Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623 Author(s): Bramhachari, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 4
________________ (૯૨) વિભાવ ૪ ૦ ૫ કાટ સમાં રે! કર્મો વળગે, શક્તિ-વ્યક્તિ અટકે, કર્મભાવ-વિભાવે રાચી જીવ ભવોભવ ભટકે. વૈભાવિક શક્તિ જે જીંવમાં કર્મ નિમિત્તે વર્તે, સિદ્ધ-અવસ્થામાં તે શક્તિ, સ્વભાવરૂપ પ્રવર્તે. ૨ અર્થ - વિભાવભાવોમાં પરિણમવાથી આત્માને ચાર પ્રકારે કર્મનો બંઘ થાય; તે આ પ્રમાણે છૂટે: (૧) સ્પષ્ટ કર્મ–જેમ સોયનો ઢગલો હોય તેને ઠેસ મારે કે તરત છૂટી પડી જાય તેમ આત્માની સાક્ષીએ પોતે કરેલ કર્મોની નિંદા કરવાથી જે કર્મો ખપી જાય છે, અયમંતકુમારની જેમ ગુરુ આજ્ઞાથી. (૨) બદ્ધકર્મ–જેમ સોયો દોરાથી પરોવેલી કે બાંધેલી હોય તો તેને છોડતાં વાર લાગે તેમ ગુરુની સમક્ષ ગરહા એટલે નિંદા કરવાથી તે કર્મો નાશ પામે... (૩) નિદ્ધતકર્મ–જેમ સોયો કાટ ખાધેલી હોય તો તેને છોડતાં ઘણીવાર લાગે. તેમ ગુરુ આજ્ઞાએ પ્રાયશ્ચિત્ત કરવાથી જેની શુદ્ધિ થાય. (૪) નિકાચિતકર્મ–જે પાપ કરીને રાજી થાય, તેમાં અનુમોદના કરે તે કર્મ ભોગવવું પડે છે. જેમ સોયોને ગરમ કરી એક રસ કરી દીધી હોય તો કદી છૂટી પડી શકે નહીં, તેમ નિકાચિત કર્મ જીવને ભોગવવું પડે છે. કાટ સમાન કમોંનું વળગણ આત્મામાં થવાથી આત્માની અનંતશક્તિની વ્યક્તિ થવામાં અનાદિકાળથી તે કર્મો બાઘક થાય છે. કર્મભાવરૂપ વિભાવમાં રાચી આ જીવ ભવોભવ આ સંસારમાં ભટકે છે. લોઢીયા મૃગાપુત્રની જેમ. કેમકે “કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ'. -શ્રીમદ્ રાજચંદ્ર જેમ લોખંડમાં ખેંચાવાની શક્તિ અને ચુંબકમાં લોહને ખેંચવાની શક્તિ હોવાથી તે લોખંડ ચુંબકવડે ખેંચાય છે. તેમ જીવમાં વૈભાવિક શક્તિ એટલે વિભાવભાવોમાં પરિણમવાની શક્તિ હોવાથી કર્મનું નિમિત્ત પામી જીવ નવીન કમને ગ્રહણ કરે છે. જેમ શ્રીકુમારપાળ રાજા ચોમાસામાં બહાર જવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી મહેલમાં જ આરાઘના કરતાં રહ્યાં હતા. ત્યારે તેનું રાજ્ય લેવાનો પ્રયત્ન કરનાર એવા યવનરાજાને મંત્રોચ્ચારવડે શ્રી હેમચંદ્રાચાર્યે તેને ખેંચી લાવ્યો હતો તેમ. સિદ્ધ અવસ્થામાં આત્માની તે જ શક્તિ પોતાના સ્વસ્વભાવમાં પ્રવર્તે છે. “વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. -શ્રીમદ્ રાજચંદ્ર /રા પુગલમાં પણ તેવી શક્તિ, અણુના ઝંઘ રચે તે, પરમાણુ છૂટાં પડતાં તે, સ્વભાવરૂપે વર્તે; અગ્નિયોગે જળ ઉષ્ણતા નિમિત્ત-આશીન જાણો, તેમ નિમિત્તાથીન વિભાવો, વિકારરૂપે માનો. ૩. અર્થ - પુદ્ગલ દ્રવ્યમાં પણ જીવની જેમ વિભાવમાં પરિણમવાની શક્તિ હોવાથી તે પણ સ્વભાવને મૂકી, પુદ્ગલ પરમાણુઓના બેના રૂંઘ, ત્રણના અંઘ, યાવત્ અનંત પરમાણુઓના ઝંઘની રચના કરે છે. ફરી પાછા તે પરમાણુઓ છૂટા પડી જઈ પોતાના સ્વભાવરૂપે પ્રવર્તે છે. અગ્નિના યોગથી જળમાં જે ગરમી આવે તે અગ્નિના નિમિત્તને આધીન છે. તેમ આત્માને પણ નિમિત્તને આધીન વિકારરૂપ વિભાવભાવો થાય છે એમ માનો. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે લેષ થાય છે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 207