________________
(૯૭) આત્મ-ભાવના
૪૩૯
અર્થ :– કર્મના ઉદયનો સ્વભાવ આકુળતાપૂર્ણ છે. અર્થાત્ આત્માને અશાંતિ ઉપજાવનાર છે અને અસુખ-ધામ એટલે દુઃખનું જ ઘર છે; જ્યારે આત્માનો સ્વભાવ સદા નિરાકુલ છે એમ વિચારો. આત્મા તો સ્વયં અનંત સુખથી પરિપૂર્ણ છે એમ મનમાં શ્રદ્ધા કરો. ।।૧૬।।
આગામી કાળે ફળદાર્યો કર્યો, ઘરે ઉરે ગર્ભિત દુઃખ-થર્મો; આત્મા નથી પુદ્ગલ-ભાવ-હેતુ, અદુઃખકારી, ભવ-અંબુ-સેતુ. ૧૭
અર્થ :— આગામી એટલે ભવિષ્યકાળમાં ફળ આપનાર કર્મો જે સત્તામાં પડ્યાં છે. તે પણ ગર્ભિત રીતે દુઃખના ધર્મોને જ ધારણ કરેલ છે. જે પુદ્ગલ પરમાણુનું પરિણમન થઈ રહ્યું છે તેનું કારણ આત્મા નથી. તે સ્વતઃ છે. આત્મા તો અદુઃખકારી એટલે અનંત સુખમય સ્વભાવવાળો છે, અને આત્મભાવના છે તે જીવને ભવ-અંબુ એટલે ભવજળથી પાર ઉતારવામાં સેતુ એટલે પુલ સમાન છે. ।।૧૭।। આવા વિચારે જીવ ભેદનાને, શિથિલ કર્મોદયથી પિછાનેચૈતન્ય-ભાનુ, ખસતાં કુકર્માં; અમાપ તેજે પ્રગટે સ્વધર્મો. ૧૮
અર્થ :– ઉપ૨ોક્ત ભેદશાનના વિચાર કરવાથી જીવના કર્મોદય શિથિલ થતાં જાય છે, તેથી સૂર્ય સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની તેને ઓળખાણ થાય છે. પછી કુકર્મોના આવરણો ખસતાં આત્માનું અમાપ તેજ જ્વાજણ્યમાન થઈ પોતાના અનંત ગુણધર્મો પ્રગટે છે. ।।૧૮।
હું મુક્ત સર્વે પરભાવથી છે, અસંગ છું દ્રવ્યથી એકલો હું,
ક્ષેત્રે અસંખ્યાત ઘરું પ્રદેશો, સ્વદેશ વ્યાપી અવગાહના શો. ૧૯
હવે આત્મભાવના કરવા આત્મસાઘન બતાવે છે :—
અર્થ :— હું સર્વ પરભાવથી મુક્ત છું, હું ભાવકર્મ, દ્રવ્યકર્મ, નૌકર્મથી રહિત અસંગ છું, દ્રવ્યથી જોઈએ તો હું એકલો છું. ક્ષેત્રથી આત્માના અસંખ્યાત પ્રદેશોને ઘારણ કરનાર છું. અને સ્વદેહમાં વ્યાપેલો છું. સ્વદેહ પ્રમાણ એ મારી અવગાહના એટલે આકાર છે. ।।૧૯।।
કાળે સ્વપર્યાય પરિણમંતો, અજન્મ ને શાશ્વત-ધર્મ-વંતો
છું શુદ્ધ ચૈતન્ય, વિકલ્પ-હીન, સ્વ-ભાવ-દ્રષ્ટાજ, વિજ્ઞાનલીન. ૨૦
અર્થ :— કાળથી હું સમયે સમયે સ્વપર્યાયમાં જ પરિણમું છું, હું અજન્મ છું. મારો કોઈ કાળે જન્મ
=
થયો નથી. કેમકે હું શાશ્વત ધર્મવાળો છું, અને ભાવથી હું જ્ઞાનદર્શનમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. મારો સ્વભાવ નિર્વિકલ્પ દ્રષ્ટા છે અને પોતાના વિશેષ જ્ઞાનમાં જ લીન રહેવાવાળો છું, ।।૨૦।।
આત્મસાધન
“દ્રવ્ય – હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.
ક્ષેત્ર - અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણે છે.
કાળ – અજ૨, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.' (વ.પૂ. ૪
જ્ઞાની ક્રમે આત્મ-વિચાર અર્થે કહે શરીરે નિજ ભાવ વર્તે, ત્યાંથી ક્રમે પ્રાણ નિજાન્મ થારો, પછી ગણો ઇન્દ્રિયોના પ્રચારો. ૨૧