Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 189
________________ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રન્થઃ શ્રી સંઘ એજ સાચી સંસ્થા ૧૮૧ આપણા બાળકને ઘરની બનાવેલી મીઠાઈ આપી શકાય પણ બજારમાં વહેંચાતી આધુનિક પધ્ધતિના બિસ્કીટ–પીપરમેન્ટ પણ ન અપાય. પતાસા આપે તે વાંધો નહિ પણ બિસ્કીટ પીપરમેન્ટના વપરાશ દ્વારા તેઓ આપણા બધા ખોરાકમાં અભક્ષ્ય પદાર્થો ભેળવીને આપણને અભય ભક્ષણ કરનારા બનાવી દેશે. ધીમે ધીમે આપણી સંસ્કૃતિને સર્વથા નાશ કરવાની તેઓની જે પેજના છે તેના આ સંસ્થાઓ આ આધુનિક ખેરાક અને રહેણીકરણી બધા અંગે છે માટે આપણે તેને આધીન ન બનવું જોઈએ નહિતર આપણી સંસ્કૃતિને નાશ આપણા હાથે જ થઈ જશે. અત્યારનું આ શિક્ષણ તે સંસ્કૃતિના નાશનું મુખ્ય અંગ છે. માટે આપણે ગાડરીઆ પ્રવાહમાં નહિં ખેંચાઈ જતા આપણી સંસ્કૃતિ, આપણું શાસ્ત્રોની આજ્ઞાં, આપણા મહાપુરૂષોએ પ્રચારેલા આપણા અહિંસા મૂલ્ય પ્રાચીન રીતરિવાજોને વળગી રહેવું પડશે. આપણી પ્રજાના આપણા શાસ્ત્રીય રીતરીવાજોનું આપણે મક્કમ બનીને જનત કરશું તેજ આપણી સંસ્કૃતિની આપણે રક્ષા કરી શકશું. બીજી પણ ઘણી વાતો થઈ હતી પણ આ ખાસ મુખ્ય ધ્યાન ખેંચવા લાયક વાત હતી તે ખાસ જાણવાની અને તેને અનુસરવાની આપણી સહુની ફરજ છે. પંડિતજીના વિચારે બહુજ ઉંડા ચિંતન કરીને આપણી સંસ્કૃતિના રક્ષણ માટે બહુજ વિચારવા અને શ્રદ્ધાપૂર્વક અમલ કરવા લાયક હતા. સુશ્રાવક પ્રભુદાસ બેચરદાસ પંડિતના આ સંસ્કૃતિ રક્ષક વિચારને સંપૂર્ણપણે સમજનારા અને તેને સારી રીતે પ્રચારનારા વિદ્વાને પણ આ કાળમાં સંસ્થાઓ સ્થાપવામાં અને આધુનીક શિક્ષણ બરોબર મળી શકે તેવા આયોજન કરવામાં રસપૂર્વક પ્રવૃતિ કરનારા બની રહ્યા છે તે પણ આ કલિકાળની એક બલિહારી જ ગણાય ને! આજે સ્થાને સ્થાને નવી નવી સંસ્થાઓ સ્થાપવા દ્વારા દેરાસર ઉપાશ્રય આદિના નિર્માણ થઈ રહ્યા છે કે જે આપણા શ્રી સંઘ રૂપ સંસ્થાના પાયામાં નુકશાન કરનારા શું નહિ બને ? આજે લગભગ દરેક સંસ્થાઓનાં વહીવટે પણ લોકશાહી પદ્ધતિથી થઈ રહ્યા છે. કે જ્યારે આપણે શ્રીસંઘ લોકશાહીમાં–બહુમતિમાં-સર્વાનુમતિમાં પણ માનતે જ નથી આપણે તે ફક્ત શાસ્ત્રમતિને જ માનવાવાળા, અનુસરનારા છીએ. આવી રીતે સંસ્થાઓની સ્થાપનાથી થઈ રહેલા ભયંકર નુકશાને આ કાળમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે આપણી સંસ્કૃતિની રક્ષા અને પ્રચાર કરનારાને શું ચેતી જઈને પાછા, વળવાની જરૂર નહિં સમજાય.

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206