Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ (૯૨) વિભાવ ૪ ૦૯ તેમ પુદગલના સંયોગે જ્યારે જીવ પોતાનો સ્વભાવ ભૂલી જઈ વિભાવદશાને ઘારણ કરે ત્યારે પણ આત્મા સિવાય બધા વિભાવભાવોને પરભાવો જાણી હમેશાં આત્માના શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં ઉપયોગમાં જ રહેવાનો પ્રયત્ન કરો. I૧૩ા શ્યામ-રક્ત વસ્તુના યોગે સ્ફટિક દસે તે રંગે. યથાર્થ જોતાં, યથાર્થ નહિ તે; નિજ ગુણ ના ઓળંગે. કર્મયોગથી તેમ જ આત્મા બને અનેક પ્રકારે, ખરી રીતે તો વિભાવ ભાવો ભાસે છે વ્યવહારે. ૧૪ અર્થ :- શ્યામ એટલે કાળો અને રક્ત એટલે લાલ રંગના સંયોગથી સ્ફટિક રત્ન શુદ્ધ હોવા છતાં તે રૂપે દેખાય છે. પણ યથાર્થ રીતે જોતાં સ્ફટિક રત્ન તે રંગનું નથી. બીજા રંગના સંયોગથી સ્ફટિક રત્ન પોતાનો શુદ્ધ ગુણ ઓળંગતો નથી. તેમ કર્મના સંયોગે આત્મા પણ દેહાદિના અનેક પ્રકાર ઘારણ કરે છે, ખરી રીતે જોતાં આત્મામાં વિભાવ ભાવો ભાસે છે તે બધું વ્યવહારનયથી છે પણ નિશ્ચયનયથી નથી, અર્થાત્ મૂળ સ્વરૂપે જોતાં તો આત્મા તે શુદ્ધાત્મા જ છે. I/૧૪ના જે જ્ઞાને જન ઘટને જાણે, તે ઘટ-જ્ઞાન ગણાતું; જ્ઞાન બને ના ઘટ, પટ કદીએ, જ્ઞાન જ જ્ઞાન જણાતું. ઘટ-આકારે જ્ઞાન બને પણ, ઘટ સમ જડ ના જાણો; તેમ જીંવે રાગાદિ દેખી, મૂળ સ્વરૂપ પ્રમાણો. ૧૫ અર્થ :- જે જ્ઞાનવડે જીવ ઘટ એટલે ઘડાને જાણે, તે જ્ઞાન ઘડાને આકારે થયું ગણાય. પણ જ્ઞાન કદી ઘડો કે પટ એટલે કપડું બની જાય નહીં; જ્ઞાન તે સદા જ્ઞાન જ રહે છે. ઘડાના આકારે જ્ઞાન બને તે જ્ઞાનને ઘડા સમાન જડ જાણો નહીં. તેમ જીવ તત્ત્વમાં રાગદ્વેષાદિના ભાવો જોઈ તેને રાગદ્વેષ સ્વભાવવાળો જાણો નહીં, પણ તેના મૂળ શુદ્ધ સ્વરૂપને યાદ કરી તે શુદ્ધ જ છે એમ પ્રમાણભૂત માનો. /૧૫ વાયુ-પ્રેરિત સાગર ઊછળે, એ સંબંઘ અનાદિ, તોપણ પવન, પોધિ જાદા, નથી એકતા સાથી; તેમ જીવ પુગલના સંગે, વિવિઘ અવસ્થા થારે, તોય અભિન્ન બને નહિ બન્ને, સુજ્ઞ સ્વરૂપ વિચારે. ૧૬ અર્થ :- જેમ વાયુથી પ્રેરાઈને સમુદ્રનું પાણી ઊછળે છે, એમ અનાદિકાળથી થાય છે. તો પણ પવન અને પયોધિ એટલે સમુદ્ર જુદા છે. બન્ને એકતા સાથી કંઈ એક રૂપ થઈ શક્યા નથી. તેમ જીવ, કર્મ પુદ્ગલોના સંગથી ચોરાશી લાખ જીવયોનિમાં અનેક અવસ્થાઓને ઘારણ કરે છે. તો પણ જડ અને ચેતન એ બે દ્રવ્યો કદી એક બની શકે નહીં. માટે સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વના જાણનાર પુરુષો દ્રવ્યના મૂળ સ્વરૂપનો વિચાર કરે છે. ૧૬ાા ખાર કાંકરી મીઠાની તો, માત્ર લવણરસવાળી, વિવિઘ શાકમાં ભળતાં રસ દે ભિન્ન ભિન્ન લે ભાળી; તેમ જ જીંવના પુદ્ગલ-યોગે થાય અનેક વિકારો, તોપણ શુદ્ધ સ્વરૅપ રસ લેવા નિશ્ચયનય વિચારો. ૧૭Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 207