Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૨૦ :
? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ) યને રાસ' વગેરે ખાસ પુસ્તક લખાયા. ને છપાયા. “શ્રી તત્વાર્થાધિગમ સૂત્રની સારબોધિની લખવાને પ્રારંભ પણ ત્યાંથી જ થયો.
જૈન શાસનઃ ચાર પુરૂષાર્થની (ભારતીય) મહા આર્ય અહિંસક સંસ્કૃતિ અને બીજા Yિ માનવાદિકના વ્યાપક હિતના કાર્યોમાં વિશેષ લક્ષ્ય આપી શકાય તેવા માત્ર લક્ષ્યથી મહેસાણા જૈન પાઠશાળા પ્રત્યક્ષથી છોડવામાં આવી.
બિહાર હિંદુ રીલીજીઅન ટ્રસ્ટ બીલની સામે વિરોધ કરનારા જૈન ગૃહસ્થ સાથે, શ્રી મદ્રાસ જૈન સંઘ તરફના પ્રતિનિધિ તરીકે પટણામાં વિરોધ સમિતિમાં હાજરી આપી. ત્યાંથી પાછા ફરતા શ્રી શિખરજી વગેરેની યાત્રા કરી, પ્રાસંગિક રીતે વચ્ચે કલકત્તા ઉતરતાં ત્યાંના કેટલાક ભાઈઓને પરિચય થતાં તેઓની કલકત્તા
આવવાની સાગ્રહ હાદિક ઈચ્છાને માન આપવા શ્રી જૈન શાસનાદિને માટેના જીવન ) લની સાધનામાં વિશેષ વેગ મળવાના આશયથી કલકત્તામાં રહેવાનું થતું રહ્યું.
તે દરમ્યાન, મુંબઈ પબ્લીક ટ્રસ્ટ બીલ કાયદો થતાં, વેજલપુરના ગાંધી રતિલાલ પાનાચંદે તેની સામે મુંબઈ હાઈકોર્ટમાં રીટ કેસ કર્યો. અને તેની અપીલ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં થઈ તેમાં એકાદ વર્ષ ઘટતે સહકાર અપાતો રહ્યો. તેમજ
દિવ્ય પ્રકાશ” પાક્ષિકના જસાણું હકમીચંદ દેવચંદના સંચાલનમાં સહકાર તથા બીજા કાર્યો થયાં તિથિ વિશેના સમાધાન અને શાસનહિતના બીજા કાર્યો માટે પણ પ્રયાસ કરાતાં રહ્યાં.
આ રીતે જીવનના મુખ્ય ઉદ્દે શો યથાશક્તિ સાધવા સાથે હાલ કલકત્તા ખાતે
બીકાનેર નિવાસી ને ધર્મનિષ્ઠ સાધર્મિક બંધુઓના પઠન-પાઠનઃ ધર્મ અને સાંસ્કૃIN તિક વિચારણા આદિમાં સહકાર ચાલુ છે.
તે ગૃહસ્થોનાં નામ છે-શ્રી છોટમલજી સુરાણુ શ્રી અને શ્રી કનૈયાલાલ વેદ, દરમ્યાન શ્રી આનંદઘન વીશીની પ્રમોદા વિવેચના બેવાર લખાઈ અને બે વાર છપાવાઈ મહેસાણા પાઠશાળા તરફના કેટલાક ચાલુ કર્મગ્રંથાદિક પૂરા કરાવવામાં સહકાર અપાય. અને તત્વાથ સારબોધિનીનું કામ આગળ ચાલુ રહ્યું અને પુરું યે થયું તેમજ કાનજી સ્વામી નામના એક સ્થાનકવાસી જૈન મુનિએ પાછા ગૃહસ્થ થઈ ગયા પછી સોનગઢ (સૌરાષ્ટ્ર)માં રહીને ચલાવેલો મત જૈન શાસનને ભયંકર હાનિ કરનાર કેવી રીતે છે? તેના મૌલિક રહસ્ય દર્શાવતી જેનપને કે લક્ષણ નામની પુસ્તિકા હિંદી ભાષામાં અને “પંડીત સુખલાલજીને હાર્દિક શુભેચ્છા
પત્રનું સમર્પણ” ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરાયા તથા “હિત-મિત–પä સત્યમ્ ( નામના પત્રમાં લેખે આપવાનું વચન પળાઈ રહ્યું છે બીજી કેટલીક હિંદી પત્રિકાઓ સાથે
สสร KC3C3032-32