવા ઘર્મની પ્રશંસા કરે છે. ૧૨ાા
ઘર્મ જ પોષે જીવને મા સમ દયા બનીને રે,
રક્ષણ પિતા સમું કરે, સંગતિ મિત્ર તણી તે રે. પ્રભુત્વ અર્થ :- ઘર્મ જીવને માતા સમાન દયાળ બની સારા ભાવો કરાવી પોષણ કરે છે. તથા પિતા સમાન ફકત્ય કરતાં અટકાવી રક્ષણ કરે છે. વળી ઘર્મ મિત્રની સંગતિ સમાન પ્રસન્નતાને આપે છે. [૧૩]
ઘર્મ જ ભૂપ-પદે ઘરે, દે દેવાદિક ઋદ્ધિ રે,
તીર્થંકર-પદ ઘર્મ દે, ઘર્મ વડે સૌ સિદ્ધિ રે. પ્રભુ અર્થ :- ઘર્મ જ જીવને રાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવ કે ઇન્દ્રપદને આપે છે. ઘર્મથી જીવ નવ રૈવેયક કે પાંચ અનુત્તર વિમાનમાં જાય છે. તીર્થંકર પદ પ્રાપ્તિનું કારણ પણ ઘર્મ જ છે. ઘર્મવડે જગતમાં સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ||૧૪
દાન, શીલ, તપ ભાવથી ઘર્મ ચતુર્વિઘ જાણો રે,
દરેકના વળી ભેદ છે, હિતકારક ઉર આણો રે. પ્રભુ અર્થ :- દાન, શીલ, તપ અને ભાવથી ઘર્મ ચાર પ્રકારે છે એમ જાણો. દરેકના વળી પાછા ભેદ છે. તેને હિતકારક જાણી હૃદયમાં લાવો. દાન માટે મૂળદેવનું દ્રષ્ટાંત, શીલ માટે શીલવતીની કથા, તપ માટે ઘન્ના અણગાર અને ભાવ માટે ઈલાયચીકુમારનું દ્રષ્ટાંત છે. ૧૫
જ્ઞાન અભય આહાર ને ઔષઘ આદિ દાને રેઉજ્જવળ કેવળજ્ઞાન લઈ, જાય જીવ શિવ-સ્થાને રે. પ્રભુ