Book Title: Prabhudas Bechardas Parekh Abhinandan Granth
Author(s): Harshpushpamrut Jain Granthmala
Publisher: Harshpushpamrut Jain Granthmala
View full book text
________________
38383382838382333X3X338XXX883
રાજકોટના શ્રાવક રત્ન પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને
હાર્દિક અભિનંદન
UF આવશ્યક અને અનિવાર્ય પE આજે આત્મવાદના જીવન પોષક સાહિત્યની હજારો નકલો પ્રસિદ્ધ થાય છે. તે સંજોગોમાં સામા પક્ષના અનાત્મવાદ પોષક સાહિત્યની લાખે કે કરોડો અને પરિણામે અબજો નકલે પ્રચારમાં આવી ચૂકતી હોય છે. એ જ તેના આક્રમણની મોટામાં મોટી મુખ્ય સાબિતી છે. એ બધું કેમ થાય છે ? અને તેની શી શી યોજના છે ? તથા આજે કેટલી સ્થિતિ સુધી એ પહોંચી શકી છે ? અને હજી પણ ભવિષ્યમાં આથી વિશિષ્ટ કઇ સ્થિતિ સુધી તેને પહોંચાડવાનું છે ? તેને માટે ભૂતકાળમાં પાયો નાંખવાની શરૂઆત કેવી રીતે કરવામાં આવેલી હશે ? એ વિગેરે ઘણાં સૂક્ષ્મ વિચારનો વિષય છે. પરંતુ આજના પરિણામોનું બીજ પણ તેવી જ પ્રબળતાથી ભૂતકાળમાં નંખાયેલું હશે તે તે સૌ કોઈ સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે તેમ છે. આજના ભૌતિક સાધનાથી આત્મવાદી પ્રજાએ અંજાવું: એ પગમાં કુહાડો મારવા બરાબર છે. પરંતુ ‘જમાનાને અનુસરો: આગળ વધા:’ વગેરે બૂમ—બરાડામાં હિતકારી પીપુડીનો અવાજ કયાંથી સંભળાય ?
4583XXXXXXXXXXXXXXXXXXXX<3XXXXXXXXXXXXXXX33XXXXXXXXX
XXXXXXXXXXXXXXXX8383XXXXXXXXXXXXXXXXXXXXXXXX8383834
| “તો પછી તમે આવા ગ્રંથો કેમ છપાવો છો ?” આ પ્રશ્ન અમારી સામે આવે જ છે. તેને સાચો જવાબ એ જ છે, કે—“કુવૃષ્ટિ ન્યાયે અમારે પણ સૌની સાથે ગાંડા થવું પડે છે.” પૂર્વાચાર્યોએ પણ લખ્યું છે કે-“પ્લેચ્છાને સમાવવા માટે તેની ભાષા બેલીને તેને સમજાવવું પડે છે. તેથી અનિચ્છાએ પણ તેની ભાષા બોલવી પડે છે. આવશ્યક કર્તવ્ય: અને અનિવાર્ય સંજોગોમાં કરવું પડે. તે બેમાં મોટો ફરક હોય છે. અમારે અનિવાર્ય સંજોગોમાં આ ખોટું કામ કરવું પડે છે.
| કુવૃષ્ટિ ન્યાયની સમજ એ છે, કે–“એક વખત એવો વરસાદ થયો,” કે–તેનું પાણી જે પીએ, તે ગાંડો ૨ થઇ જાય. રાજા અને દિવાન શિવાય બધા લોકોએ તે પાણી પીધું તેથી સૌ ગાંડા થયા. બન્ને બચી તે ગયા. પરંતુ 3 સૌ તેને જ ગાંડા કહેવા લાગ્યા. અને ગાંડાઓને શિક્ષા કરવા તૈયાર થયા. તેથી બચવા રાજા અને દિવાનને પણ પોતે
ગાંડા હોવાને ઢોંગ કરવો પડયો. છેવટે પાછી સુવૃષ્ટિ થઇ ને સૌ ડાહ્યા થઈ ગયા.’ આ એ ન્યાયને ભાવાર્થ છે.
- પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
શાહ રાયચંદ પ્રેમચંદ
સપરિવાર
શરાફ બજાર, રાજકોટ (સૌરાષ્ટ્ર) $18388883########3838XXX8383XXXXXXXXXXX83838388
LFX333X8332