Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ (૯૩) રસાસ્વાદ ૪૧ ૩ પરાભક્તિ છે. એમ પરાભક્તિના અંત સુધી ખૂબ ભક્તિભાવ જગાડવાથી સ્વરૂપમાં સ્થિરતા આવે છે. ત્યાં મનોવૃત્તિની એકાગ્રતા જો સદા રહી તો આત્મઅનુભવરૂપ રસના આસ્વાદની વૃદ્ધિ થઈ અખંડપણે તેનો સ્વાદ જીવ ચાખ્યા કરશે. એવું પ્રભુભક્તિનું માહાભ્ય છે. કોઈ મળે મોક્ષ જો જ્ઞાનીના આશ્રયે તો, બઘાં સાઘનો થાય સુલભ્ય એ તો સ્વયંસિદ્ધ જાણો, કહ્યું જ્ઞાનીએ એ; કળિકાળ જાણી રહો સત્સમીપે. ૭ અર્થ - જ્ઞાની પુરુષનો આશ્રય કરવાથી, તેમનું શરણ લેવાથી અર્થાત્ તેમના કહ્યા પ્રમાણે વર્તવાથી મોક્ષ મળી શકે છે, તો મોક્ષ પ્રાપ્તિના બીજા બધા સાઘનો સુલભ થાય એમ સ્વયંસિદ્ધ જાણો. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. છતાં કળિકાળ વર્તે છે માટે સદા સત્પરુષના સમીપે કે સત્સંગમાં નિવાસ કરવો યોગ્ય છે. “જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?” –વચનામૃત પત્રાંક પ૬૦ (પૃ.૪૪૭) શા. ન સત્સંગ-સામીપ્ય, લ્યો આશરો એ; અસત્સંગ અત્યંત ત્યાગવા કરો રે; સ્વહિત પ્રવર્તે, મુમુક્ષુ થયો જે, અખંડિત આ જ્ઞાનના નિશ્ચયો છે. ૮ અર્થ - જો સત્સંગ સમીપે રહેવાનું બનતું ન હોય તો પુરુષના વચનામૃતનો આશ્રય લો. તથા અસત્સંગનો અત્યંતપણે ત્યાગ કર્યા કરો. કુગુરુ, કષાયભાવો કે આરંભપરિગ્રહમાં આસક્તિ એ સર્વ અસત્સંગ છે. જે મુમુક્ષુ થયો તે સ્વઆત્મહિત થાય તેમ પ્રવર્તે છે. ઉપર કહ્યા તે વિચારો જ્ઞાનીપુરુષના અખંડ નિશ્ચયો છે. આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાઘન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૮) IIટા વિકલ્પો રહે ના, ઘણી સત્ય ઘાયૅ, રહે વર્તવું એક આજ્ઞાનુસાર, ભેંલે સર્વ સંસાર ને વાસનાઓ, ટળે દેહ-અધ્યાસ ને કલ્પનાઓ. ૯ અર્થ - સાચા આત્મજ્ઞાની પુરુષને ગુરુરૂપે ઘણી ઘાર્યા હોય તો તે સંબંધી વિકલ્પ રહે નહીં. પછી માત્ર તેની આજ્ઞાનુસારે વર્તવું એ જ રહે છે. સગુરુની આજ્ઞાએ વર્તવાથી સર્વ સંસારની વાસનાઓને તે ભૂલે છે તથા તેનો દેહાધ્યાસ અને મનમાં ઊઠતી અનેક કલ્પનાઓ ટળે છે. જેથી કાળાંતરે આત્મસુખના રસાસ્વાદને તે પામે છે. ઘણી વગરના ઢોર સુના” એમ કહેવાય છે. તેમ પરમકૃપાળુદેવને જેણે ઘણીરૂપે ઘાર્યા નથી તે બધે ભટક ભટક કરે છે. મહાનંદ એ ભક્તિ-યોગે ઝરે જે, રસાસ્વાદ તેનો સુભક્તો કરે છે; કર્યો વાત મિષ્ટાન્નની ના ઘરાઓ; ચહો, ભ્રાત, એ સુખ તો જાગી જાઓ. ૧૦ અર્થ :- પ્રભુભક્તિના યોગે જે મહાનંદ ઝરે, તેનો રસાસ્વાદ સાચા ભક્તો કરે છે. નાભો ભગત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 207