Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ ४०८ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેમ સંસારી જીવો શરીરને પોતાનું સ્વરૂપ માની તેમાં મગ્ન રહેવા છતાં પણ તેમનો આત્મા આ શરીરથી જુદો છે. કેમકે ત્રણે કાળ જીવદ્રવ્ય અને જડ એવા શરીરાદિ પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ સાવ જુદો છે. કોઈ કાળે જીવ જડ થાય અને જડ એવા પુદ્ગલો આત્મા થાય એમ નથી. /૧૦ાા. મેલું પાણી, મેલ ન પાણી, જો વિચારી જોશો, પાણી નિર્મળ તે જ દશામાં સમજી, સંશય ખોશો; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે, સ્વરૃપ વિચારો જીંવ-પુગલનું; શુદ્ધિ કોણ છુપાવે? ૧૧ અર્થ - મેલું પાણી જોઈ વિચારવું કે પાણીમાં મેલ છે તે પાણી નથી, પણ પાણીથી જુદો કચરો છે. પાણીને તેના મૂળસ્વરૂપે જોતાં, તે મેલી દશામાં પણ નિર્મળ છે. એમ સમજી વિચારી શંકાનું નિવારણ કરવું. તેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ અત્યારે પણ આવી શકે છે. જો જીવ અને પુગલ દ્રવ્યના મૂળ ગુણોનો વિચાર કરો તો. જેમકે જીવ દ્રવ્યમાં જાણવા જોવાનો ગુણ છે અને તે જડ એવા શરીરાદિ પુદ્ગલ દ્રવ્યમાં નથી. એમ તેના શુદ્ધ ગુણોને કોણ છુપાવી શકે? તેના ઉપર એક દ્રષ્ટાંત છે. રાજામંત્રીનું દ્રષ્ટાંત - રાજા અને મંત્રી બહાર ફરવા જતાં ગટરનું ગંધાતું પાણી જોઈ રાજા બોલ્યા - પાણી બહુ ગંઘાય છે. ત્યારે મંત્રીએ કહ્યું – મહારાજ ! પાણી તો શુદ્ધ છે; આ તો મેલ ગંધાય છે. રાજાએ કહ્યું; એમ તે વળી હોય? મંત્રી કહે : અવસરે બતાવીશ. ઘેર જઈ મંત્રીએ તે ગટરનું પાણી મંગાવી એકથી બીજા અનેક વાસણોમાં તેને નીતરતું કરી ફીલ્ટર જેવું કરીને તે જળમાં સુગંધી દ્રવ્ય નાખી રાજાને આપ્યું. રાજાએ કહ્યું : આવું મીઠું જળ કયાં કુવાનું છે? ત્યારે મંત્રી કહે : મહારાજ તે ગટરનું. જેમ મેલ અને પાણી જુદા છે તેમ દેહ અને આત્મા પણ જુદા છે. 7/૧૧ાા ઇંઘન કે છાણાનો અગ્નિ વદે જનો વ્યવહારે; કાષ્ઠાદિથી અગ્નિ જાદો, જો ર્જીવ સત્ય વિચારે. કાષ્ઠ અગ્નિ નહિ, અગ્નિ કાષ્ઠ નહિ; અગ્નિ અગ્નિ દેખો; તેમ જ દેહ ન દેહી કદીયે; શુદ્ધ જીવ ર્જીવ લેખો. ૧૨ અર્થ - ઇંઘન એટલે લાકડા અથવા છાણનો અગ્નિ હોય પણ તે બન્ને પ્રકારના અગ્નિને વ્યવહારમાં લોકો અગ્નિ કહે છે. પણ તે અગ્નિ, કાષ્ઠ એટલે લાકડાં અને છાણ આદિથી જુદો છે, એમ સત્ય રીતે વિચારતાં જીવથી સમજી શકાય એમ છે. કેમકે લાકડા તે અગ્નિ નથી અને અગ્નિ તે લાકડા નથી. પણ અગ્નિને જ અગ્નિ જાણો. તેમ દેહ અને દેહી એટલે આ દેહને ઘારણ કરનાર એવો આત્મા, તે કદી દેહ નથી, પણ જ્ઞાન દર્શનમય એવો શુદ્ધ આત્મા તે જ જીવ તત્ત્વ છે એમ જાણો. ૧૨ાા મયૂર દર્પણમાં દેખાયે, સામે આવે ત્યારે; તોપણ દર્પણ દર્પણ માનો, છાયા જ્યારે ઘારે; તેમ વિભાવદશા ઑવ ઘારે, પુગલના સંયોગે, તોપણ તે પરભાવ વિચારી, રહો શુદ્ધ ઉપયોગે. ૧૩ અર્થ :- મયૂર એટલે મોર જ્યારે દર્પણની સામે આવે ત્યારે તેમાં દેખાય. મયૂરની છાયા એટલે પ્રતિબિંબને જ્યારે અરીસો ઘારણ કરે ત્યારે પણ દર્પણ તે દર્પણ જ છે, તે કંઈ મોર બની જાય નહીં.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 207