Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
૦૬ :
se
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) - આજે અનિષ્ટ તને હાનિકારક પરિણામે નજરે જોવાય છે, ત્યારે તેમની કલ્પનાઓ વિચારે સાચા ઠરે છે. - શ્રીયુત પ્રભુદાસભાઈની આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી, કુટુંબ બહોળું હતું, છતા છે કોઈ કામને બદલો માંગતા નહીં, અવસરે શાસનહિત માટે તન, મન, અને ધનથી ઘસાતા.
સંઘને પુરે સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યા હતા તે તેઓ જે કાંઈ કહી ન ગ, કરી ગયા, લખી ગયા છપાવી ગયા, પ્રચાર- પ્રયત્ન કરી ગયા તેના કરતા તેમની શક્તિને અનેક ગણો લાભ મળત.
બન્યું તે ખરૂ પણ હવે આટલું થવું જરૂરી છે.
(૧) શાસન હિત ચિંતકનું સળંગ જીવન આલેખન કઈ શ્રધેય સારા લેખકની Rઇ કલમે લખાવવું.
(૨) તેમનું ઘણુ સહિત્ય પ્રગટ-અપ્રગટ પડ્યું છે. તેને વ્યવસ્થિત કરી- કરાવી નાની મોટા પુસ્તક રૂપે પ્રગટ થાય તે આજે અને આવતી કાલે વિચારકને ઘણું ઉપયોગી બનશે, અને એક મહત્વનું કાર્ય થયુ લેખાશે.
રાજકેટ- ભક્તિનગરના પોતાના નિવાસ સ્થાને માંદગીના બીછાને હતા. ત્યારે હું અને શ્રી કપુરચંદભાઈ વારૈયા ખબર કાઢવા રાજકોટ ગયા ત્યારે અમે જોયુ કે, પથારીમાંથી બેઠા થઈને આડી-અવળી વાત ન કરતા શાસન હિતની વાત, ગેરી પ્રજાની માયા જાળના ગૂઢ રહસ્ય, જૈન શાસન જૈન દર્શનની સર્વોપરિતા વગેરે અનેક બાબતોની છણાવટ કરી સમજાવવા પ્રયત્ન કરતા હતા.
સખત મોંધવારીના સમયમાં પણ લાખ ઉપરાંત રૂ. ને ખર્ચ કરીને વિવરણ સહિત પંચપ્રતિકમણ સાથે હજાર પાનાનો દળદાર ગ્રંથ પૂ. આ. શ્રીમદ વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. શ્રીન સંપાદન અને સહુ ઉપદેશથી શ્રી હર્ષ પુષ્યામૃત ગ્રંથમાળાએ તાજેતરમાં પ્રગટ કરી એક અતિ મહત્વનું પ્રકાશન કર્યું છે તે ધન્યવાદ, અનમેદનીય અને અભિનંદન રૂપ છે.
શ્રીયુત પ્રભુદાસભાઈ સ્વર્ગસ્થ થયાને વર્ષો વીતી ગયાં પણ પ્રસંગને પામી તેમના જીવનને સ્પર્શતા અને બિરદાવતા પ્રસંગે, લેખો, તેમના સાહિત્યના અવતરણે, અભિનંદન રૂપે કંડિકાઓ, શ્રધ્ધાંજલીઓ, વગેરેથી સમૃદધ અભિનંદન ગ્રંથ પ્રગટ થાય છે. ત્યારે હું પણ મારો સૂર પૂરાવું છું.
આજે પણ એક વાતનું દુઃખ તે થાય છે કે શાસનના હિત ચિંતક પંડિતજીને સમયસર અને સાચી રીતે આપણે પીછાની કે પરખી શક્યા નહી, અને તેમના અભ્યાસ અનુભવ પરિશીલન અને શક્તિને પૂરે લાભ લઈ શકયા નહી. આપણને તેમની પૂરી પરખ ન થઈ પણ તેઓ તે આપણને પારખીને ચાલ્યા ગયા.
તેમને પૂન્યામા જયાં હોય ત્યાંથી પ્રેરણાનું પાન કરાવતે રહે એજ મનભાવના સાથે વિરમું છું.