________________
૪૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ચોરી, અબ્રહ્મ, આરંભપરિગ્રહ વગેરેના નિમિત્તે કષાયભાવો ઉત્પન્ન થઈ દ્રવ્ય અને ભાવપ્રાણની હિંસા થાય છે. માટે તેવા હિંસાના નિમિત્તોથી દૂર રહે જેથી કષાયભાવો જન્મ નહીં.
નિશ્ચયને સમજે નહીં નિશ્ચય ખેંચે બાળ;
સવર્તનને ત્યાગતો, ક્રિયા-પ્રમાદી, ભાળ. ૯ અર્થ - હવે સ્વચ્છંદપણા વિષે વાત કરે છે. જે જીવો નિશ્ચયનયને યથાર્થ સમજતા નથી તે બાળકની જેમ એકાંતે નિશ્ચયનયની વાતને ખેંચ્યા કરે છે. તે આત્માને એકાંતે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન માની ક્રિયા કરવામાં પ્રમાદી બની, સદાચાર, ભક્તિ, સત્સંગ, પૂજા, સ્મરણ આદિ સદ્વર્તનને પણ ત્યાગી દે છે.
રાખું નિર્મળ ભાવ હું, વર્તન બાહ્ય ગણાય.”
વદે સ્વ-છંદે વર્તતાં, મોહે ઘણા તણાય. ૧૦ અર્થ - વળી નિશ્ચયાભાસી કહે છે કે હું તો અંતરમાં નિર્મળ ભાવ રાખું છું. ઉપરનું વર્તન તો બધું બાહ્ય ગણાય છે. એમ કહી સ્વચ્છેદે વર્તન કરતાં ઘણા જીવો મોહમાં તણાઈ જાય છે; અને દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાના ભોગી થાય છે.
બંઘ, મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહી;
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.” -શ્રીમદ્ રાજચંદ્ર હિંસા, હિંસક, હિંસ્ય ને હિંસા-ફળનું તત્ત્વ
જાણી સંવર સાથવો, હિંસામાં ન મહત્ત્વ. ૧૧ અર્થ :- હિંસા કોને કહેવી? તો કે “પ્રમત્તયોગાત્રાળ વ્યવરોપા હિસા' શ્રી ઉમાસ્વાતિ ભગવંતે મોક્ષશાસ્ત્રમાં હિંસાની આ વ્યાખ્યા કરી છે કે મનવચનકાયયોગના પ્રમાદથી જીવોના પ્રાણોનો નાશ કરવો તે હિંસા છે. હિંસા કરવાના જેના ભાવ છે તે હિંસક છે. જે નિર્દોષ પ્રાણીઓની હિંસા થાય તે હિંસ્ય કહેવાય છે. તથા આવી હિંસાનું ફળ શું આવશે તે તત્ત્વને જાણી વિચારીને આવતા કર્મોને રોકવા તે સંવર છે; તેને સાધ્ય કરવો. હિંસા કરવામાં કાંઈ મોટાઈ નથી. જેથી યથાશક્તિ અપ્રમાદી બનીને સર્વ પ્રકારની દ્રવ્ય અને ભાવ હિંસાનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે.
મોક્ષમાર્ગ–અજ્ઞાતને સમજ ન સર્વ પ્રકાર;
| સર્વ અપેક્ષા સમજતા સદગુરુ-શરણ વિચાર. ૧૨ અર્થ – મોક્ષમાર્ગના અજ્ઞાત એટલે અજાણ જીવને સ્યાદ્વાદપૂર્વક સર્વ પ્રકારના તત્ત્વોની સમજ નથી. માટે સર્વ પ્રકારની અપેક્ષાના જાણનાર એવા સગુરુ ભગવંતનું શરણ ગ્રહણ કરવું એ જ શ્રેયસ્કર છે, એમ વિચારવું.
એકાને નિશ્ચય નયે માની આત્મા શુદ્ધ,
ઘણાય દુર્ગતિ સાઘતા, મોહે રહી અબુદ્ધ. ૧૩ અર્થ:- એકાંતે નિશ્ચયનયને પ્રદાન કરી આત્માને કેવળ શુદ્ધ માની ઘણાય જીવો મોહવડે અબુદ્ધ એટલે અજ્ઞાની રહી દુર્ગતિને સાથે છે. “સમયસાર નાટક'ના કર્તા શ્રી બનારસીદાસ પણ પહેલા નિશ્ચયાભાસી બની ગયા હતા. પણ શ્રી રૂપચંદજી પાંડે મળતાં સ્યાદવાદપૂર્વક તત્ત્વની સમજ આવવાથી યથાયોગ્ય