Book Title: Pragnav Bodh Part 02 - Pages From 417 to 623
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 2
________________ (૯૧) દર્શન-સ્તુતિ ૪ ૦૩ સમ્યકદર્શનની પાત્રતાને આપનારી છે. એ ભાવનાઓ સમ્યકદર્શન સહિત હોય તો મોક્ષ ફળને આપનારી છે. સમ્યક્દર્શન વિના જીવનો જન્મ મરણથી છૂટકારો થઈ મોક્ષ થતો નથી. સમકિત વગરની બધી ક્રિયા એકડા વગરના મીંડા જેવી છે. એ ઘર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે :૧. મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવૈરબુદ્ધિ. ૨. પ્રમોદ–અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લાસવાં. ૩. કરુણા–જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. ૪. માધ્યસ્થ કે ઉપેક્ષા–શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૨) I/૩૦ના તપો તપ આકરાં તોયે, ભણો સન્શાસ્ત્ર સઘળાંયે, જીંતો યુદ્ધ બધું જગ આ, છતાં ના સત્ય સુખ થાય. ૩૧ અર્થ – ભલે આકરા તપ તપો, ભલે સઘળા સલ્ફાસ્ત્રોનો અભ્યાસ કરો. ભલે ચક્રવર્તી વગેરે થઈ યુદ્ધમાં આખા જગતને જીતી લો છતાં સમ્યગ્દર્શન વગર સાચું આત્માનું સુખ મેળવી શકાતું નથી. ૩૧|| કરોડો ઉપકારોથી, કરોડો જીવ-રક્ષાથી, સુદર્શન માનજો મોટું; બનો તેથી જ મોક્ષાર્થી. ૩૨ અર્થ - કરોડો જીવોનો ઉપકાર કરવાથી કે કરોડો જીવોની રક્ષા કરવાથી પણ સમ્યગ્દર્શનને મોટું માનજો. તેથી જ માત્ર મોક્ષના ઇચ્છુક બનશો. “સમકિત નવિ લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માહેં, ત્રસ, થાવરકી કરુણાકીની, જીવ ન એક વિરાધ્યો, તીનકાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, -સમકિત ૩રા. બીજું કંઈ શોઘ મા, શાણા!ખરા સપુરુષને શોથી, ચરણકમળ બઘા ભાવો સમર્પ, પામી લે બોધિ; ૩૩ અર્થ - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે હે શાણા પુરુષ!હવે બીજું કંઈ શોઘ મા. એક ખરા આત્મજ્ઞાની સપુરુષને શોઘી, તેના ચરણકમળમાં સર્વ ભાવોને સમર્પી સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ બોધિરત્નને પ્રાપ્ત કરી લે. “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોથીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (.પૃ.૧૯૪) //૩૩ણી પછી જો મોક્ષ ના પામે, અમારે આપવો એવું, ઉતાર્યો માનજે વીમો; કહ્યું છે જ્ઞાનીએ કેવું! ૩૪ અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞામાં વર્યા પછી જો મોક્ષ ન પામે તો અમારે આપવો, એવો વીમો ઉતારી આપ્યો. અહો! જ્ઞાનીએ કેવું કહ્યું છે; અર્થાત્ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો મોક્ષ મળે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ૩૪ મઢી આ મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો, સુદર્શનનાં બધાં અંગો ઉપાસી કર્મને કૂટો. ૩૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 207