________________
૪૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સર્વ અધૂરા ઘર્મના શોઘો જો સિદ્ધાંત,
ન અહિંસા-હિંસા ઘટે, માને સૌ એકાંત - ૧૯ અર્થ - જૈનઘર્મના સ્યાદવાદ સિદ્ધાંત સિવાય બઘા અધૂરા ઘર્મના સિદ્ધાંતની જો શોઘ કરો તો તેમાં અહિંસા, હિંસાના વાસ્તવિક સ્વરૂપનું કોઈ ચોક્કસ વર્ણન નથી. સર્વ એકાંત પક્ષને માને છે.
નાસ્તિક-મતિ એવું વદે : “દેહ, જીવ તો એક;
જીંવ નથી, તો હિંસા નથી” ત્યાં શાનો વિવેક? ૨૦ અર્થ - નાસ્તિક મતવાળા એવું કહે છે કે દેહ અને જીવ એક છે. જીવ નામનો કોઈ પદાર્થ નથી તો તેની હિંસા થઈ કેમ કહેવાય? એવી જેની વિચારઘારા છે ત્યાં વિવેક એટલે હિતાહિતનું ભાન ક્યાં રહ્યું?
બ્રહ્મ એક જો વિશ્વકૅપ, નિત્ય; ન કદી હણાય;
સાધુ અહિંસા આદરે, સાર્થક કેમ ગણાય? ૨૧ અર્થ :- વેદાંતના અદ્વૈતવાદની એવી માન્યતા છે કે જગતમાં બ્રહ્મ એટલે ઈશ્વર એક જ છે. તે આ વિશ્વરૂપે થયેલ છે. તે સદા નિત્ય છે. તેને કોઈ હણી શકે નહીં. તેમના મતના સાઘુ પુરુષો પણ અહિંસાને આદરે છે તો તેનું સફળપણું કેવી રીતે ગણવું? કેમકે ઈશ્વર તો જગતમાં એકજ છે, બીજો કોઈ ઈશ્વર થઈ શકે નહીં; તો અહિંસાને આદરવાનું પ્રયોજન શું?
તદ્દન તનથી ભિન્ન જીંવ, એવો મત ઘરનાર,
માંસાદિક ભક્ષણ કરે, નહિ હિંસા ગણનાર. ૨૨ અર્થ :- એક મતની એવી માન્યતા છે કે જીવ નામનો પદાર્થ આ શરીરથી સાવ ભિન્ન છે. એવું માની શરીરના માંસાદિકનું ભક્ષણ કરે છે. અને એમ કરવામાં જીવની હિંસા થતી નથી એમ માને છે.
આત્મા સદા અસંગ જે નભ સમ ગણે ફેંટસ્થ,
પરિણામી માને નહીં; નહિ હિંસા-દોષસ્થ. ૨૩ અર્થ - સાંખ્ય મતવાળા એમ માને છે કે આત્મા આકાશ સમાન સદા અસંગ છે અને કૂટસ્થ નિત્ય છે અર્થાતુ સર્વદા નિત્ય છે. તે કોઈ રીતે અનિત્ય હોઈ શકે નહીં. તે આત્મા પરિણમનશીલ સ્વભાવવાળો નથી, અર્થાત્ વિભાવરૂપ પરિણમતો નથી. માટે હિંસા કરવાનો દોષ તેને લાગતો નથી.
સ્વયં ક્ષણ ક્ષણ ઑવ મરે, એમ ગણે વળી કોય;
મરતો મારે શી રીતે? હિંસા ત્યાં શી હોય? ૨૪ અર્થ :- બૌદ્ધમતવાળા ક્ષણિકવાદી કહેવાય છે. તેમના મત પ્રમાણે આત્મા સ્વયં ક્ષણે ક્ષણે મરણ પામે છે. જે ક્ષણે ક્ષણે મરી જ રહ્યો છે તેને વળી શી રીતે મારે? તો ત્યાં હિંસા થઈ કેમ કહેવાય?
ખરી શૈલી સ્યાદ્વાદ જો, આત્મા-નિત્ય-અનિત્ય,
કાય-વિયોગે વેદના, હિંસા-હેતું સત્ય. ૨૫ અર્થ - માટે ખરી શૈલી તો જૈનમતના સ્યાદ્વાદની છે કે જ્યાં આત્મા કોઈ અપેક્ષાએ નિત્ય છે અને કોઈ અપેક્ષાએ અનિત્ય છે. જૈનના મત પ્રમાણે મરણ સમયે કાયાનો વિયોગ થતાં જીવને વેદનાનો અનુભવ થાય છે, તેમ કોઈને મારવાથી તેની કાયાનો વિયોગ થતાં તેને પણ વેદનાનો અનુભવ થાય છે;