________________
(૯૮) જિન-ભાવના
દેતા ન આપ, પણ ભક્તિર્થી સુખ લાઘે, જે આપથી વિમુખ તે જન દુઃખ સાથે; આદર્શની નજ઼ક કો ઘરતાં પદાર્થ, સૌંદર્ય કે વિરૂપતા ઝળકે યથાર્થ. ૧૪
૪૪૭
અર્થ – આપ વીતરાગ હોવાથી ભક્તને કાંઈ આપતા નથી. પણ તેને આપની ભક્તિ કરવાથી પુણ્ય પ્રાપ્તિ થઈ અંતરશાંતિ વગેરે અનેક પ્રકારના ભૌતિક લાભ થાય છે. પણ જે આપથી વિમુખતૃષ્ટિવાળા છે તે જન દુઃખને પામે છે. જેમ આદર્શ એટલે અરીસાની નજીક કોઈ પદાર્થ મૂકવામાં આવે તો તે સુંદ૨ હોય કે અસુંદર હોય, અરીસામાં તે યથાર્થ ઝળકી ઊઠે છે. તેમ કોઈ ભગવાનની સન્મુખ હોય કે વિમુખ હોય, તે તેવા પુણ્ય કે પાપના લાભને અવશ્ય પામે છે.
મોટાઈ આપની અકિંચન તોય કેવી? શ્રીમંત આર્પી ન શકે ચીજ આપ જેવી;
ઊંચા ગિરિથી નદીઓ પથરેય ફૂટે, વારિધિથી ન નદી એક કદી વછૂટે. ૧૫ અર્થ :— હે પ્રભુ ! આપ અકિંચન એટલે આપની પાસે કાંઈ ન હોવા છતાં આપની મોટાઈ કેવી છે કે જે શ્રીમંત પુરુષો પણ આપી ન શકે એવી વસ્તુ આપ આપો છો. કરોડો રૂપિયા આપતાં પણ સમ્યક્ દર્શન આદિ રત્નત્રય ન મળી શકે તે આપ આપો છો.
ઊંચા પહાડો ઉપરથી નદીઓ પત્થર પર પડી ટૂટી ફૂટીને માર ખાય છે. પણ તે જ નદીઓ વારિધિ એટલે સમુદ્રમાં ભળી ગયા પછી એક પણ નદી તેનાથી કદી વછૂટે નહીં, અર્થાત્ છૂટી પડે નહીં. તે સમુદ્રમાં ભળી શાંતિથી રહે છે. તેમ સંસારમાં હું પણ અનંતકાળથી ચારગતિમાં કૂટાઈ પિટાઈને માર ખાઈ અથડાઉં છું. પણ એકવાર જો આપના શુદ્ધ સ્વરૂપમાં ભળી જાઉં તો સર્વકાળ તે સ્વરૂપમાં જ નિવાસ કરીને શાંતિથી રહ્યું અને અનંતકાળે પણ તે સ્વરૂપથી કદી છૂટો પડું નહીં.
ચિત્તેય દર્શન તણો અભિલાષ જાગે, કે કૂંપળો ફૂટતી પુણ્ય-૨સાલ-અગ્રે,
આંબો . પ્રફુલ્લ બનતો ચરણે નમું જ્યાં, પાકે ફળોય કરુણા નજરે જુઓ ત્યાં. ૧૬ અર્થ :– હે પ્રભુ! જ્યારે મારા ચિત્તમાં આપના દર્શન કરવાનો અભિલાષ જાગે છે ત્યારે તો જાણે પુણ્યરૂપી આંબાની ડાળીઓ ઉપર કૂંપળો ફૂટી ગઈ હોય તેમ ભાસે છે. અને જ્યારે હું આપના દર્શન કરી પ્રફુલ્લિત મનથી ભાવભક્તિ સહિત આપના ચરણકમળમાં નમસ્કાર કરું છું ત્યારે તે આંબો જાણે કેરીઓના
ભારથી નીચે નમી રહ્યો હોય એમ લાગે છે. અને જ્યારે મારી ભક્તિવડે આપ પ્રસન્ન થઈ કરુણા નજરે મારી સમક્ષ જુઓ છો ત્યારે તો જાણે કેરીઓ બધી પાકી જઈને અમૃત ફળરૂપે બની ગઈ હોય એમ જણાય છે. હવે આપની આજ્ઞાવડે તે અમૃતફળ ખાઈને સદા સુખી રહીશું એવો ભાવોલ્લાસ મનમાં પ્રગટે છે. ઉત્પાદ આદિ વચને કરી જો કૃપા તો, સૌ ગૌતમાદિ ગણ-નાથ રચે સુશાસ્ત્રો; રાજા ગ્રહે કર, બને મહિષી દરિદ્રી, સર્વજ્ઞની નજ૨ ચૂરી કર્મ-અગ્નિ. ૧૭
અર્થ – હે પ્રભુ! આપે ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ વચનોવડે ત્રિપદી આપીને કૃપા કરી તો સૌ ગૌતમાદિ ગણઘર પુરુષો દ્વાદશાંગીરૂપે સત્શાસ્ત્રના રચનાર થયા. જેમ કોઈ રાજા, દરિદ્રી એટલે ગરીબ કન્યા સાથે પાણિગ્રહણ કરે તો તે ગરીબ કન્યા મહિષી એટલે રાણી બની જાય. તેમ આપ સર્વજ્ઞ પ્રભુની કરુણા નજર, કર્મથી પીડાતા સાચા ભક્ત ઉપર પડે તો તેના કર્મરૂપી અદ્રિ એટલે પર્વતના ચૂરેચૂરા થઈ જાય અર્થાત્ તેના સર્વ કર્મ નાશ પામે.