Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 206
________________ 4XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX જૈન શાસનની મહાન સંરકૃતિના ચિંતક પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન “આવશ્યક સૂત્રમાં આપવામાં આવેલા મુખ્ય સૂત્રો જ અનેક વિધિમાં ગોઠવાયા છે. અને તેટલા સૂત્રેથી જ સેંકડો બકે હજારો વિધિ: વિધાનો અને અનુષ્ઠાન: ગોઠવાયા છે. આ ઉપરથી જુદા જુદા પાત્ર જીવના દ્રવ્ય: ક્ષેત્ર: કાળ: ભાવ:ની અપેક્ષાએ જૈન ધર્મ ની કેટલી વ્યાપકતા છે ? અને વ્યાપક થવાની તેની કેટલી તાકાત છે ? તે બરાબર સમજાશે. 3XXXXXXXXXXXXX | પરંતુ દરેક વિધિઓમાં માત્ર-૧ ચૈત્યવંદને 2 સ્તવને. 3 સજઝા 4 આલોચના પાઠો. 5 શાંતિ સ્તોત્રો. 6. સ્તુતિઓ. આ છ ઐચ્છિક હોય છે. આ છ સિવાય કોઈ પણ વિધિને લગભગ તમામ ભાગ આવશ્યક સૂત્રમાંના મુખ્ય સૂત્રથી જ ગુંથાએલ હોય છે. X3X3X25X3X3X3X3X3X3X3X3X3XEXXEX3X3X3X3X3X3X3E3E3X3X3X3X533X3X3X3X3 EX3EXX3*3*3*3585231 એટલે વિધિઓમાં “અશાસ્ત્રીય ન ઘુસી ગયા છે.” એમ બોલવાને કોઈને માટે અવકાશ પણ નથી. ઉપરના છ માટે વ્યકિતને છુટ છે. જો એટલી છૂટ ન હોય, તે કોઈ પણ વિધિ તે તે વ્યકિતગત ન બની શકતાં, માત્ર યાંત્રિક બની જાય. વ્યકિતનું સ્વાશય તેમાં ન ઉમેરાત, તેથી તે માત્ર જડ રટણ બની જાત. ચૈત્યવંદન કરવાની દશ જણાની ઈચ્છા થઈ, પરંતુ મારી ઈચ્છા મહાવીર સ્વામી પ્રભુ: ચૈત્યવંદન કરવાની હોય અને મને તેમના નિર્વાણ પ્રસંગના વર્ણનનું સ્તવન સુંદર આવડતું હોય, અને તેથી મારા ભાવમાં વૃદ્ધિ થતી હોય, તો હું તે પ્રમાણે કરી શકું. એટલે એ સ્તવન સાથે મેં કરેલું તે ચૈત્યવંદન વિધિ મારો જ ગણાય. અને બીજાએ પોતાની ઈચ્છા પ્રમાણે ચૈત્યવંદન, સ્તવન, થાય કહી હોય, તે તે તેમનો ગણાય આ રીતે સર્વ સામાન્ય વિધિને - વ્યકિતગત બનાવવાની પણ સગવડ થઈ શકે છે, અને દરેક વ્યકિત ઉલાસપૂર્વક પોતાના સંજોગો અનુસાર પોત પોતાની ક્રિયા કરી શકે છે. આથી જ જિન મંદિરમાં ઘંઘાટનું બહાનું કાઢીને વ્યક્તિગત ઉલાસને રોકવા નહિ જોઈએ. દરેકને છૂટથી બોલવા દેવાની છુટ છે. શાંતિ રાખવાની સૂચના આપનારા પાટીયાં વિપરીત જણાય છે. સામાયિક પ્રતિક્રમણાદિક સાથે ભણાવાય, તે ઈષ્ટ છે. SEXXXXXXXXXXXXXXXXXXXX - પંડિતવય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ વસા વાડીલાલ પોપટલાલ ઘરાજીવાળા સમસ્ત પરિવાર તરફથી | રા જ કે ટ 33333 $1238XXXXXXXXXX3X3X383838383XXXXXXXXXXXXXXXXXX

Loading...

Page Navigation
1 ... 204 205 206