________________
(૯૩) રસાસ્વાદ
૪૧ ૧
અખંડઘારાએ જે સદા સેવન કરે છે એવા મારા શ્રીગુરુ રાજપ્રભુના ચરણકમળમાં હું પરમપ્રેમભાવથી નમસ્કાર કરું છું. હે કૃપાળુ! કૃપા કરીને મને પણ આવા આત્મઅનુભવનો રસાસ્વાદ આપો.
પરાભક્તિરૂપે રસાસ્વાદ તો ત્યાં, પરાત્મારૃપે લીન આત્મા થતો જ્યાં;
કદી દેહથારી પરાત્મા મળે જો, કૃપા-બી પરાભક્તિનું લે, કળે તો. ૨ અર્થ - પરાભક્તિ એટલે ભગવાનની જ સદા લય રહેવી તે પરાભક્તિ છે. ભક્તને પહેલા હાલોડહં એટલે હું પ્રભુનો દાસ છું, પછી ભગવાન પ્રત્યે પ્રેમ વધતાં ભગવાનનું જેવું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે એમ થાય તે સોડé છે. પછી ભગવાનના શુદ્ધ સ્વરૂપ સાથે એકમેક થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક પ્રભુમાં જ મન રાખે તો ક્રમે કરી એવી પરાભક્તિ પ્રગટે. પરાભક્તિનો ખરો રસાસ્વાદ તો જ્યારે પોતાનો આત્મા પરમાત્મસ્વરૂપમાં લીનતા પામે ત્યારે આવે છે. ખરી પરાભક્તિ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં આવે છે.
“પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહઘારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે.” (વ.પૃ.૨૭૬).
ગોપાંગનાઓનું ચિત્ત હમેશાં શ્રીકૃષ્ણ વાસુદેવમાં રહેતું હતું, નિરાકાર, નિરંજન પરમાત્મામાં એવી ભક્તિની લય આવવી વિકટ હોવાથી જેને આત્મસાક્ષાત્કાર થયો છે એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિ આવવાનું પ્રબળ કારણ છે. એવા દેહદારી સાકાર પરમાત્મા જો કદી મળી આવે અને તેને કળે એટલે ઓળખી જાય તો તે સત્પરુષની કુપાવડે પોતામાં પરાભક્તિનું બીજ રોપાય. જેમ જનકવિદેહીને અષ્ટાવક્ર ગુરુ મળ્યા તો એમની કૃપાએ કેવળજ્ઞાનના બીજસ્વરૂપ એવા સમકિતની રોપણી થઈ. અથવા પ.પૂ.પ્રભુશ્રીજી, પૂ.શ્રી સોભાગભાઈ કે પૂ.શ્રી બ્રહ્મચારીજીના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમ ભક્તિ હોવાથી પરાભક્તિનું બીજ એવું સમ્યત્વ તેમનામાં રોપાઈ ગયું. /રા
પરાત્મા અને જ્ઞાનમાં ભેદ ના કો, પરાત્મા સ્વરૂપે ગણો જ્ઞાનને તો;
ગણે ભેદ તે માર્ગથી દૂર જાણો, પરાત્મા ગયે ભક્તિ ઊગે પ્રમાણો. ૩ અર્થ - પરમાત્મા અને જ્ઞાની પુરુષમાં ભેદ નથી. જ્ઞાનીપુરુષ તો પરમાત્મા જ છે. એના વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પણ સદગુરુ કરતાં પરમાત્મા જુદા છે, એવા ભાવ રહે ત્યાં સુધી સદગુરુ પ્રત્યે ભક્તિ ઊગે નહીંઅને તે પરાભક્તિરૂપ થાય નહીં. એનું મન સ્થિરતા ન પામતા બીજે જાય.
જે કોઈ જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં ભેદ ગણે છે તેને મોક્ષમાર્ગથી દૂર જાણો. તેને મૂળમાર્ગની પ્રાપ્તિ થવી પરમ વિકટ છે. જ્ઞાનીપુરુષને પરમાત્મા ગણવાથી તેમના પ્રત્યે અનન્ય ભક્તિ ઊગે છે. આ વાતને તમે પ્રમાણભૂત માનો.
જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મામાં જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહદારી દિવ્ય મૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુઘી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે.” (વ.પૃ.૨૭૬) //૩